26-06-2013

------------------

-----------------

 

 
 • ફરહાનની મહેનત રંગ લાવશે

  ફરહાન અખ્તર રાકેશ ઓમપ્રકાશ મહેરાની આગામી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'માં એક નવા રંગરૃપમાં જોવા મળશે. પોતાની બોડી લેંગ્વેજ અને માનસિકતાને મિલ્ખાસિંહના સ્તર સુધી દર્શાવવા માટે ફરહાને જે મહેનત કરી છે તે સ્પષ્ટ દેખાઇ રહી છે. ફિલ્મનો પ્રોમો અને બે ગીતો ઓન એર થઇ ચૂક્યાં છે, જેમાં દર્શકોને ફરહાનનો નવો લુક ખૂબ પસંદ આવ્યો છે. બધાની વચ્ચે ફરહાને તેની પ્રોડક્શન હાઉસની પ્રથમ દેશી ફિલ્મ 'ફૂકરે'નું પણ ખૂબ પ્રમોશન કર્યું છે.

  ફરહાને 'ફૂકરે' ફિલ્મ વિશે જણાવ્યું છે કે પહેલી વાર અમે નવી ટીમ સાથે કામ કર્યું છે. નવા લોકોને સ્વીકારવા નવી વિચારસરણીનો સંકેત છે. વિચારસરણીને 'ભાગ મિલ્ખા ભાગ'માં પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. ફિલ્મ  મારા દિલની ખૂબ નજીક છે, કારણ કે મેં પ્રકારનો રોલ પહેલાં ક્યારેય કર્યો નથી. મિલ્ખાસિંહને વાસ્તવિક રીતે ઊભો કરવો સરળ હતો. કોસ્ચ્યુમ અને ડિઝાઇનરની મદદથી તમે મિલ્ખાસિંહ જેવા દેખાઇ તો શકો છો, પરંતુ તેના આત્મામાં ઊતરી શકતા નથી. મિલ્ખાસિંહની પર્સનાલિટી પ્રમાણે મારે મારી બોડીને તૈયાર કરવાની હતી, કારણ કે તેઓ એક એથ્લીટ હતા. એથ્લીટનું જીવન એકદમ સંતુલિત હોય છે. મને સંતુલિત બનવામાં ઘણા મહિના લાગી ગયા.

  ફરહાને રોલ નિભાવ્યા પછી તેની સમગ્ર લાઇફસ્ટાઇલમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. ફરહાનના નજીકનાં સૂત્રોએ જણાવ્યું છે કે ફરહાન જિમમાં તો પહેલાં પણ જતો હતો, પરંતુ શૂટિંગ બાદ તેણે બેલેન્સિંગ એક્સર્સાઇઝ કરવાનું શરૃ કરી દીધું છે. કામમાં તેમની ટ્રેનર મલ્વીનનો પણ ફાળો છે. ફરહાને ત્રણ મહિના સુધી સતત બે કલાક મહેનત કર્યા બાદ તેની બોડી મિલ્ખાસિંહ જેવી તૈયાર થઇ છે.

  -----------------------------------------------------------------------

  'સત્યાગ્રહ' બનશે ટર્નિંગ પોઇન્ટઃ અમૃતા

  વર્ષની શરૃઆતમાં અમૃતા રાવની 'જોલી એલએલબી' ફિલ્મ રિલીઝ થઈ. ફિલ્મ ઠીકઠાક રહી, પરંતુ તેની ક્રેડિટ પણ અરશદ વારસી અને બોમન ઈરાનીને મળી, જોકે અમૃતા રાવને વાતનો જરા પણ અફસોસ નથી. તે પોતાની આગામી ફિલ્મ 'સત્યાગ્રહ'ને લઈને ખૂબ ઉત્સાહિત છે.

  'સત્યાગ્રહ' ફિલ્મમાં તે ન્યૂઝ રિપોર્ટરની ભૂમિકા ભજવી રહી છે. અમૃતા કહે છે, '' ભૂમિકા ભજવવા માટે મેં ખૂબ મહેનત કરી છે. માટે હું કેટલાય પત્રકારોને વ્યક્તિગત રીતે મળી. તેમની નજર અને તેમના મનોભાવને સમજવાનો પ્રયાસ પણ કર્યો. તેમની વર્કિંગ સ્ટાઇલનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું.'' 'સત્યાગ્રહ'માં તે બીજી વખત અમિતાભ સાથે કામ કરી રહી છે. પહેલાં તેણે 'દીવાર'માં અમિતાભ સાથે કામ કર્યું હતું.

  અમૃતા કહે છે, ''બોલિવૂડના દરેક કલાકારનું ફિલ્મી કરિયરમાં એક વખત અમિતાભ સાથે કામ કરવાનું સપનું હોય છે. હું ખૂબ લકી છું કે મને બીજી વખત સત્યાગ્રહમાં તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. ફિલ્મમાં હું અમિતાભ સાથે શરૃઆતથી અંત સુધી જોવા મળીશ. મને આશા છે કે ફિલ્મ મારી કરિયરનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.''

  અમૃતાને ફિલ્મોની ઓફર ઘણી મળે છે, પરંતુ તેની પસંદગીના રોલ મળતા નથી. થોડો સમય તેણે સાઉથની ફિલ્મો પણ કરી. તે કહે છે, ''સાઉથમાં ફિલ્મોના સબ્જેક્ટ સારા હોય છે અને તે ફિલ્મોમાં મારી ભૂમિકા પણ પ્રભાવશાળી હતી.''

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License