14-02-13

----------------------------------

 

 

 • બે ભારતીય સાઉદી અરબમાં કેટલાય મહિનાઓથી ગુમ

  દુબઈ, બુધવાર - સાઉદી અરબમાં એક મહિલા સહિત બે ભારતીય કેટલાય મહિનાઓથી લાપતા છે. એક સાઉદી ન્યૂઝ પેપરના સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ૨૩ વર્ષીય ભારતીય નર્સ તનાઝ શેખ અને કામગાર કૂટ્ટપ્પન પિલ્લે અંગે થોડીક માહિતી ઉપલબ્ધ છે. આ લોકો કેટલાય મહિનાઓ પહેલાં રિયાધ અને દમાનથી લાપતા બન્યાં છે.

  તનાઝે માર્ચ ૨૦૧૦માં એક સ્થાનિક હોસ્પિટલમાં કામ શરૃ કર્યું હતું. તેઓ કેટલાય મહિનાઓ પહેલા એક ઓપરેશન બાદ લાપતા છે. ન્યૂઝ પેપરમાં ભારતીય દૂતાવાસના એક અધિકારી અબ્દુલ અલીમે જણાવ્યું કે, બંને ભારતીય તનાઝ અને પિલ્લે અંગે હજી સુધી કંઈ પણ જાણવા મળ્યું નથી.

  અલીમે પુષ્ટિ કરી છે કે કેરળ નિવાસી પિલ્લેનો પાસપોર્ટ નં. જી૮૯૩૨૫૧૭ છે અને તે ગયા વર્ષે ૧૩ એપ્રિલથી ગુમ છે. તેમણે જણાવ્યું કે નર્સ ગુમ થયા અંગે તેમને કોઈએ ફોન કર્યો હતો, પરંતુ દૂતાવાસને વિસ્તૃત માહિતી અપાઈ નહીં. તેમણે ગેરસરકારી સંગઠન કે આ લોકો અંગે જાણકારી રાખનાર કોઈ પણ વ્યક્તિને વિનંતી કરી છે કે તેઓ દૂતાવાસને સૂચના અવશ્ય આપે.

  -----------------------------------------------------------------------

  -----------------------------------------------------------------------

  -----------------------------------------------------------------------

  -----------------------------------------------------------------------

 • -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License