23-04-2013

------------------

------------------

 
 
 • ગાંધીનગર-અમદાવાદની બસમાં 'વાઈસ' ટીવીનો શુભારંભ

  એસટી બસની મુસાફરી બની મનોરંજક

  ગુજરાત એસટી નિગમ દ્વારા એસ.ટી. બસ સ્ટેશન ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના નાણાં, આરોગ્ય અને વાહનવ્યવહાર પ્રધાન નીતિનભાઇ પટેલ, મહેસૂલપ્રધાન આનંદીબહેન પટેલ, આરોગ્ય રાજ્યપ્રધાન પરબતભાઇ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યપ્રધાન વસુબહેન ત્રિવેદી, એસ.ટી. નિગમના અધ્યક્ષ બાબુભાઇ ઘોડાસરા, ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક મૂકેશ પુરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે સમભાવ મીડિયા લિમિટેડના સીએમડી કિરણભાઇ વડોદરિયા દ્વારા નીતિનભાઇ પટેલને મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું.

   * સમભાવ મીડિયાના 'વાઈસ' ટીવીના મનોરંજનના કાર્યક્રમોને મુસાફરોએ પણ વખાણ્યા છેઃ નીતિનભાઈ પટેલ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ  'વાઈસ ટીવી'ને શુભેચ્છા પાઠવી

  મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો શુભેચ્છા સંદેશ કાર્યક્રમમાં વાંચી સંભળાવવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન મોદીએ વાઇસ ટીવીને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, 'બેટી બચાવો, કન્યા કેળવણી વગેરે લોકશિક્ષણ અને લોક જાગૃતિના કાર્યક્રમો સાથે મનોરંજન પૂરું પાડીને વાઇસ ટીવી ઉતારુઓને ઉપયોગી બનશે.' તેમણે એસટી નિગમની બસોમાં મહિલા કંડક્ટરોને નિમણૂકપત્ર આપવાના અભિગમને પણ આવકાર્યો હતો.

  ગાંધીનગરઃ ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યની પ્રજાને આધુનિક અને સગવડતાભરી પરિવહન સેવા મળી રહે તે દિશામાં વધુ એક સફળ પ્રયત્ન કરાયો છે. ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેની એસટી સેવા મુસાફરો માટે આજથી મનોરંજક બની છે. મુસાફરો પ્રવાસ સાથે સમભાવ મીડિયાના 'વાઇસ ટીવી'ના માહિતીસભર મનોરંજનના રસથાળનો લાભ લઇ શકશે. મુસાફરોએ પણ 'વાઇસ ટીવી'ના મનોરંજનના કાર્યક્રમો મન મૂકીને પ્રશંસા કરી છે, તેમ રાજ્યના નાણાં, આરોગ્ય અને વાહનવ્યવહાર પ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.

  ગાંધીનગરના એસટી બસ સ્ટેશન ખાતે આજે સવારે સાડા નવ વાગ્યે યોજાયેલા એક ભવ્ય સમારંભમાં પ્રવાસી જનતા માટે ગાંધીનગર-અમદાવાદ બસ સેવામાં 'પ્રવાસ સાથે મનોરંજન' યોજનાનો નીતિનભાઇ પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો. પ્રસંગે નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે આજથી મનોરંજન સાથે મુસાફરીના ધ્યેય સાથે નિગમ દ્વારા શરૃ કરવામાં આવેલા પબ્લિક એન્ટરટેઇન્મેન્ટ સિસ્ટમની પણ અમદાવાદ-ગાંધીનગર રૃટની તમામ પોઇન્ટ સર્વિસની બસોમાં શરૃઆત કરવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષ ઉપરાંતથી નિગમ દ્વારા સમભાવ મીડિયા સાથે મળી લાંબા અંતરની બસો તેમજ મુખ્ય બસ સ્ટેશનો ખાતે મુસાફર જનતા માટે એલસીડી ફિટ કરીને મનોરંજનના પ્રોગ્રામ બતાવવામાં આવી રહ્યા છે, જેને લોકોની ખૂબ પ્રશંસા મળી છે.

  નહેરુનગરથી વડોદરા, નોનસ્ટોપ વોલ્વો બસ, ગાંધીનગરથી અમદાવાદ અને ધોળકાથી સંતરામપુર બસના મુસાફરો વાઇસ ટીવીના માધ્યમથી પ્રવાસ સાથે મનોરંજન માણતા પોતાના ગંતવ્યસ્થાને જઇ શકશે. ત્રણેય બસનું મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરાયું હતું.

   એસટી નિગમનાં મહિલા કંડક્ટરોને નિમણૂકપત્ર નીતિનભાઇ પટેલના હસ્તે એનાયત કરાયા હતા. તેમણે જણાવ્યું હતું કે ખાસ ઝુંબેશરૃપે કંડક્ટરની કક્ષામાં મહિલા કર્મચારીઓની નિમણૂક અંગેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. એસટી નિગમે અગાઉ પણ મિકેનિક, ડેપો મેનેજર અને અન્ય સુપરવાઇઝરી તેમજ અધિકારી કક્ષામાં બહેનોની ભરતી કરી  છે.

  મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના 'વધુ બસ, સારી બસ'ના સંકલ્પ હેઠળ છેલ્લાં આઠ વર્ષમાં રાજ્ય સરકારની રૃ. ,૯૭૦ કરોડની સહાય દ્વારા નિગમે કુલ ૧૦,૧૭૦ નવી બસ સંચાલનમાં મૂકી છે. વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪ના બજેટમાં રૃ. ૨૩૫ કરોડ નવી બસો માટે ફાળવવામાં આવ્યા છે. આગામી વર્ષમાં અંદાજિત ,૮૮૦ નવી બસ સંચાલનમાં મૂકવાનું આયોજન કરાયું છેએસટી નિગમ દ્વારા પણ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે બસ સ્ટેશનો વિકસાવવાનું નક્કી કરાયું છે તેમ જણાવતાં નીતિનભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે બસ સ્ટેશનોમાં મોલ, રેસ્ટોરાં, હોટલ, આરામગૃહ જેવી સુવિધાઓ અપાશે. પ્રથમ તબક્કે અમદાવાદ ખાતે બે, સુરત ખાતે એક, વડોદરા ખાતે બે તેમજ મહેસાણા ખાતે એક મળી કુલ બસ સ્ટેશનો વિકસાવવાનું કામ પ્રગતિમાં છે. ઉપરાંત રાજ્ય સરકારની બજેટ સહાયથી ૧૭ નવાં બસ સ્ટેશન બનાવવાનું આયોજન છે.

  ગુજરાત એસટી નિગમ દ્વારા ૧૮૧ મહિલા કંડક્ટરોને નિમણૂક આપવામાં આવી છે, જે પૈકી ૨૪ મહિલા કંડક્ટરોને વાહનવ્યવહાર પ્રધાન નીતિનભાઇ પટેલના હસ્તે નિમણૂકપત્ર અપાયા હતા. પ્રસંગે એસટી નિગમમાં મહિલા સશક્તીકરણ હેઠળ બનાવેલી દસ મિનિટની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરાયું હતું.કાર્યક્રમમાં  મહેસૂલ, શહેરી વિકાસપ્રધાન આનંદીબહેન પટેલવાહનવ્યવહારના રાજ્યકક્ષાના પ્રધાન પરબતભાઇ પટેલ, શિક્ષણ, મહિલા, બાળકલ્યાણ વિભાગનાં રાજ્યકક્ષાનાં પ્રધાન વસુબહેન ત્રિવેદી વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

  મહેસૂલપ્રધાન આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની દીકરી સુનીતા વિલિયમ્સ અવકાશક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરીને આવી છે. ગુજરાતની દીકરીઓ કોઇ પણ ક્ષેત્રમાં પાછી પડે તેમ નથી. તમામ ક્ષેત્રોમાં ગુજરાતની દીકરીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

  ગુજરાત એસટી નિગમના અધ્યક્ષ બાબુભાઈ ઘોડાસરાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે. તેની સાથેસાથે એસ.ટી. નિગમ પણ વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે.

   'સમભાવ મીડિયા લિમિટેડ'ના સીએમડી કિરણભાઈ વડોદરિયાએ નીતિનભાઈ પટેલનું સમારંભની યાદગીરી સ્વરૃપે મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. 'સમભાવ મીડિયા'ના ગ્રૂપ એડિટર પદ્મકાંત ત્રિવેદીએ આનંદીબહેન પટેલને મોમેન્ટો એનાયત કરીને સ્વાગત કર્યું હતું. જ્યારે 'સમભાવ મીડિયા'ના ડાયરેક્ટર અમિત રેએ પરબતભાઈ પટેલનું, વાઈસ ટીવીના ઓપરેશન હેડ ભરતભાઈ દવેએ વસુબહેન ત્રિવેદીનું, વાઈસ ટીવીના જય મોરેએ એસટી નિગમના અધ્યક્ષ બાબુભાઈ ઘોડાસરાનું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. એસટી નિગમ દ્વારા કિરણભાઈ વડોદરિયાનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું. સમારંભની આભારવિધિ એસટી નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક મૂકેશ પુરીએ કરી હતી. ગાંધીનગરના એસટી સ્ટેશન ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં ૨૪ મહિલા કંડક્ટરને નિમણૂકપત્ર અપાયા.

  તસ્વીરો  * હરીશ પારકર, સમભાવ મીડિયા લિ.

   

 • -----------------------------------------------------------------------

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License