17-01-2014

------------------
 

 

 

 

 

-----------------

 

 

 

  • તેરા સાથ થા કિતના પ્યારા...

    બોલિવૂડ હંમેશાં અફેર્સ માટે ફેમસ રહ્યું છે. અહીં થોડા થોડા દિવસના અંતરે રોમાની રિલેશન્સના સમાચાર આવતા રહે છે. લિંકઅપ કે બ્રેકઅપ તો અહીં રોજના બનાવો છે. આવા સંબંધો કેટલાંકને દુઃખ આપે છે તો કેટલાક તેની પરવા કર્યા વગર પોતાના કામમાં જોડાઇ જાય છે. મોટા ભાગના રિલેશન્સ અથવા તો રોમાની જોડીઓ કોઇ ત્રીજાની એન્ટ્રીના કારણે વિખરાઇ જાય છે. હવે અનુષ્કા શર્માની જ વાત લઇએ. તેની જોડી પડતાંથી અલગ અસલ જિંદગીમાં રણવીરસિંહ સાથે બની. બંનેએ બે ફિલ્મ પણ એકસાથે કરી, પરંતુ થોડા સમય બાદ તેમની વર્ષોજૂની દોસ્તીમાં તિરાડ પડી અને એકબીજાથી દૂર થઇ ગયાં. તેમની જોડી તોડવામાં જે વ્યક્તિની ભૂમિકા માનવામાં આવે છે તે છે સોનાક્ષી સિંહા. રણવીર અને સોનાક્ષીએ 'લૂંટેરા'માં એકસાથે કામ કર્યું અને રણવીર અનુષ્કાના હાથમાંથી જતો રહ્યો, જોકે હવે રણવીર અને સોનાક્ષી વચ્ચે અફેરના સમાચાર નથી.

    શાહિદ કપૂરની વાત કરીએ તો તેની પ્રેમિકા કરીના કપૂરની વાત જરૃર થાય. બંનેની પ્રેમકહાણી હજુ તો આગળ વધી રહી હતી અને અચાનક કરીનાને સૈફઅલી ગમવા લાગ્યો અને કરીના શાહિદથી અલગ થઇ ગઇ. તૂટેલા દિલવાળા શાહિદ કપૂરને દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ સંભાળ્યો. હવે શાહિદની દુનિયા પ્રિયંકાની આંખોમાં બનવા લાગી. એક સમય એવો પણ આવ્યો કે શાહિદ અને પ્રિયંકા ફિલ્મ 'કમિને'માં સાથે કામ કરતાં કરતાં પ્રેમના ફાગ ખેલવા લાગ્યાં ત્યારે અચાનક જ એક વળાંક આવ્યો. શાહિદ અને પ્રિયંકાના રસ્તા અલગ થઇ ગયા. પ્રિયંકા ચોપરાએ રણબીર કપૂર સાથેના સંબંધો વધાર્યા અને કોણ જાણે શાહિદને કોણ મળ્યું? પ્રિયંકા રણબીર કપૂર સાથે અન્જાના-અન્જાનીના રસ્તા પર દૂર સુધી ચાલી. બંનેએ બર્ફીનો પણ આનંદ લીધો, પરંતુ કહેવાય છે કે ફિલ્મી હીરોનું મન ખૂબ જ ચંચળ હોય છે. ક્યારે કઇ તરફ વળે તે ખ્યાલ આવતો નથી.

    એક વાર ફરી રણબીરના દિલમાં દીપિકાની એન્ટ્રી થઇ. બંને ફરી મળ્યાં અને 'યે જવાની હૈ દીવાની'ના શૂટિંગમાં મશગૂલ થયાં. લોકોને લાગ્યું કે ફિલ્મ હિટ જતાં દીપિકા અને રણબીર ફરી નજીક આવશે, પરંતુ દીપિકાએ એક સીમા સુધી સંબંધ રાખ્યા પછી કેટરીના તરફથી જોરદાર બ્લાસ્ટ થયો. સ્પેનના બીચ પર કેટરીના અને રણબીરની અંતરંગ તસવીરોએ હોબાળો મચાવ્યો. બિપાશા બાસુના મિત્રોની વાત કરીએ તો તેનું લિસ્ટ લાંબું થઇ જશે, પરંતુ તેની લગ્ન સુધી પહોંચનાર પ્રેમકહાણી બની જોન અબ્રાહમ સાથે. જોન અને બિપાશા પણ પ્રેમી-પ્રેમિકાના રૃપમાં ખૂબ જ ચર્ચિત થયાં, પરંતુ કોણ જાણે શું થયું કે બંનેએ પોતાના રસ્તા અલગ કરી દીધા. બિપાશા આજે પણ ત્યાં જ છે, પરંતુ જોનને તેની રિયલ લાઇફની હીરોઇન મળી ગઇ.

    --------------------------------------------------------------------------

 

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License