15-02-13

------------------

-----------------

 

 • પાકિસ્તાનની અભિનેત્રી મીરા પર સલમાનનો રંગ એવો ચઢ્યો છે કે ઊતરવાનું નામ જ લેતો નથી. હવે સ્થિતિ એવી છે કે મીરા માટે તો સલમાન જ સર્વસ્વ છે. મીરાનો પ્રેમ ઘટતો નથી, પણ વધતો જ જાય છે.

  આ આધુનિક યુગની મીરાનું (જોવાની વાત એ છે કે આનું નામ પણ મીરા જ છે! ખરું કહેવાય, નહીં?) કહેવું છે કે મને સલમાન એટલો ગમે છે કે હું તેના કરતાં જુદી રહેવાના વિચાર માત્રથી જ કાંપી ઊઠું છું. મીરાએ સોગંદ ખાધા છે કે હું પરણીશ તો સલમાનને જ, નહીંતર કુંવારી મરીશ.

  આ આધુનિક મીરા અત્યારે પાકિસ્તાનની ટોપની હીરોઇન છે. મીરા. જરા સંભાળીને બોલ... પાકિસ્તાનના હીરાઓ સાંભળશે તો તેમને લઘુતાગ્રંથિ થઈ આવશે! એક તો પાકિસ્તાનમાં ફિલ્મો ચાલે નહીં, ચાલે તો બોલિવૂડની જ ચાલે અને એમાંય પાકિસ્તાનની એક ખૂબસૂરત અદાકારા હિંદુસ્તાનના હીરોના નામની માળા જપે એટલે? લાહોલવિલાકુવત! મામલા બર્દાશ્ત કે બાહર હય બીડુ...!

  મીરાનું કહેવું છે કે તેને મહેશ ભટ્ટને કારણે બોલિવૂડ છોડવું પડ્યું હતું અને લાખ પ્રયાસ કરવા છતાંય એ પરત ફરી શકી નથી.

  -----------------------------------------------------------------------

  અક્ષયે અગાઉ 'સ્પેશિયલ ૨૬' કેમ નકારી હતી?

  અક્ષયકુમારની 'સ્પેશિયલ ૨૬' ધીમી પણ મક્કમ રીતે આગળ વધી રહી છે. એક તગડી ફિલ્મમાં હોવી જોઈએ એ તમામ ખાસિયતો 'સ્પેશિયલ ૨૬'માં છે, પણ આજથી ઘણાં બધાં વર્ષ પહેલાં નિર્દેશક નીરજ પાંડેએ જ્યારે આ ફિલ્મ ઓફર કરી હતી ત્યારે અક્ષયે ના પાડી હતી. આ વિશે બાદમાં ઘણાં પડીકાંઓ વહેતાં થયાં હતાં.

  હવે ખુદ અક્ષયે જ આ પડીકાંઓનું ખંડન કર્યું છે. ''મને જ્યારે પહેલી વખત આ સ્ક્રિપ્ટ મળી હતી ત્યારે એ સ્ક્રિપ્ટ ઘણી નબળી હતી, તેથી મેં પ્રેમથી ના પાડી દીધી હતી. વર્ષો બાદ જ્યારે નીરજ સ્ક્રીનપ્લેના નેરેટર્સ સાથે મને મળ્યો ત્યારે વાર્તા કંઈક ઓર હતી. આ વખતે આ ફિલ્મની વાર્તામાં રોબિન હૂડ અને પ્રિન્સ ઓફ થિવ્સની જેમ પેશન હતું.

  ''હું એક સારો વાચક નથી. હું ફિલ્મની પસંદગી વાર્તાને ફક્ત એક જ વાર સાંભળીને કરું છું.

  મને વાર્તા સાંભળવામાં સારી લાગે તો હું ફિલ્મ સ્વીકારું છું. એ વખતે મને વાર્તામાં દમ લાગ્યો નહોતો, પણ પાંડે અને તેમની ટીમે ફરી વાર જ્યારે મારો સંપર્ક કર્યો ત્યારે વાર્તા અત્યંત રોમાંચક હતી.

  અમે રીડિંગ સેશન કર્યા હતાં, બાદમાં મારા ઘરે આ ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકોની બેઠક રાખી હતી અને મને ફિલ્મના દરેક પાસાની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ જ હું તૈયાર થયો હતો'' એવું અક્ષયે જણાવ્યું હતું.

  ચાલો, જે થયું એ સારું જ થયું. બહુ સમય બાદ અક્ષયે કોઈ સારી ફિલ્મ કરી હોય એવું લાગ્યું. છેલ્લે ૨૦૦૭માં આવેલી 'ભૂલભુલૈયા'માં કંઈક વાર્તાતત્ત્વ લાગ્યું હતું, પણ એક વાત ફરી સાબિત થઈ ગઈ છે કે અક્ષયકુમાર હંમેશાં અનકન્વેન્શનલ રોલમાં સારો લાગે છે. ચીલાચાલુ રોલમાં અક્ષય જામતો નથી.

  -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License