23-04-2013

------------------

-----------------

 

 
 •  હિન્દી નિર્માતાઓ સાઉથના ફાઈટરોનો બહિષ્કાર કરશે

  સલ્લુના લઘુબંધુ સોહેલ ખાનના વાળ અત્યારે ટેન્શનના માર્યા ઊંચા થઈ ગયા છે. બિચારા સોહેલનાં નસીબ માંડ માંડ ફરી જાગ્યાં હતાં અને બિગ બ્રધર સલમાન તેની ફિલ્મ કરવા તૈયાર થયો હતો, ત્યાં હવે 'મેન્ટલ'ને મુંબઈ  અને દક્ષિણના સ્ટન્ટમેનો વચ્ચેના ઝઘડારૃપી ગ્રહણ લાગ્યું છે. 'ગ્લેમર'ના ચબરાક જાસૂસો સોગંદપૂર્વક કહે છે કે છેલ્લા ૧૨ દિવસમાં ઝઘડાને લીધે 'મેન્ટલ'ને રૃ. ૨૫ કરોડનો ઘુમ્બો લાગી ચૂક્યો છે. આમાં મૂળ વાત કંઈક એમ છે કે ફિલ્મના નિર્માતા-નિર્દેશક સોહેલ ખાને પોતાની ફિલ્મની એક્શન સિકવન્સીઝમાં જાન રેડવા માટે દક્ષિણ ભારતના અગ્રણી ફાઈટ માસ્ટરને તેડાવ્યા હતા. ઓલ ઈન્ડિયા ફિલ્મ એમ્પ્લોઇઝ કન્ફેડરેશન (એઆઇએફઈસી)ના નિયમ અનુસાર કોઈ પણ ફિલ્મના ૭૦ ટકા ફાઈટર્સ સ્થાનિક ( કેસમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગના)ના હોવા જોઈએ, ફાઈટ માસ્ટરને બાકીના ૩૦ ટકા ફાઈટરો પોતાની રીતે લાવવાની છૂટ હોય છે, પરંતુ દક્ષિણના ફાઈટરોએ એવી હઠ પકડી હતી કે જો ૫૦ ટકા ફાઈટરો અમારા હશે તો અમે શૂટિંગ કરીશું. કોલ્હાપુરમાં 'મેન્ટલ'નું ૧૫ દિવસનું શેડ્યૂલ હતું, પરંતુ ઝઘડાને લીધે યુનિટ અઠવાડિયામાં પરત ફર્યું હતું. ત્યાર પછીનું શૂટ લવાસામાં હતું. અહીં દુબઈમાં શૂટ થયેલી એક સિકવન્સની કન્ટિન્યુઇટી શૂટ કરવાની હતી. દુબઈમાં જે ફાઈટરોએ શૂટિંગમાં ભાગ લીધો હતો ફાઈટરો કન્ટિન્યુઇટી શૂટમાં લેવા પડે, પણ દક્ષિણના ફિલ્મ કલાકારોના સંગઠને પોતાના ફાઈટર મોકલવાની ઘસીને ના પાડી દીધી. એઆઇએફઇસીના પ્રમુખ ધર્મેશ તિવારી ઘટનાને દક્ષિણના ફાઈટરોની દાદાગીરી ગણાવી રહ્યા છે. હવે હિન્દી ફિલ્મ ઉદ્યોગના નિર્માતાઓએ હંમેશાં માટે દક્ષિણના ફાઈટરોનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. ''તેમને હિન્દી ફિલ્મ કલાકારોના સંગઠનના નિયમોનું પાલન કરવું નથી, તેથી હિન્દી ફિલ્મોના નિર્માતાઓ હવે તેમની સાથે કામ કરવાનું બંધ કરી શકે છે'' એવું હિન્દી ફિલ્મોના એક જાણીતા ફાઈટ માસ્ટરે જણાવ્યું હતું.

  -----------------------------------------------------------------------

    કોણ કહેશે કે માણસ  ૬૨ વર્ષનો છે?

  વધતી ઉંમરની સાથેસાથે રૃપેરી પરદે રજનીકાંતની ઉંમર ઘટતી જાય છે. 'રોબોટ'માં ૬૦ વર્ષની વયે દિગ્મૂઢ થઈ જવાય એવા સ્ટન્ટ અને અભિનય કરનાર સુપરસ્ટાર રજનીકાંત હવે ફિલ્મ 'કોચાદૈય્યાન'માં વધુ નાની વયનું પાત્ર ભજવવા તૈયાર છે. તાજેતરમાં ફિલ્મનો ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યો હતો, જેમાં રજનીકાંતને જોઈને કોઈને વિશ્વાસ નહીં થાય કે માણસ અત્યારે ૬૨ વર્ષનો છે. ફિલ્મને રજનીકાંતની પુત્રી સૌંદર્યા અને ઈરોસ ઇન્ટરનેશનલ સાથે મળીને નિર્માણ કરી રહ્યાં છે. ફિલ્મની વાર્તા કે. એસ. રવિકુમારે લખી છે. ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થાય એવી શક્યતા છેફર્સ્ટ લુકમાંથી જાણવા મળે છે કે ફિલ્મમાં રજનીકાંત પિતા અને પુત્રનો ડબલ રોલ ભજવી રહ્યા છે. એક પિરિયડ એક્શન થ્રીડી મોશન કેપ્ચર ફિલ્મ છે. ફિલ્મમાં શરતકુમાર, જેકી શ્રોફ, દીપિકા પદુકોણ, શોભના, નાસેર જેવા કલાકારો પણ કામ કરે છે. ફિલ્મનું સંગીત . આર. રહેમાને આપ્યું છે અને તે એપ્રિલમાં રિલીઝ થશે.

  ----------------------------------------------------------------------

   'વેલકમ'ની સિક્વલમાં જોન?

  ફિલ્મ 'વેલકમ'ને રિલીઝ થયે વર્ષ વીતી ચૂક્યાં છે, હવે ફિરોઝ નડિયાદવાલા ફિલ્મની સિક્વલનો પ્લાન કરી રહ્યો છે. જુલાઈના અંતમાં સિક્વલનું શૂટિંગ શરૃ થઈ જશે. જાણવા મળ્યું છે કે ફિલ્મમાં ઓરિજિનલ ફિલ્મનો હીરો અક્ષયકુમાર કામ કરવાનો નથી, પરંતુ તેના સ્થાને જોન અબ્રાહમ કામ કરવાનો છે. અક્ષય અને નિર્માતા ફિરોઝ નડિયાદવાલા વચ્ચે થોડાં વર્ષ પૂર્વે અમુક મતભેદ સર્જાયા હતા, જેના કારણે ફિરોઝે અક્ષયના નામ પર ચોકડી મારી હતી. જોડી અગાઉ 'હેરાફેરી', 'ફિર હેરાફેરી', 'આવારા પાગલ દીવાના' અને 'વેલકમ' જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે. 'વેલકમ'ની સિક્વલમાં જોન અબ્રાહમ, નાના પાટેકર અને અનિલ કપૂર જોવા મળશે. મૂળ ફિલ્મમાં સ્ટાઈલિશ અદાકાર ફિરોઝ ખાને પણ એક મજાનો રોલ કર્યો હતો, હવે તેઓ હયાત નથી. નિર્દેશક અનીસ બઝમી અન્ય કલાકાર-કસબીઓ સાથે વાતચીત ચલાવી રહ્યો છે અને ટૂંકમાં ફિલ્મનું શૂટિંગ શરૃ થઈ જશે.

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License