20-11-2013

-----------------
 
 
 
 
 
 
 

---------------------

 

 • જેલમાં બંધ IMના આતંકીઓને ભગાડવા એલઈટીનો પ્લાન-બી

  જેલને કેન્દ્રીય એજન્સીઓનું એલર્ટ કોર્ટમાં મુદ્દત વખતે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતી વખતે છોડાવવાનો પ્રયાસ થાય તેવી શક્યતા

  અમદાવાદ, અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ૨૧૩ ફૂટની સુરંગ ખોદી નાસી છુટવાનો આઈએમના આતંકીઓનું કાવતરું ભલે નિષ્ફળ ગયું હોય પરંતુ મધ્યપ્રદેશની ખંડવા જેલમાંથી આ જ રીતે સુરંગ વાટે આઈએમના કુખ્યાત ડો અબુ ફૈસલ અને મહેબૂબ શેખ સહિત છ આતંકીઓ ભાગી જવામાં સફળ રહ્યા છે.જોકે તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જારી કર્યું છે કે લશ્કર-એ- તોઈબાએ ( એલઈટી) દેશભરમાં આતંકી હુમલા કરવવા માટે દેશના ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, આંધ્રપ્રદેશ અને દિલ્હીની જેલમાં બંધ આઈએમના ટોચના આતંકીઓને ભગાડવા માટે પ્લાન બીની તૈયારી કરી છે. ગુપ્તચર એજન્સીઓના સૂત્રોએ કહ્યું છે કે ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓ સામે દેશના ૮ રાજ્યમાં અદાલતી કાર્યવાહી જારી છે.

  તે માટે તેમને સમયાંતરે જુદા જુદા રાજ્યની અદાલતમાં લઈ જવાય છે. એલઈટીના કાવતરા પ્રમાણે જ્યારે આ આતંકીઓને ખસેડાતા હોય ત્યારે પોલીસ પાર્ટી પર હુમલો કરી તેમને છોડાવવા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટની તપાસ સાથે સંકળાયેલા એક સિનિયર પોલીસ અધિકારીએ સમભાવ મેટ્રોને કહ્યું હતું કે અમદાવાદની જેલમાં તો એન્ટિટનલ ફલોરિંગ લગભગ તૈયાર છે પરંતુ આતંકીઓને અન્ય રાજ્યમાં ખસેડાતી વખતે પણ અમે વધારાની સુરક્ષા રાખીશું. એટલું જ નહીં પરંતુ આ આતંકીઓને બાયરોડ નહીં પરંતુ વિમાન માર્ગે અન્ય રાજ્યમાં ખસેડવાની જોગવાઈ અંગે વિચારી રહ્યા છીએ.

  કોલ ઈન્ટરસેપ્શનના આધારે એલર્ટ જારી કરાયું હતું કેન્દ્રીય ગુપ્તચર એજન્સીના સૂત્રોએ કહ્યું હતું કે મુંબઈની તળોજા જેલમાંથી અફઝલ ઉસ્માની ફરાર થયા બાદ અને ખંડવા જેલ બ્રેક પછી કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ સીમાપારથી આવતા કેટલાક ટેલિફોનિક સંદેશા આંતર્યા હતા. જેમાં આઈએમના આતંકીને છોડવવાના પ્લાન બી અંગે કોડેડ વાતચીત હતી. આ વાતચીતને ડીકોડ કર્યા બાદ એલર્ટ જારી કરાયું હતું. અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓને સુરંગકાંડમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર કરવા માગણી તાજેતરમાં જારી કરાયેલા એલર્ટ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ દાલતમાં અરજી કરી માગણી કરી છે કે કેસની સુનાવણી દરમિયાન આઈએમના આતંકીઓને અદાલતમાં હાજર રાખવામાં જોખમ છે. તેથી તેમની હાજરી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ લેવામાં આવે.

  આઈએસઆઈએ મોદીની હત્યા કરવા દાઉદને સોપારી આપી

  પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ વધુ એક વાર પોતાના જૂના જોગી અને અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને એક ખાસ કામ સોપ્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓના ઈનપુટ્સ અનુસાર આઈએસઆઈએ ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે દાઉદને સોપારી આપી છે.

  મોદી અગાઉથી કેટલાય ત્રાસવાદી સંગઠનોનાં નિશાન છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોએ દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં મોદી પર હુમલો થવાની શંકાનું એલર્ટ જારી કર્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ એક સિક્રેટ નોટમાં જણાવ્યંુ છે કે મોદીને ખતમ કરવા માટે આઈએસઆઈ હવે દાઉદ ઈબ્રાહીમની મદદ લઈ રહી છે.

  તાજેતરમાં દાઉદની આઈએસઆઈની સિનિયર અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. આ બેઠકમાં આઈએસઆઈએ દાઉદને ભારતમાં ફરી સક્રિય થવા જણાયું છે અને ખાસ કરીને મોદીની સામે નિશાન તાકવા સૂચના આપી છે. સાઉદી અરેબિયામાં સક્રિય ત્રાસવાદી સંગઠન પણ મોદી પર હુમલાનું કાવતરું ઘડી રહ્યું છે. સાઉદી અરેબિયાથી ઓપરેટ કરનાર શાહિદ ઉર્ફે બિલાલે એક નોંધમાં પોતાના સાગરીતને જણાવ્યું છે કે મોદીને રિમોટ કંટ્રોલથી વિસ્ફોટ કરીને ઉડાવવાને બદલે તેના પર સ્યુસાઈડ એટેક કરવો અસર કરશે. આમ મોદી પર આઈએસઆઈ, લશ્કર-એ-તોયબા, સિમી સહિતનાં અનેક સંગઠનો નિશાન તાંકીને બેઠાં છે.

  મોદી પર વિસ્ફોટકો ભરેલી ગાડીથી હુમલો થઈ શકે છેઃ એલર્ટ જારી

  ગુપ્તચર સંસ્થા ઈન્ટેલિજન્સ બ્યૂરોએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ અનુસાર મોદી પ્રતિબંધિત સંગઠન સિમીના નિશાન પર છે. એલર્ટમાં જણાવાયું છે કે ત્રાસવાદીઓ મોદી પર વિસ્ફોટકો ભરેલી ગાડીથી હુમલો કરી શકે છે. આઈબી દ્વારા આ એલર્ટ દિલ્હી, રાજસ્થાન, યુપી અને મધ્ય પ્રદેશ દ્વારા જારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોદી આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈને જંગી રેલીઓનું આયોજન કરી રહ્યા છે અને આ સંજોગોમાં તેમની સુરક્ષાને લઈને એજન્સીઓ સક્રિય છે. ગયા મહિને પટણાના ગાંધી મેદાનમાં યોજાયેલી મોદીની રેલીને ત્રાસવાદીઓએ નિશાન બનાવ્યું હતું અને વિસ્ફોટમાં છ માણસો માર્યા ગયા હતા. આ ઘટનાને પગલે મોદીની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે.

  ૧૫ ડીવાયએસપીની ફોજ મધ્યપ્રદેશ રવાના

  વડાપ્રધાનપદના ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીમાં આતંકીઓ વિસ્ફોટક ભરેલી ટ્રક ઘુસાડી હુમલો કરી શકે છે તેવા આઈબીના એલર્ટના પગલે ગુજરાતના ૧૫ ડીવાયએસપીની આખી ફોજ મધ્યપ્રદેશ રવાના કરાઈ છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં જુદા જુદા સ્થળે રેલી સંબોધવાના હોવાથી આ પગલું ભરાયું હોવાનું ગૃહ વિભાગના સૂત્રો કહે છે. આ અગાઉ એડવાન્સ સિક્યોરિટી લાયઝનિંગ માટે આઈપીએસ અધિકારીઓની ટીમ તો પહેલાથી જ મધ્યપ્રદેશમાં હાજર છે. ગૃહ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે પંદર ડીવાયએસપીની ટુકડી આજે સવારે મધ્યપ્રદેશ રવાના કરાઈ છે.

  ----------------------------------------------------------------------

  પોલીસ-ચૂંટણી અધિકારી લખેલી  લાલ લાઈટવાળી કારમાંથી દારૃનો જથ્થો પકડાયો

  જામનગર-લાલપુર બાયપાસ પાસે આઈજીપીની ટુકડીનું ઓપરેશન

  અમદાવાદ, જામનગર-લાલપુર હાઈવે બાયપાસ પાસે આઈજીપીની ટુકડીએ એક સફળ ઓપરેશન પાર પાડીને પોલીસ અને ચૂંટણી અધિકારી લખેલી પ્લેટ અને લાલ લાઈટવાળી એક તવેરા કારને ઝડપી લઈ તેમાંથી વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો હતો. આઈજીપીની ટુકડીને એવી બાતમી મળી હતી કે એક લાલ લાઈટવાળી ગાડીમાં વિદેશી દારૃનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે અને આ કાર લાલપુર બાયપાસ પાસેથી પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં પોલીસ અને ચૂંટણી અધિકારીની પ્લેટ અને લાલ લાઈટવાળી એક કાર પૂરઝડપે પસાર થતાં પોલીસે તેનો પીછો કરી જડતી કરતાં તેમાંથી વિદેશી દારૃની ૧૯ પેટી મળી આવી હતી. આ જથ્થો ડીસાથી લાવવામાં આવ્યો હોવાનું અને કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે પહોંચાડવાનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બે નકલી નંબર પ્લેટ પણ કબજે કરી છે. પોલીસે આ અંગે જૂનાગઢના રૃપસંગ રબારી અને ઈશ્વર રબારી નામના બે શખ્સની ધરપકડ કરી મોબાઈલ ફોન, વિદેશી દારૃનો જથ્થો અને રૃ.ર૧,૦૦૦ની રોકડ રકમ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  ----------------------------------------------------------------------

  હું પોલીસ કમિશનરનો ભાઈ છું, ચોરને પકડી લાવો નહીં તો જોવા જેવી થશે

  બોપલ વિસ્તારની ચોંકાવનારી ઘટનાઃ પોલીસ પર બંગલાના માલિકે રોફ જમાવ્યો

  અમદાવાદઃ મળતી માહિતી મુજબ બોપલ વિસ્તારની જલદીપ-૩ બંગલોઝ સોસાયટીના ત્રણ બંગલામાં ચોરી થયાની માહિતી મળી હતી. જેમાં  દિવાળીનું વેકેશન માણવા પરિવાર સાથે બહારગામ ગયેલા અને બોપલના જલદીપ-૩ બંગલો નં.૩૪માં રહેતા અવનીશ ઝા જ્યારે રજાઓ માણીને અમદાવાદ પરત ફર્યા ત્યારે પોતાના બંગલામાં ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં તેમણે કાગારોળ કરી મૂકી અને બોપલ પોલીસ સ્ટેશનને માથે લીધું હતું. પોતાને પોલીસ કમિશનર શિવાનંદ ઝાના ભાઈ ગણાવતા અવનીશ ઝા બહારગામ જતાં પહેલાં નિયમ મુજબ પોલીસને પણ જાણ કર્યા વગર ગયા હતા.

   આ ઉપરાંત સોસાયટીમાં નિયમ મુજબ કોઈ પ્રાઈવેટ સિકયોરિટી સર્વિસના વોચમેન પણ રાખવામાં આવ્યા નથી. આજુબાજુની વ્યકિતને હાયર કરીને કામકાજ કરાવવામાં આવે છે. જેમાં નાનજીભાઈ નામના એક સિકયોરિટી રાત્રી દરમિયાન કામ કરે છે. અવનીશ ઝાના ઘરે ચોરી થવાને લઈને તેમણે પોલીસને સોસાયટીના સિકયોરિટીથી લઈને તમામને તપાસઅર્થે બોલાવીને માર મારી ગુનો કબુલ કરાવવાની માગણી કરી હતી. જેથી પોલીસ જલદીપ બંગલોઝના સિકયોરિટીમેન નાનજીભાઈ અને કેશુભાઈની પણ પૂછપરછ કરી રહી છે. જ્યારે નાનજીભાઈના ઘરવાળાના કહેવા પ્રમાણે અવનીશ ઝા પોતાને કમિશનર શિવાનંદ ઝાનો ભાઈ ગણાવીને નિર્દોષ લોકોને ધાકધમકી આપીને પોલીસ દ્વારા પરેશાન કરાવી રહ્યા છે.

  બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં ત્યાંનો પીએસઓનો નંબર બંધ આવી રહ્યો છે અને ત્યાંના પીએસઆઈના કહેવા મુજબ ટેલિફોનનું બિલ ન ભરાયું હોઈ ફોન બંધ થઈ ગયો છે. આ સિવાય જેના હાથમાં આ કેસની તપાસ છે તે ચાવડા સાહેબ પોતાનો મોબાઈલ ઘરે મૂકીને બહાર નીકળી ગયા છે. પોતાને કમિશનર શિવાનંદ ઝાના ભાઈ ગણાવતા અવનીશ ઝાએ બહારગામ જવાની ઉતાવળમાં કમિશનરે નકકી કરેલા નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે અને પોલીસને જાણ કર્યા વગર દસ દિવસ કરતાં વધારે વેકેશન માણવા નીકળી ગયા હતા. મળતી માહિતી મુજબ અવનીશ ઝા નાનજીભાઈ નામના સિકયોરિટીને પોતાના બંગલાનું ધ્યાન રાખવાનું કહીને ગયા હતા. પોલીસ હાલમાં ચોરને પકડવામાં નિષ્ફળ હોઈ સિકયોરિટી નાનજીભાઈ, કેશુભાઈ તેમજ બીજી ત્રણ વ્યકિતઓને રોજ આઠથી નવ કલાક પોલીસ સ્ટેશને બોલાવીને બેસાડી રાખે છે.

  ----------------------------------------------------------------------

  સૂત્રાપાડા નજીક મંદિરના મહંતનો આપઘાત

  અમદાવાદ, સૂત્રાપાડા નજીક ઉંબરી ગામે આવેલ એક ધાર્મિક જગ્યાના મહંતે અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ અંગેની વિગત એવી છે કે સૂત્રાપાડા નજીક ઉંબરી ગામે આવેલ વીર માંગણાવાળા જગ્યાના મહંત વિશ્વનાથ ગીરીએ જગ્યાના એક ઓરડામાં રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાના પગલે જગ્યામાં લોકોનાં ટોળેટોળાં ભેગાં થયાં હતાં અને જાતજાતની વાતો વહેતી થઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એક માહિતી પ્રમાણે આત્મહત્યા કરનાર મહંતની ઉંમર ૭પ વર્ષની હતી અને તેઓ છેલ્લા કેટલાક સમયથી જુદી જુુદી બીમારીથી પીડાતા હતા.

  ----------------------------------------------------------------------

  નકલી નોટ પ્રકરણનું પગેરું સુરત તરફ લંબાયું

  રૃ.રપ લાખની જાલી નોટ ઘુસાડવામાં આવી હોવાની આશંકા

  અમદાવાદ ઃ સરખેજ હાઈવે પર ઉજાલા સર્કલ પાસેથી પોલીસે બે બિહારી યુવાનોને રૃ.૧.૯૪ લાખની નકલી નોટો સાથે પકડી પાડયા બાદ આ શખ્સોની સઘન પૂછપરછ કરતાં જાલી નોટ પ્રકરણનું પગેરું સુરત તરફ લંબાયું છે. આ અંગેની વિગત એવી છે કે ગઈ કાલે સરખેજ હાઈવે પર ઉજાલા સર્કલ પાસેથી શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બિહારના  રહીશ શિવકુમાર ચંદ્રવંશી અને મહેન્દ્ર શર્માને રૃ.૧.૯૪ લાખની નકલી નોટો સાથે ઝડપી લીધા હતા. આ શખ્સોની પૂછપરછ દરમિયાન આ નકલી નોટો નેપાળ સરહદેથી ઘુસાડવામાં આવી હોવાનું બિહારના કિશનગઢ અને બોધગયા સહિત ગુજરાતમાં પણ નેટવર્ક હોવાનું જાણવા મળ્યું છે. નકલી નોટના કમિશન એજન્ટો સુરતમાં હોવાનું જાણવા મળતાં ક્રાઈમ બ્રાન્ચે આ પ્રકરણની તપાસ સુરત સુધી લંબાવી છે.  મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનમાંથી કુલ રપ લાખની નકલી નોટો ઘુસાડવામાં આવી છે અને આ નોટોનો ચૂંટણીમાં ઉપયોગ થનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે સુરતના કેટલાક વિસ્તારમાં દરોડા પાડવાનું શરૃ કર્યું છે અને હજુ પણ નકલી નોટોનો જથ્થો મળી આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

  ----------------------------------------------------------------------

  ફેક્ટરીમાં શોર્ટ લાગતાં કામદારનું મોત નીજપ્યું

  ઓઢવના સિંગરવા નજીક બનેલો બનાવ

  અમદાવાદ, ઓઢવના સિંગરવા નજીક એક ફેકટરીમાં શોર્ટ લાગતાં કામદારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત એવી છે કે ઓઢવના સિંગરવા નજીક આવેલ અણમોલ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતો અને ત્યાં જ રહેતો પરપ્રાંતીય મહાદેવરામ કાળુરામ નામનો યુવાન બપોરના ૧ર-૦૦ વાગ્યાના સુમારે ફેકટરીમાં કામ કરતો હતો ત્યારે અચાનક જ તેને ઈલેકિટ્રક શોર્ટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ માટે મોકલી આપી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  ----------------------------------------------------------------------

  રાજકોટ-વીરપુર હાઈવે પરની ઘટના

  અમદાવાદ ઃ રાજકોટ-વીરપુર હાઈવે પર થોરાળા નજીક ટ્રેકટર અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યકિતનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયા હોવાનું જાણવા મળે છે. આ અંગેની વિગત એવી છે કે રાજકોટ-વીરપુર હાઈવે પર થોરાળા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલ ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સંગીતાબહેન અને રવજીભાઈ નામની બે વ્યકિતના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં તેનું મોત થયું હતું. પોલીસે આ અંગે ટ્રેકટરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  ----------------------------------------------------------------------

  સોનાના દોરાની ચીલઝડપ

  અમદાવાદ ઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં એસપી રિંગરોડ પાસેથી પસાર થઈ રહેલી વિજ્યાબહેન ભરતભાઈના ગળામાંથી રૃ.ર૦,૦૦૦ની ક્િંમતના સોનાના દોરાની  ચીલઝડપ કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા.

  ----------------------------------------------------------------------

 

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License