22-04-2013

--------------------------------------
 

 •  કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાત મોડલની બોલબાલા

  નવી દિલ્હી, સોમવાર - કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનમાં ગુજરાતનું વિકાસ મોડેલ કેન્દ્રસ્થાને હતું. આમ કર્ણાટકની ચૂંટમીમાં ગુજરાત મોડલની બોલબાલા રહી છે. ચાલુ મહિનાના આરંભિક ભાગમાં કર્ણાટક ભાજપના પ્રચાર અભિયાનમાં ભાજપનો કોઈ મોટા નેતા જોવા મળ્યા નહોતા, પરંતુ તાજેતરની ભાજપની ચૂંટણી સભાઓમાં ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાપાર્ટીના પીઢ નેતા લાલકૃષ્ણ આડવાણી, પક્ષના પ્રમુખ રાજનાથસિંહ, લોકસભાના વિપક્ષના નેતા સુષમા સ્વરાજ, ભાજપના વરિષ્ઠ નેતા વેંકૈયા નાયડુ અને કર્ણાટકની ભાજપ સરકારના વર્તમાન મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટારે સમગ્ર રાજ્યમાં વિવિધ રેલીઓ સંબોધિત કરી હતી અને રીતે કર્ણાટકમાં ભાજપનો ચૂંટણી પ્રચાર આક્રમક બન્યો હતો. બેંગલુરુથી આશરે ૩૧૦ કિ.મી. છેટે આવેલા હવેરી જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધતાં આડવાણીએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં જો ફરીથી ભાજપ સરકાર આવશે તો ભાજપ કર્ણાટકમાં પણ ગુજરાતના વિકાસ મોડેલનો અમલ કરશે." કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પા તરફ આડકતરો ઈશારો કરતાં, આડવાણીએ જણાવ્યું હતું કે "ભાજપ ભ્રષ્ટાચારને કોઈ સંજોગોમાં સાંખી લેશે નહીં અને પક્ષની સ્વચ્છ છબિને યથાવત્ રાખવા માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર છે."

  -----------------------------------------------------------------------

   રાહુલ અને મોદી સીઆઈઆઈ-ફિક્કીના નોમિની છેઃ અખિલેશ

  લખનૌ, સોમવાર - ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની ભારત વ્યાપી અપીલ સામે સવાલ કર્યો છે અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર રમૂજ કરી છે. પાછલા વર્ષે યોજાયેલી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં રાહુલ અને અખિલેશ એકબીજાના કટ્ટર હરીફ હતા. ભારતના સૌથી વિશાળ રાજ્ય ઉત્તર પ્રદેશના સૌથી યુવાન મુખ્યપ્રધાન એવા અખિલેશે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારની બિનસાંપ્રદાયિક છબી સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન સર્જ્યું છે. નીતીશકુમાર છેલ્લા ઘણા લાંબા સમયથી ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના સદસ્ય હોવાનું કારણ આગળ ધરીને અખિલેશે નીતીશ પર પ્રહાર કર્યા હતા.

  તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અખિલેશ યાદવે મોદી અને ગાંધી, બંને ઔદ્યોગિક સંગઠન સીઆઇઆઇ અને ફિક્કીના નોમિની હોવાનું જણાવ્યું હતું. મોદી અને ગાંધીને પોતપોતાના પક્ષના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જોવામાં આવે છે. તાજેતરના ભૂતકાળમાં બંને નેતાઓએ સીઆઇઆઇ અને ફિક્કી દ્વારા આયોજિત ઔદ્યોગિક સમારોહમાં ભાગ લીધો હતોઅખિલેશે જણાવ્યા મુજબ "મોદીનો જે જુવાળ સર્જાયો છે તે મીડિયાએ સર્જ્યો છે અને ગુજરાતના મુખ્યપ્રધાનની અપીલ તેમના હોમ સ્ટેટ ગુજરાત પૂરતી સીમિત છે. ૨૦૧૨માં પણ ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે મોદી આવ્યા હતા, અહીં તેઓ કોઈ કમાલ કરી શક્યા નહોતા." રાહુલ ગાંધી પર રમૂજ કરતાં અખિલેશે ટીખળભરી ભાષામાં જણાવ્યું હતું કે, "રાહુલ તો ભવિષ્યના નેતા છે. બધા કહે છે, અમે પણ કહીએ છીએ કે રાહુલ ભવિષ્યના નેતા છે પણ ખબર નથી કે ભવિષ્ય ક્યારે આવશે?"

  -----------------------------------------------------------------------

   વિપક્ષની ધમાલ બાદ લોકસભા સ્થગિત કરાઈ

  નવી દિલ્હી, સોમવાર - સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૃ થયો છે. અપેક્ષા અનુસાર વિપક્ષે સરકાર પર હલ્લા બોલ કર્યો છે. વિપક્ષની ધમાલ બાદ લોકસભાની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ છે. બપોરે બે વાગ્યે મહિલા સુરક્ષા વિશે ચર્ચા કરાશે. દિલ્હીમાં પાંચ વર્ષની બાળકી ઉપર થયેલા જઘન્ય બળાત્કારના પડઘા સંસદમાં પડ્યા હતા. વિપક્ષની ધમાલને લીધે રાજ્યસભાને ૧૫ મિનિટ માટે સ્થગિત કરવી પડી હતીસંસદના બજેટ સત્રના બીજા તબક્કાની શરૃઆત પૂર્વે વડા પ્રધાને સંસદ ચાલવા દેવાની વિપક્ષને વિનંતી કરી હતી. વડા પ્રધાને જણાવ્યા મુજબ કેટલાય મહત્ત્વના બિલ અટકેલા પડ્યા છે, જેને સંસદના વર્તમાન સત્રમાં પસાર કરવા જરૃરી છે. વડા પ્રધાને વિપક્ષને બિલ પસાર કરાવવામાં સહયોગ આપવા વિનંતી કરી હતીથોડા દિવસ પહેલા દિલ્હીમાં મમતા બેનરજી અને અમિત મિત્રા સાથે થયેલા ગેરવર્તાવનો મુદ્દો આજે લોકસભામાં તૃણમૂલના સાંસદોએ ઊઠાવ્યો હતો.

  -----------------------------------------------------------------------

    આસારામનો ફરી બફાટઃ 'હું ખોટું બોલું તો તમે બધાં મરો'

  રતલામ, સોમવાર - વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં રહેનાર સંત આસારામે ફરી એક વખત બફાટ કર્યો છે. તેમણે પ્રવચન દરમિયાન પાણીની સમસ્યા હલ કરવા માટે એક મંત્ર આપ્યો અને કહ્યું કે 'જો તેઓ ખોટું બોલી રહ્યા હોય તો, તે સાંભળનાર તમામનાં મોત થાય.'  આસારામે અહીં પાણીની સમસ્યા હલ કરવા માટે જાટ સમુદાયની પહેલનું ઉદાહરણ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે ' સમુદાયે રતલામ પાસે બોરવેલ ખોદ્યો જેથી ઘરે ઘરે પાણી પહોંચી ગયંુ. એવું તમામ જગ્યાએ કરી શકાય છે. 'જો હું ખોટંુ બોલંુ તો તમે બધા મરો.'

  *

  સંન્યાસ લેવો છે, ઉત્તરાધિકારી શોધું છું

  આસારામ હવે સંન્યાસ લેવા ઈચ્છે છે. તેઓ ઉત્તરાધિકારી શોધી રહ્યાં છે. ઈચ્છા તેમણે રતલામમાં આયોજિત પ્રવચન દરમિયાન વ્યક્ત કરી. તેમણે કહ્યું ૪૦૦ આશ્રમને સંભાળનાર કોઈ આવે તો હું બધંુ છોડવા તૈયાર છું. મારી પર આરોપ લાગે છે કે મેં જેવીએલની ૭૦૦ કરોડની જમીન હડપ કરી લીધી છે. જેને મેં સાત રૃપિયાની જમીન પર લીધી નથી. બધી મને બદનામ કરવાની કોશિશ છેઆસારામે કહ્યું વિદેશી શક્તિઓ હિંદુ સંસ્કૃતિને નષ્ટ કરવાના પ્રયાસમાં છે.

  -----------------------------------------------------------------------

  દિલ્હી રેપઃ બીજા આરોપી પ્રદીપની બિહારથી ધરપકડ

  દિલ્હીના પોલીસ કમિશનરની ખુરશી જશે?

  શરમજનક ઘટનામાં પોલીસની બેદરકારીની વાત સામે આવ્યા બાદ વખતે ગૃહમંત્રાલય કોઈ પણ છૂટછાટ આપવાના મૂડમાં નથી. કેન્દ્ર સરકારના મુખ્ય નેતૃત્ત્વ પાસેથી એવા સંકેત મળ્યા છે કે દિલ્હી પોલીસમાં મોટા પાયે ફેરબદલીના તૈયારીઓ ચાલી રહી છે. તેમાં દિલ્હી પોલીસ કમિશનર પર કાર્યવાહી થાય તેવી શક્યતા છે. મનોજને ફાંસી થઈ શકે છે ગાંધીનગર રેપ કેસમાં પોલીસે અપહરણ હત્યાની કોશિશ સાથે રેપ એટલે કે ૩૭૬ની કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. એન્ટી રેપ લો બન્યા બાદ દિલ્હીમાં રેપની પહેલી ઘટના સામે આવી છેજેમાં ફાંસીની સજાની જોગવાઈ છે. પોલીસે જે કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે, તેમાં આરોપીએને ઓછામાં ઓછા ૨૦ વર્ષની સજા અને વધુમાં વધુમાં ફાંસીની સજા થઈ શકે છે.

  -----------------------------------------------------------------------

  તત્કાલ ટિકિટ લેનારાઓ માટે  હવે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

  મુંબઇ, સોમવાર - ઉનાળુ વેકેશન દરમિયાન પોતાના વતન કે ફરવા જનારા લોકોને રાહત આપવા માટે સમજીને ભારતીય રેલવેએ લાંબા અંતરની વધુ ટ્રેન દોડાવવાનો નવો પ્રસ્તાવ મોકલ્યો છે, જેનાથી મહિનાઓથી વેઇટિંગ નંબર્સ સાથેની તે તત્કાલ ટિકિટ કઢાવનારાઓની હજારો ટિકિટો કન્ફર્મ થવાની આશા છે.

  વેકેશનમાં બહારગામ જવાનું વિચારતા હો અને રેલવેની ટિકિટના બુકિંગમાં મોડું થશે તેવું લાગતું હોય તો પણ ટિકિટ કન્ફર્મ થઇ જશે, કેમ કે જે લોકોએ વેઇટિંગમાં ટિકિટો મેળવી છે અથવા તત્કાલમાં વેઇટિંગ ટિકિટ મેળવવાની આશા રાખે છે તેમની ટિકિટો કન્ફર્મ થઇ શકે રીતે લાંબા અંતરની ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ રેલવેને મોકલવામાં આવ્યો છે. રેલવે બોર્ડ (એન્જિનિયરિંગ)ના સભ્ય અને સેન્ટ્રલ રેલવેમાં જનરલ મેનેજરનો એડિશનલ ચાર્જ સંભાળતા સુબોધ જૈને જણાવ્યું કે અમે તત્કાલના પેસેન્જરો માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ રેલવેપ્રધાનને આપવાના છે. તત્કાલની ટિકિટો માટે વહેલી સવારે આઠ વાગ્યામાં લાઇનમાં ઊભા રહેવા છતાં ક્યારેક કન્ફર્મ ટિકિટ મળે છે. વેકેશનમાં તો લોકોની હાલત કફોડી બની જાય છે. અગાઉ ટિકિટ મેળવી લેનારાઓ પણ વેઇટિંગ લિસ્ટમાં ૨૦૦-૩૦૦ નંબરે હોય છે. બધી ટિકિટો કન્ફર્મ થઇ જાય માટે રેલવેના અધિકારીઓએ કેટલીક નિયમિત ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ જોડવા ઉપરાંત એની પાછળ રૃટ પર બીજી ટ્રેન દોડાવવાની યોજના વિચારી છે, જેથી અગાઉની અને તત્કાલની બધી વેઇટિંગ નંબરની ટિકિટો કન્ફર્મ થઇ જાય અને લોકો આરામથી પ્રવાસ કરી શકે. રેગ્યુલર ટ્રેનો ૨૦ ડબાની હોય છે એને બદલે ટ્રેન ૧૫-૧૮ ડબાની હશે.

  -----------------------------------------------------------------------

  પ્રદીપને આજે દિલ્હી લવાશેઃ પ્રથમ આરોપી મનોજ  ચોથી મે સુધી જેલમાં

  નવી દિલ્હી, સોમવાર - દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે રેપ કરનાર બીજા આરોપી પ્રદીપની રવિવારે મોડી રાત્રે બિહારથી ધરપકડ કરાઈ છે. પહેલાં શનિવારે એક આરોપી મનોજની પણ પોલીસે બિહારથી ધરપકડ કરી હતી. પ્રદીપને આજે દિલ્હી લવાશે. પ્રદીપને બિહાર એસટીએફ અને દિલ્હી પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં પકડવામાં આવ્યોમનોજકુમારને રવિવારે કોર્ટે ચાર મે સુધી જેલમાં મોકલ્યો છે. પહેલાં પ્રદીપની શોધ માટે પોલીસે સઘન તલાશી અભિયાન ચલાવ્યું હતું અને બિહારમાં દરભંગા તેમજ તેના સંબંધીઓના ઘરે રેડ પાડી હતી. આખરે પોલીસની કોશિશ રંગ લાવી અને રવિવારે મોડી રાત્રે તેની ધરપકડ કરી. પ્રદીપ પર આક્ષેપ છે કે તેણે મનોજની સાથે મળીને પાંચ વર્ષની માસૂમ બાળકી પર રેપ કર્યો.

  પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મનોજ અને તેનો મિત્ર ૧૫ એપ્રિલની સાંજે બાળકીનું અપહરણ કરીને લઈ ગયા હતા. આ બંનેએ તેને મનોજના રૃમમાં ખાટલા સાથે દોરડાથી બાંધી દીધી હતી. મનોજના મોબાઈલમાં એક ડઝન અશ્લીલ વીડિયો ક્લિપિંગ્સ મળી છે. બંને દારૃના નશામાં આ જ વીડિયો જોઈને બાળકી પર અત્યાચાર કરતા રહ્યા

   

   

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License