22-04-2013

------------------

-----------------

 

 
 •   બિગ બીએ એફબી પર ટ્રાફિક સિગ્નલનો મતલબ સમજાવ્યો

  મુંબઈઃ અમિતાભ બચ્ચનની હિંદી ભાષા પર ખાસી પકડ છે અને તેમની ખૂબી આપણે ઘણીવાર જોઈ ચૂક્યા છીએ. તાજેતરમાં તેમણે ફેસબુક પર એક પોસ્ટ સેર કરીતેમાં ઈંગ્લિશના કેટલાક જાણીતા શબ્દોનો હિંદીમાં મતલબ સમજાવવામાં આવ્યો છેઆપણે કેટલાક શબ્દો અંગ્રેજીમાં બોલીએ છીએ, પરંતુ તેના હિંદી અર્થ કદાચ આપણા પણ જાણતા નહીં હોઈએ. આવા કેટલાક અંગ્રેજી શબ્દના મજાના  હિંદી અર્થ બિગ બીએ આપણી સામે મુક્યા છીએ.

  ક્રિકેટઃ ગોલગુટ્ટમ લક્કડ ફટ્ટમ દે દનાદન પ્રતિયોગિતા

  ટેબલ ટેનિસઃ અષ્ટકોણી કાષ્ઠ ફલક પે લે ટકાટક દે ટકાટક

  લોન ટેનિસઃ હરિત ઘાસ પર લે તડાતડ દે તડાતડ

  ટ્યૂબ લાઈટઃ વિદ્યુત પ્રકાશિત કાચગોલક

  ટાઈઃ કંઠ લંગોટ

  મેચ બોક્સ (માચિસ) અગ્નિ ઉત્પાદન પેટી

  ટ્રાફિક સિગ્નલઃ આવન જાવન સૂચક પટ્ટિકા

  ટીઃ દૂગ્ધ જલ મિશ્રિત શર્કરા યુક્ત પર્વતીય બૂટી

  ટ્રેનઃ સહસ્ત્ર ચક્ર લોહ પથ ગામિની - અગ્નિ રથ

  રેલવે સ્ટેશનઃ અગ્નિ રથ વિરામ સ્થલ

  રેલ સિગ્નલઃ લોહ પથ આવત જાવત લાલ રક્ત પટ્ટિકા

  બટનઃ અસ્ત વ્યસ્ત વસ્ત્ર નિયંત્રક

  મચ્છરઃ ગૂંજનહારી માનવ રક્ત પિપાસુ જીવ

  સિગારેટઃ ધૂમ શલાકા

  ઓલ રૃટ પાસઃ યત્ર તત્ર સર્વત્ર ગમન આજ્ઞા પત્ર

  -----------------------------------------------------------------------

   શ્રીદેવી સાથે પહેલી નજરે પ્રેમ થયો હતોઃ બોની

  શ્રીદેવીને જ્યારે બોની કપૂરે પહેલી વખત પડદા પર જોઈ ત્યારે તેને દિલ દઈ બેઠો હતો અને જ્યારે 'મિ. ઈન્ડિયા'માં શ્રીદેવી સાથે કામ કરવાનું થયું ત્યારે બોની માટે એક સપનું સાકાર થયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વખતે શ્રીદેવીએ ભાંગી તૂટી હિન્દી અને અંગ્રેજીમાં બોની સાથે વાત કરી હતી. 'મિ. ઈન્ડિયા' રજૂ થયાનાં લગભગ ૧૦ વર્ષ બાદ ૧૯૯૬માં શ્રીદેવી અને બોની લગ્નની ગાંઠે બંધાયાં હતાં. ૮૦ના દાયકાની સ્ક્રીનની સમ્રાજ્ઞી એવી શ્રીદેવી સાથેના પોતાના રોમાન્સને યાદ કરતાં બોની કહે છે કે તેને આજે પણ પોતાની લવસ્ટોરી લોકોને કહેવામાં આનંદનો અનુભવ થાય છે. બોની શ્રીદેવીને પહેલી વખત 'મિ. ઈન્ડિયા'ના સેટ પર રૃબરૃ મળ્યો હતો. ''શ્રીદેવીને ૭૦ના દસકામાં પહેલી વખત મેં રૃપેરી પરદે જોઈ હતી. એક તામિલ ફિલ્મમાં મેં એને જોઈ હતી. પળ મારા માટે ખાસ હતી. મેં મારી આગામી ફિલ્મમાં તેને લેવાનું નક્કી કર્યું. અમે વખતે ઋષિ કપૂર સાથે એક ફિલ્મનું આયોજન કરી રહ્યાં હતાં. ઋષિ પાસે સમય નહોતો, તેથી મેં ચેન્નઈ જઈને શ્રીદેવીનો સમય લેવાનું નક્કી કર્યું. હું ચેન્નઈ પહોંચ્યો ત્યારે મને જાણવા મળ્યું કે શ્રીદેવી તો સિંગાપોરમાં શૂટિંગ કરી રહી છે. આમ છતાં મારા મનમાં ક્યારેય શ્રીદેવી પ્રત્યે ખટાશ નહોતી આવી'' એવું બોની કપૂરે જણાવ્યું હતું.

  ----------------------------------------------------------------------

  પરિણીતિની રોમકોમ ફિલ્મનું શૂટિંગ શરૃ

  પરિણીતિ ચોપરા અત્યારે રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'હસી તો ફસી'માં કામ કરી રહી છે. ફિલ્મમાં પરિણીતિ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા કામ કરી રહ્યો છે.  'ઈશ્કઝાદે'માં પોતાની ટેલેન્ટનું હુન્નર બતાવ્યા બાદ પરિણીતિ પાસેથી દર્શકોની આશા ઘણી વધી ગઈ છે.

  પરિણીતિની ત્રીજી ફિલ્મ છે તો બાજુ સિદ્ધાર્થની બીજી ફિલ્મ છે. 'સ્ટુડન્ટ ઓફ યર'માં વિદ્યાર્થીની ભૂમિકા ભજવનાર સિદ્ધાર્થ ફિલ્મમાં મધ્યમવર્ગીય નોકરિયાતનું પાત્ર ભજવે છેપોતાના પાત્ર વિશે પરિણીતિ કહે છે કે, '' ફિલ્મમાં મારું પાત્ર અનોખું અને મુશ્કેલ છે. હું મને નર્વસ કરે એવા રોલ પસંદ કરું છું. હું મારા રોલ માટે ઘણું હોમવર્ક કરું છું. જ્યાં સુધી મને પાત્રમાં ફાવટ આવી જાય ત્યાં સુધી હું હાર નથી માનતી.'' પરિણીતિને સિદ્ધાર્થ એક સારો કો-સ્ટાર જણાયો છે.

   

  -----------------------------------------------------------------------

   મને સૌથી વધુ દીપિકા સાથે કામ કરવું ગમે છેઃ રણબીર

  રણબીરસિંહનું કહેવું છે કે તેને દીપિકા પદુકોણ સાથે કામ કરવું સૌથી વધુ ગમે છે. રણબીરના મતે દીપિકા એક સ્વતંત્ર મિજાજની યુવતી છે, જે મુંબઈમાં પોતાના ઘર અને સ્ટાફનું સારી રીતે સંચાલન કરે છે. દીપિકાને આસાનીથી સમજાવી શકાય છે અને તેની પાસેથી ધાર્યું રિઝલ્ટ પણ મેળવી શકાય છે. તે મિત્રો માટે ખૂબ ઉષ્માભરી, દયાળુ અને સારી યુવતી છે એવું રણબીરનું માનવું છે. રણબીર અને દીપિકા અત્યારે સંજય લીલા ભણસાળીની 'રામલીલા'માં સાથે કામ કરી રહ્યાં છે. રણબીરના મતે સંજય લીલા ભણસાળીની સાથે કામ કરવાથી ઘણું નવું જાણવા મળે છે. ''સંજય એક ઉદાર વ્યક્તિ છે. તે એક કલાકારને પોતાનું શ્રેષ્ઠ કામ આપવાની છૂટ આપવામાં માને છે. અન્ય નિર્દેશકોથી વિપરીત, તે માત્ર સૂચનો આપતો નથી, પણ પોતે કલાકારોને દૃશ્ય ભજવીને બતાવે છે, જેથી આર્ટિસ્ટને પૂરો ખ્યાલ આવી શકે. ત્યાર બાદ સંજય કલાકારને પોતપોતાની રીતે દૃશ્ય ભજવવાની છૂટ આપે છે રીતે સંજય કલાકાર પાસેથી સારામાં સારું કામ કઢાવે છે.''

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License