• 26-06-2013

--------------------------------------
 

 • ૪૦૦ વર્ષ સુધી બરફની નીચે દટાયું હતું કેદારનાથ મંદિર

  જિયોલોજિસ્ટ અને વિજ્ઞાનીઓ વાતથી હેરાન નથી કે તાજેતરમાં આવેલા જળપ્રલયમાં કેદારનાથ મંદિર બચી ગયંુ

  નવી દિલ્હી, કેદારનાથ મંદિરની એક હકીકતથી બહુ ઓછા લોકો વાકેફ હશે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ કેદારનાથ મંદિર ૪૦૦ વર્ષ સુધી બરફની નીચે દબાયેલંુ હતંુ છતાં પણ તેને કંઈ થયું. જિયોલોજિસ્ટ અને વિજ્ઞાનીઓ વાતથી હેરાન નથી કે તાજેતરમાં આવેલા જળપ્રલયમાં કેદારનાથ મંદિર બચી ગયું, કેમ કે અગાઉ પણ ૪૦૦ વર્ષ સુધી મંદિર બરફ નીચે દબાયંુ હતું. ૪૦૦ વર્ષ સુધી તે ગ્લેશિયરથી ઢંકાયેલું હતું. ૪૦૦ વર્ષ સુધી તેણે ગ્લેશિયરના ભયાનક બોજને પણ સહન 

  કર્યો. કહેવું છે દહેરાદૂનની વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજીના વિજ્ઞાનીઓનું. કદાચ કારણ છે કે કેદારનાથ મંદિરને જળપ્રલયથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું.

  કેદારનાથ મંદિરના પથ્થર પર પીળી રેખાઓ છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ નિશાન ખરેખર તો ગ્લેશિયરના રગડાવવાથી બન્યા છે. ગ્લેશિયલ થોડા થોડા સમયે ખસતા રહે છે અને જ્યારે તે ખસે છે ત્યારે તેની સાથે માત્ર બરફ નહીં, પરંતુ જેટલી વસ્તુઓ તે પોતાની સાથે ખેંચે છે તે પણ ઘસડાતી ચાલે છે. હવે વિચારો ૪૦૦ વર્ષ સુધી મંદિર ગ્લેશિયર હેઠળ દબાયેલું હશે તો ગ્લેશિયરે પથ્થરનો કેટલો ઘસારો સહન કર્યો હશે?

  વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર મંદિરની અંદરની દીવાલો પર પણ તેના સ્પષ્ટ નિશાન છે. બહારની તરફ પણ પથ્થર ઘસડાયાના નિશાન દેખાય છે અને અંદરની તરફના પથ્થર વધુ સમતલ છે, જાણે કે તેને પોલિશ કરાઈ હોય.

  .. ૧૩૦૦થી લઈને ૧૯૦૦ના સમયને લિટલ આઈસ એજ એટલે કે નાનો હિમયોગ કહેવાતો હતો. કારણે તે દરમિયાન ધરતીનો એક મોટા ભાગ બરફથી ઢંકાઈ ગયો હતો. એવું માનવામાં આવે છે કે તે દરમિયાન કેદારનાથ મંદિર અને સમગ્ર વિસ્તાર પણ બરફથી દબાઈ ગયો હતો અને કેદારનાથધામનો વિસ્તાર ગ્લેશિયર બની ગયો હતો. કેદારનાથ મંદિરની ઉંમરને લઈને કોઈ દસ્તાવેજી પુરાવા નથી.

  અત્યંત મજબૂત મંદિરને કોણે બનાવ્યું તેને લઈને અનેક વાર્તાઓ પ્રચલિત છેકેટલાક લોકો કહે છે કે ૧૦૭૬થી લઈને ૧૦૯૯ વિક્રમ સંવત સુધી રાજકરના મલવાના રાજા ભોજે મંદિર બનાવ્યું હતું, તો કેટલાક લોકો કહે છે કે આઠમી શતાબ્દીમાં મંદિર આદિશંકરાચાર્યએ બનાવ્યું હતું. એવું કહેવાય છે કે દ્વાપર યુગમાં પાંડવોએ હાલના કેદારનાથ મંદિરની બરાબર પાછળ એક મંદિર બનાવ્યું હતું, પરંતુ તે સમયની થપાટો સહન કરી શક્યું.

  વાડિયા ઈન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓએ કેદારનાથ વિસ્તારની લાઈકોનોમેટ્રિક ડેટિંગ પણ કરી. એક એવી ટેકનિક છે, જેના દ્વારા પથ્થર અને ગ્લેશિયરોથી તે જગ્યાની ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. લાઈકોનોમેટ્રિક ડેટિંગ મુજબ નાના હિમયુગ દરમિયાન કેદારનાથ નામ વિસ્તારમાં ગ્લેશિયરનું નિર્માણ ૧૪મી સદીના મધ્યમાં થયું હતું અને ઘાટીમાં ગ્લેશિયરનું બનવું ..૧૭૪૮ સુધી ચાલું રહ્યું.

  -----------------------------------------------------------------------

  મહાહોનારત વેળા લાખો રૃપિયાની બરબાદી

  ખોટી એડ્ છપાવીને ઉત્તરાખંડ સરકારે પ્રજાના લાખો રૃપિયા બરબાદ કર્યા

  દેશનાં તમામ અગ્રણી અખબારોમાં ઉત્તરાખંડ સરકારનાં ગુણગાન ગાતી જાહેરખબરો પ્રસિદ્ધ કરાઈ

  સોનિયા-મનમોહનની ધ્યાનાકર્ષક તસવીરો છાપી

  નવી દિલ્હી ઉત્તરાખંડમાં જ્યારે હજુ પણ કુદરતનો કાળો કેર જારી છે અને હજુ હજારો લોકો ફસાયેલા છે ત્યારે ઉત્તરાખંડ સરકારે પોતે કેવા રાહતકાર્યો કર્યાં છે અને કેદારનાથ માટે હવે સરકારની આગળની યોજના શું છે તેની શેખી મારતી મોટી મોટી જાહેરખબરો ભારતના તમામ અગ્રણી અખબારોમાં છપાવીને પ્રજાના લાખો રૃપિયા બદબાદ કરી રહી છે.

  ઉત્તરાખંડમાં હજુ ગમે ત્યારે વરસાદ ત્રાટકે છે દેવપ્રયાગના ભોટમરોડમાં ફરી વાદળ ફાટતાં ત્રાણ લોકો તણાઈ ગયા છે અને કેટલાંક ઘરો ધરાશયી થઈ ગયાં છે. આભ ફાટવાથી ટિહરી-ગંગોત્રી હાઈ વે બંધ થઈ ગયા છે. તેના કારણે અનેક યાત્રીઓ ફસાયેલા છે. વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરી ખોરંભે પડી છે. હવાઈ માર્ગથી રેસ્કયુ ઓપરેશન જારી છે. જ્યાં હેલિકોપ્ટર દ્વારા પહોંચવું મુશ્કેલ છે. ત્યાં ડ્રોન વિમાન મોકલવામાં આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે પણ  રાહત ઓપરેશન ઝડપી બનાવવા ફરમાન કર્યું છેઉત્તરાખંડમાં આપત્તિ માટે બધા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. એટલે સુધી કે કચરો વીણતાં બાળકો પણ ૨૦ હજાર રૃપિયાની મદદ કરી રહ્યા છે. આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં ઉત્તરાખંડ સરકાર આત્મ પ્રથસ્તિ કરતી જાહેરખબરો પાછળ લાખો રૃપિયાનું આંધણ કરી રહી છે. ઉત્તરાખંડ સરકાર સંકટની ઘડીમાં પ્રજા સાથે છે એવું બતાવવા માત્ર ઉત્તરાખંડના અખબારોમાં નહીં, બલકે દેશના અગ્રણી અખબારોમાં લાખો રૃપિયાના ખર્ચે જાહેરાતો પ્રસિદ્ધ કરાવી રહી છે. જાહેરખબરો રાજ્યના મુખ્યપ્રધાન વિજય બહુગુણા તરફથી રિલીઝ કરવામાં આવી છે, પરંતુ તેમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધ અને વડાપ્રધાન મનમોહનસિંહની તસવીરો ધ્યાનાકર્ષક રીતે છપાવવામાં આવી છે.પરંતુ ઘણા લોકોનું માનવું છે કે આવા ભીષણ સંકટ સમયે પ્રકારની રાજ્ય સરકારના ગુણગાન ગાતી જાહેરખબરો છપાવવી પૈસાની બરબાદી છે. પૈસાની બરબાદી ઉપરાંત જાહેરખબરોમાં બે ભૂલો પણ છપાઈ છે. જેમાં ઉત્તરાખંડ અને મેઝર્સના સ્પેલિંગ્સ ખોટા છાપવામાં આવ્યા છે. ભૂલ ધ્યાન પર આવતાં અને સરકારની છબી બગાડવાના ડરથી મંગળવારે ભૂલ સુધારીને ફરીથી જાહેરખબરો છાપવામાં આવી હતી.

  -----------------------------------------------------------------------

  કેદારનાથના 'અનાથ'

  લોકોમાં તાવ-ઝાડાની ફરિયાદ વધી, મહામારી ફેલાવાનું જોખમ

  ખીણમાં ઠેકઠેકાણે પડેલા સેંકડો મૃતદેહ સડી રહ્યા છે, જેના લીધે વિસ્તારના પાણીના સ્રોત દૂષિત થયા હોવાની સત્તાવાળાઓને બીક

  નવી દિલ્હીઃ ઉત્તરાખંડના જે વિસ્તારોમાં પૂરે વિનાશ વેર્યો છે ત્યાંનાં સ્થાનિક ગામોના સેંકડો લોકો સશસ્ત્ર દળ દ્વારા ઊભા કરાયેલા તબીબી કેમ્પોમાં તાવ, ઝાડા અને ઊલટીની ફરિયાદ કરી રહ્યા છે, જેના લીધે વિસ્તારમાં મહામારી ફેલાવાની દહેશત સર્જાઈ છે.

  કેદારનાથ ખીણમાં ગુપ્તકાશી નજીક આવેલા એક નાનકડા ગામ રામનગરમાં સોમવાર અને મંગળવાર દરમિયાન આશરે ૧૨૮ લોકોએ હાઈ ટેમ્પ્રેચર અને ગેસ્ટ્રો-ઈન્સ્ટેસ્ટિનલ ચેપની ફરિયાદ કરી હતી. કેદારનાથમાં બચાવકાર્યમાં જોડાયેલા આઇટીબીપીના ત્રણ જવાન પણ માંદા પડી ગયા હોવાના અહેવાલ છે.

  ખીણમાં ઠેકઠેકાણે પડેલા સેંકડો મૃતદેહ સડી રહ્યા છે, જેના લીધે વિસ્તારના પાણીના સ્રોત દૂષિત થયા હોવાની સત્તાવાળાઓને બીક છે. આઈટીબીપી, સશસ્ત્ર દળ અને એનડીઆરએફ દ્વારા સારવાર માટેના શિબિર સ્થાપવામાં આવ્યા છે, જે પીડિતોને દવાઓ આપી રહ્યા છે તેમ છતાં કેન્દ્ર ડોક્ટરો અને વિશેષજ્ઞો વડે બનેલી એક ઉચ્ચ સ્તરીય ટીમ ઉત્તરાખંડ મોકલી રહ્યું છે, જે જાહેર આરોગ્ય માટે લેવાયેલા પગલાઓની સમીક્ષા કરશે.

  હજુ સુધી પાણી/હવાને લીધે અથવા તેમના સીધા સંપર્કને લીધે થતા રોગ પૈકીનો એક પણ કેસ નોંધાયો નથી. તેથી સરકારને પરિસ્થિતિ ભયજનક જણાતી નથી, તેમ છતાં અલ્વલપુર (હરિદ્વાર), ઉડવી (ઉત્તર કાશી) અને ચંદ્રપુરી (રુદ્રપ્રયાગ) જેવા વિસ્તારોમાં ઝાડાના કેસ સ્થાનિક તબીબી સહાય ટુકડીઓના ધ્યાન પર આવ્યા છે.

  કેદારનાથમાં પરિસ્થિતિ ઘણી ભયાનક છે. "પાછલા બે દિવસમાં ગુપ્તકાશીના એક ગામના ૧૨૮ લોકોએ પાણીના ચેપને લીધે થતા રોગની ફરિયાદ કરી છે. વિસ્તારનું પાણી દૂષિત થયું હોય એવું લાગે છે" એવું એનડીઆરએફના એક અધિકારીએ જણાવ્યું હતું.

  -----------------------------------------------------------------------

  હેલિકોપ્ટર દુર્ઘટનાના મૃત જવાનોને મોદીએ પાંચ લાખની સહાય જાહેર કરી

  નવી દિલ્હી-દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં પૂરગ્રસ્તોની મદદે ગયેલુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં પાંચ ક્રૂ મેમ્બર સહિત ૨૦ના મોત નિપજ્યાં છે. કેદારનાથથી પરત ફરી રહેલુ હેલિકોપ્ટર ગૌરીકુંડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. અકસ્માતમાં મૃત્યુ પામનારાઓ માટે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રૃ.પાંચ લાખની સહાય જાહેર કરી છે.

  કેદારનાથમાં પૂરમાં મૃત્યુ પામનારાઓની અંતિમક્રિયા માટે જરૃરી સામાન લઈને એરફોર્સનુ એમઆઈ-૧૭ હેલિકોપ્ટર આવી રહ્યુ હતુ જે ગૌરીકુંડ નજીક કોઈ કારણસર ક્રેશ થયુ હતુ. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયાનુ અનુમાન છે. જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયુ ત્યારે તેમાં નવ એનડીઆરએફ અને આઈટીબીપી જવાન સહિત ૨૦ લોકો હતા. જાણકારોના મતે હેલિકોપ્ટર અત્યંત મજબૂત ગણાય છે, પરંતુ ઉત્તરાખંડની વર્તમાન પરિસ્થિતિ જોતા દુર્ઘટના આશ્ચર્યજનક કહી શકાય. ચોપર બ્લેડ વરસાદના મુદ્દે ભારે સંવેદનશીલ હોય છે. આવા વરસાદી માહોલમાં હેલિકોપ્ટર ઉડાડવુ ભારે જોખમરૃપ કામગીરી હતી, પરંતુ પરિસ્થિતિ જોતા જોખમ છતાં તે નિર્ણય કરવો પડ્યો હતો અને સેના હજુ પણ આવા જોખમો લેતી રહેશે.

  એર ચીફ માર્ર્શલ એન. . કે. બ્રાઉને જણાવ્યુ કે અકસ્માત છતાં એરફોર્સ તેનુ કામ ચાલુ રાખશે. સેનાના હેલિકોપ્ટરો બચાવ કાર્ય સતત ચાલુ રાખશે. તેમણે ખાતરીપૂર્વક જણાવ્યુ કે, જ્યાં સુધી ફસાયેલી એક-એક વ્યક્તિને બચાવી લેવાય ત્યાં સુધી હેલિકોપ્ટરો ઉડાવવાનુ ચાલુ રાખશે. માટે એરફોર્સ રાત-દિવસ બચાવ કાર્ય કરશે.

  ઉત્તરાખંડના મુખ્યપ્રધાન વિજય બહુગુણાએ હેલિકોપ્ટર અકસ્માતમાં મોતને ભેટનારા સુરક્ષા જવાનોના પરિવાર માટે રૃ.૧૦-૧૦ લાખની સહાય જાહેર કરી છે. ઉપરાંત મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અકસ્માતના મૃતકો માટે રૃ.પાંચ લાખની સહાય જાહેર કરી છે. એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યુ કે અકસ્માત અંગે તપાસ કરવા કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ કરી દેવાયો છે.

  -----------------------------------------------------------------------

  મૃતકોને નથી નસીબ અગ્નિદાહઃ બચેલાંની ચામડી ફાટવા લાગી

  દહેરાદૂનઃ કુદરતના કહેરને કારણે છેલ્લા આઠ દિવસથી ઉત્તરાખંડના પર્વતાળ વિસ્તારોમાં ફસાયેલા લોકોની મુશ્કેલીઓ અને હાડમારી વધી રહી છે. કાતિલ ઠંડીને કારણે યાત્રીઓની ચામડી ફાટવા લાગી છે. કેટલાય યાત્રીઓના હાથ-પગની ચામડી ફાટવાથી જખમો પડી ગયા છે અને તેનો ચેપ પ્રસરી રહ્યો છે. ઉપરાંત મોટા ભાગા યાત્રીઓની ચામડી કાળી પડતી જાય છે. જેમનાં મૃત્યુ થયાં છે તેમના અંતિમ સંસ્કારમાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. મૃતકોને અગ્નિદાહ આપવા પર્યાપ્ત લાકડાં પણ ઉપલબ્ધ નથી.

  કેદારનાથ બદરીનાથ ગયેલા ડોક્ટરોની ટીમનું કહેવું છે કે લોકોના હાથ-પગ અને ચહેરાનો વાન બદલાઇને કાળો પડવા લાગ્યો છે. સ્કિન સ્પેશિયાલિસ્ટના જણાવ્યા પ્રમાણે ઠંડીને કારણે માંશપેશીઓ સંકોચાઇ જાય છે અને તેમની નસોમાં લોહીનું દબાણ ઓછું થઇ જાય છે. તેના કારણે બ્લોકેજ થવા લાગે છે. સ્કિન પહેલાં ગુલાબી અને પછી બ્લેક થઇ જાય છે અને પછી છાલા પડવા લાગે છે.

  હવામાનમાં થતા ફેરફારની અસર પણ બદરીનાથમાં ફસાયેલા હજારો યાત્રિકો પર થઇ છે. હિમાળા પવનોને કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાત્રો થીજાવતી ઠંડીના કારણે યાત્રીઓ વાઇરલની પકડમાં આવી ગયા છે. યાત્રીઓ રાત્રે એક વાગ્યાથી હેલિપેડ પર એકત્ર થવા લાગે છે અને રાહ જોતાં જોતાં ત્યાં સૂઇ જાય છે.

  -----------------------------------------------------------------------

 

 

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License