23-04-2013

------------------

------------------

 
 
 •  શહેર પાણીજન્ય રોગચાળાના ભરડામાં

  અમદાવાદ, મંગળવાર - મેગાસિટી અમદાવાદના નાગરિકોને બે કલાક પીવાનું પાણી શુદ્ધ પૂરું પાડી શકતા નથી. શહેરમાં દૂષિત પાણીને લઈને પાણીજન્ય રોગચાળાના ભરડામાં છે. મ્યુનિ. આરોગ્ય વિભાગના હેલ્થ બુલેટિનમાં દર્શાવાયેલા કેસની વિગતને તપાસતા કડવું સત્ય ઉજાગર થઈ જાય છે. એક તરફ મ્યુનિ. શાસકોને ચોવીસ કલાક પાણીના પુરવઠાનો સિસ્ટમનો અભ્યાસ કરવાના બહાને પ્રજાના પૈસાનો ધુમાડો કરવા લીધો છે. આખી સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ. ભાજપના નેતા સહિતના સર્વે મહાનુભાવો બાય પ્લેન પુણેના પ્રવાસે ઉપડી જવાથી સમગ્ર બાબત ભારે ટીકાસ્પદ બની છે. કેમ કે હવે માંડ દશેક દિવસમાં તો નવી ટીમ-નવા પદાધિકારીઓ ચૂંટણીને આવવાના હોઈ લોકોની સ્ટડી ટૂર મોજમજા જલસા પૂરતી રહેવાની છે. આમ પણ વર્તમાન શાસકોને નાગરિકોને અપાતા ગંદાં, ડહોળાં અને વાસ મારતાં દૂષિત પાણીનો અભ્યાસ કરી લોકોને બે કલાક માટે પણ ચોખ્ખુ પાણી પૂરું પાડવામાં મુદ્દે રસ  હોઈ નાગરિકોનો પરસેવાની કમાણી વેડફવા પુણેના પ્રવાસે ગયેલા શાસકો ગોવા પણ જવાના છે!

  બીજી તરફ મ્યુનિ. આરોગ્ય વિભાગના ગત તા. ૧૮ એપ્રિલ, ૨૦૧૩ના રોજ બહાર પડાયેલા હેલ્થ બુલેટિનમાં એપ્રિલના ૧૭ દિવસમાં દૂષિત પાણી પીવાથી ઝાડા-ઊલટી, કમળો, કોલેરાના મ્યુનિ. હોસ્પિટલોમાં સત્તાવાર રીતે ૬૦૦થી વધુ ઈન્ડોર દર્દીઓ નોંધાયા હોવાનો રિપોર્ટ છે. શહેરની બાપુનગર જનરલ હોસ્પિટલ, ચેપીરોગ હોસ્પિટલ, વી.એસ., શારદાબહેન અને એલજી હોસ્પિટલ ઉપરાંત સિવિલમાં ઝાડા-ઊલટીના સત્તાવાર ૪૪૩ કેસ, કમળાના ૧૧૫ કેસ અને કોલેરાના ૪૯ કેસ નોંધાયા હોવાનું પણ ખુદ તંત્રના હેલ્થ બુલેટિનમાં જણાવાયું છે.

  અમદાવાદના અસારવા, ગિરિધરનગર, ચમનપુરા, ગોમતીપુર, વટવા, ગોતા વગેરે ઠેરઠેર વિસ્તારોના લોકોને વિવશ થઈને દૂષિત પાણી પીવું પડે છે. ઉત્તર ઝોનમાં, પૂર્વ ઝોનમાં ગંદાં પાણીની સમસ્યા વધુ વિકટ બની છે. કોટ વિસ્તારમાં પણ ડહોળાયેલાં પાણીનો પ્રશ્ન છાશવારે ઉદ્ભવે છે. તેમ છતાં સત્તાવાળાઓનો જે તે વિસ્તારની સોસાયટી, પોળોની આંતરિક પાઈપલાઈનને માટે જવાબદાર ગણે છે!

  હેલ્થ બુલેટિનમાં એપ્રિલના પહેલા ૧૭ દિવસમાં ૪૭૯ સ્થળોએ દૂષિત પાણી મળ્યું હોવાની પણ કબૂલાત કરાઈ છે. પાણીમાં રહેલા ક્લોરિનની તપાસ હેતુના તા. ૧૭ એપ્રિલ સુધી કુલ ૨૭૫૭૭ ક્લોરિન ટેસ્ટ લેવાયા હતા. જે પૈકી ૪૭૯ ક્લોરિન ટેસ્ટ નિલ આવ્યાં હતાં. ૪૭૯ સ્થળો શહેરભર હોઈ સમગ્ર અમદાવાદમાં દૂષિત, ગંદા પાણી આવ્યા હતા. ૪૭૯ સ્થળો શહેરભરના હોઈ સમગ્ર અમદાવાદમાં દૂષિત, ગંદા પાણીથી લોકો પરેશાન છે. છતાં પણ શાસકોનાં પેટનું પાણી પણ હાલતું નથી તેમ પણ રોષભેર મ્યુનિ. વર્તુળો જણાવે છે.

  ---------------------------------------------------------------------

   કાંકરિયા મલ્ટિલેવલ ઓટોમેટિક કાર પાર્કિંગનું કામ હજુ અધૂરું

  અમદાવાદ, મંગળવાર - મ્યુનિ. કોર્પોરેશનના બહુચર્ચિત કાંકરિયા મલ્ટિલેવલ ઓટોમેટિક કાર પાર્કિંગના ઉદ્ઘાટનની શહેરીજનો ચાતકડોળે રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં સાત માળનું મલ્ટિલેવલ સ્ટોરીડ ઓટોમેટિક પાર્કિંગ સંકુલ સૌપ્રથમ વાર બનશે એટલે સ્વાભાવિકપણે પાર્કિંગ સંકુલ ચર્ચાસ્પદ પણ છે, જોકે મ્યુનિ. તંત્રનાં ટોચનાં વર્તુળો પાસેથી જાણવા મળેલી આધારભૂત માહિતી પ્રમાણે કાર પાર્કિંગનું અમુક કામ હજુ અધૂરું છે. કાંકરિયા વ્યાયામશાળા પાસે રૃ. ર૪ કરોડના ખર્ચે કોર્પોરેશન દ્વારા સાત માળની પાર્કિંગનું અત્યાધુનિક બિલ્ડિંગ તૈયાર કરાયું છે. આશરે ૬૬પ૦ ચો.મીટર વિસ્તારમાં ફેલાયેલા પાર્કિંગ સંકુલમાં કુલ રપ૦ કાર સાત માળ સુધી પાર્ક કરી શકાશે. પ્રત્યેક માળ પર સરેરાશ ૩૬ કાર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં રપ૦ ટુ વ્હીલર્સને પાર્ક કરી શકાશે.

  કાર પાર્કિંગ માટે કારચાલકને ઇલેક્ટ્રોનિક ચિપ ધરાવતું ટોકન અપાશે. ફક્ત ત્રણ મિનિટમાં કાર તેના ચાલકને પરત મળી શકશે. પાર્કિંગ સંકુલમાં ર૦ સીસીટીવી કેમેરા પણ ગોઠવાયા છે. જોકે દક્ષિણ ઝોનના એક ઉચ્ચ અધિકારીએ નામ છાપવાની શરતે જણાવ્યું છે કે આમ તો સંકુલનાં સિવિલ, ઇલેક્ટ્રિક્લ સહિતનાં લગભગ તમામ કામો આટોપાઇ ગયાં છે, પરંતુ એલાઇન્મેન્ટનું કામ હજુ બાકી છે. કાર પાર્કિંગનું એલાઇન્મેન્ટ થયું હોઈ તેનું ઉદ્ઘાટન કરવું કે કેમ તેનો નિર્ણય લઈ શકાતો નથી. એક તરફ તંત્ર કાર પાર્કિંગનું એલાઇન્મેન્ટ થયું હોઈ ઉદ્ઘાટનના મામલે મૂંઝવણ અનુભવે છે તો બીજી તરફ નિષ્ણાતોનું કહેવું એમ છે કે કોઈ પણ કાર પાર્કિંગનું એલાઇન્મેન્ટ કાં તો બે દિવસમાં થઈ શકે છે અથવા તો તેને બે મહિના પણ લાગી શકે છે! અલબત્ત, કાંકરિયાના મામલે કોન્ટ્રાક્ટર બહારનો હોઈ વિલંબ અપેક્ષિત છે.

  ----------------------------------------------------------------------

   ઓડિયો-વીડિયો અને જામરના  ઈન્સ્પેકશન માટે સેલ રચાશે

  અમદાવાદ, મંગળવાર - સાબરમતી મધ્યસ્થ જેલના સુરંગકાંડે સમગ્ર રાજ્યના પોલીસતંત્રને હચમચાવી દીધું . અને અનેક છીંડાંઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે જેલ સત્તાવાળાઓએ મોડે મોડે પણ જેલની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા તબક્કાવાર સુરક્ષાના પગલાં ભરવાનું શરૃ કર્યું છે. જેમાં ઓડિયો, વીડિયો અને જામરના ઈન્સ્પેકશન માટે એક ખાસ સેલ રચવાનું નક્કી કરવામાં આવ્યું છેપ્રાપ્ત માહિતી અનુસાર અંગેની વિગત એવી છે કે સાબરમતી જેલના સુરંગકાંડે રાજ્યની તો ઠીક, પરંંતુ સમગ્ર દેશની પોલીસને ચોંકાવી દીધી છે અને જેલની સુરક્ષામાં અનેક ખામીઓ બહાર આવી છે. ઉપરાંત જેલના કેદીઓ અને અધિકારીઓ વચ્ચેની સાઠગાંઠ પણ પ્રકાશમાં આવી છે ત્યારે જેલ સત્તાવાળાઓ દ્વારા હવે જેલની સુરક્ષા માટે તબક્કાવાર પગલાં ભરવાની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે અને રાજ્યની સમગ્ર જેલના મોટા ભાગના સ્ટાફની બદલી કરી દેવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.

  ઉપરાંત જયારે જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે ઓડિયો, વીડિયો, જામર અને સીસી ટીવી કેમેરામાં ખામી હોવાની છટકબારી જેલ સત્તાવાળાઓ દ્વારા  દર્શાવવામાં આવે છે. હવે પ્રકારનાં છીંડાં રહે તે માટે સીસી ટીવી કેમેરા, વીડિયો-ઓડિયો અને જામરના ઈન્સ્પેકશન માટે એક ખાસ સેલ ઊભું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સેલ તમામ પર સતત દેખરેખ રાખશે અને કોઈ ખામી હશે તો તેની મરામત કરાવશે. સુરંગકાંડની તપાસ બાદ કમિટીએ ગૃહ વિભાગ સમક્ષ રજૂ કરેલા અહેવાલમાં સાબરમતી જેલ સહિત રાજ્યભરની જેલમાં જે ખામીઓ છે તે અંગેની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે અને ખામીઓ દૂર કરવાની તાકીદ કરવામાં આવતાં જેલ સત્તાવાળાઓએ દિશામાં પગલાં ભરવાનું શરૃ કર્યું છે.

  ----------------------------------------------------------------------

   .જૂનાં મકાનોની ખરીદી-દસ્તાવેજ નોંધણીમાં ૩૦ ટકાનો ઘટાડો

  સોનલ અનડકટ *     અમદાવાદ, મંગળવાર - રિયલ એસ્ટેટ ક્ષેત્રે કેટલાક મહિનાઓથી મંદીનો માહોલ છવાયેલો છે ત્યારે નવા મકાનોની કિંમતોમાં થયેલા ભાવઘટાડાને પગલે હવે ખરીદનારાઓ જૂના મકાનોના બદલે નવા મકાનોની ખરીદી પર વધુ ભાર મૂકી રહ્યા છે. જેના પગલે જૂના મકાનોની ખરીદીમાં ૩૦ ટકા જેટલો ઘટાડો થતાં જૂના મકાનોના દસ્તાવેજોની નોંધણીમાં પણ ૩૦ ટકાનો ઘટાડો થયો છે.

  રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રવર્તી રહેલી મંદીના પગલે હવે રિયલ બાયર માર્કેટમાં ધીમે-ધીમે પગપેસારો કરી રહ્યા છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રના મતે હાલનુ બજાર રિયલ બાયર માટેનુ બજાર છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આમ પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદીનો માહોલ હતો, તેમાં વળી સરકારે એફોર્ડેબલ હાઉસીંગ બનાવવાની જાહેરાત કરતા રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વધુ ઘેરી બની છે. બિલ્ડરો હવે મકાનોની કિંમતોમાં મોટા પાયે ડિસ્કાઉન્ટ આપીને સોદા કરતા થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મંદીના પગલે બિલ્ડરો મકાનોની કિંમતમાં ૧૫ થી ૨૦ ટકા જેટલુ ડિસ્કાઉન્ટ કરી આપે છે. આવા સંજોગોમાં નવા મકાનોની કિંમતમાં ઘટાડાને પગલે હવે ગ્રાહકો જૂના મકાનો એટલે કે રિસેલમાં મકાન ખરીદવાને બદલે હવે નવા મકાનો ખરીદવા પર ભાર મૂકી રહ્યા છે. જેના પગલે જૂના મકાનોના વેચાણમાં ૩૦ ટકા જેટલા ઘટાડો થયો છે.

  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રૃરબન કમિટીના ચેરમેન વિજય શાહે જણાવ્યુ કે, અગાઉ નવા મકાનો કિંમત અત્યંત ઊંચી હોવાને કારણે લોકો રિસેલ મકાનોની ખરીદી તરફ વળ્યા હતા, પરંતુ હવે નવા મકાનોના ભાવમાં આવેલા ઘટાડાને પગલે ફરીથી નવા મકાનોની ખરીદી તરફનો ઝુકાવ વધ્યો છે, જેના પગલે જૂના મકાનોના વેચાણમાં ૩૦ ટકા જેટલો ઘટાડો આવતા તેના દસ્તાવેજોની નોંધણીમાં પણ ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે તેમ કહી શકાય.

  નવા અને જૂના મકાનો ખરીદવા માટે હાલ અમદાવાદના હોટ ફેવરીટ વિસ્તારોની વાત કરીએ તો પશ્ચિમ અમદાવાદમાં રિંગ રોડથી શરૃ કરીને એસ. જી. હાઈવે વચ્ચે આવેલા તમામ વિસ્તારોમાં મકાનોની ખરીદી અત્યારે ટોચ પર છે તેમ કહી શકાય. બાજુના વિસ્તારોમાં મકાનોની ખરીદી વધુ હોવાનુ વિજય શાહે જણાવ્યુ હતુ.

  ----------------------------------------------------------------------

  એએમટીએસના અધિકારીઓની નિમણૂકનો વિવાદ શમતો નથી

  અમદાવાદઃ ગઈ કાલે મ્યુનિ. સ્ટાફ સિલેક્શન કમિટીમાં એએમટીએસના ત્રણ અધિકારીઓની નિમણૂક બાબતે જબ્બર રાજકારણ ખેલાયું હોવાની ચર્ચા છે. ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે રાજેન્દ્ર પાંડે તેમજ નીરવ મુનશીની પસંદગીએ વિવાદને ભડકાવ્યો છે. અધિકારીઓની નિમણૂકનો વિવાદ ઠરવાનું નામ લેવાને બદલે વધુ ઉગ્ર બન્યો છે.

  એએમટીએસનાં વર્તુળો કહે છે, જનરલ વિભાગના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે નિમણૂક પામેલા રાજેન્દ્ર પાંડે એક વિવાદાસ્પદ અધિકારી હોઈ ખુદ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રે અંગે તપાસ કરાવવાની ખાતરી આપી છે.

  તો ટ્રાફિક વિભાગના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજરપદે નીરવ મુનશીને આટલા ઉચ્ચ હોદ્દા પર બેસાડવા માટે ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનના ચેરમેન કમલેશ પટેલનું દબાણ કામ કરી ગયું હોવાની પણ ચર્ચા ઊઠી છે. નીરવ મુનશીની અચાનક થયેલી પસંદગી માટે કમલેશ પટેલના છૂપા આશીર્વાદ હોવાનો આક્ષેપ કરતા એએમટીએસના વર્તુળો વધુમાં કહે છે, નીરવ મુનશીએ દાખવેલી લાયકાત પણ વિવાદાસ્પદ છે. શહેરની એક ખાનગી ટ્રાવેલ કંપનીનો અનુભવ નીરવ મુનશીએ દર્શાવ્યો છે જે પણ વિવાદનો વિષય બન્યો છે.

  દરમિયાન વર્તુળો એમ પણ કહે છે કે પૂર્વ એએમટીએસના ચેરમેન પ્રવીણ પટેલના કાર્યકાળમાં ટ્રાફિકના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજરની જગ્યા માટે તત્કાલીન ટ્રાન્સપોર્ટ મેનેજર એમ. એસ. પટેલે તાકીદની દરખાસ્ત મૂકી હતી, જેમાં હાલના ઇન્ચાર્જ અધિકારી જિતેન્દ્ર મહેતાનું નામ મુકાયું હતું પરંતુ કોર્પોરેશનમાં કાકા તરીકે જાણીતા તે વખતના સર્વેસર્વા નેતાએ દરખાસ્ત પર બ્રેક મારી હતી. નીરવ મુનશીનું નામ વેઇટિંગમાં હોવા છતાં અચાનક પ્રમોટ કરાયું તેની પાછળ વહાલાં-દવલાંની નીતિ ઉપરાંત જાતિવાદ પણ કારણભૂત હોવાના આક્ષેપ ઊઠ્યા છે. એએમટીએસના કેટલાક વગદાર લોકોએ જિતેન્દ્ર મહેતા શેડ્યૂલ ટ્રાયલના હોઈ વાંધો ઉઠાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે તેઓ પાંચ વર્ષથી ઇન્ચાર્જનો હવાલો સંભાળી રહ્યા છે. દરખાસ્ત જાતિનો મુદ્દો કેમ ઊઠ્યો તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

  ----------------------------------------------------------------------

  ----------------------------------------------------------------------

  ----------------------------------------------------------------------

  ---------------------------------------------------------------------

  ---------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License