22-04-2013

-----------------
 
 
 
 
 
 
 

---------------------

 

 • નવગુજરાત કોલેજમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બીભત્સ ચેનચાળા કરતાં ઝડપાયાં

  અમદાવાદઃ શહેરની આશ્રમરોડ પર આવેલી નવગુજરાત કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બીભત્સ ચેનચાળા કરતાં ઝડપાયાં હતાં, જેના પગલે કોલેજ દ્વારા તાત્કાલિક બેઠક યોજવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આશ્રમરોડ પર આવેલી નવગુજરાત કોલેજમાં આજે સવારે આચાર્યએ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીને બીભત્સ હાલતમાં ઝડપ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેના પગલે કોલેજમાં હંગામો મચી ગયો હતો. બાદમાં કોલેજ દ્વારા તાત્કાલિક બેઠક યોજાઇ હતી. આચાર્ય સવારના નવ વાગ્યાના અરસામાં કોલેજના રાઉન્ડમાં નીકળ્યા હતા ત્યારે એક ક્લાસરૃમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બીભત્સ ચેનચાળા કરતાં ઝડપાયાં હતાં, જેથી કોલેજ દ્વારા બંનેની સઘન પૂછપરછ કરાઇ હતી. બાદમાં કોલેજ દ્વારા તાત્કાલિક બેઠક યોજીને ચર્ચા કરાઇ હતી. મામલે કોલેજના આચાર્યનો સંપર્ક કરતા ફોન ઉપાડવાની તસદી લીધી હતી. કોલેજમાં પરીક્ષા હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સવારમાં ઊમટી પડ્યા હતા. આશ્રમરોડની નવગુજરાત કોલેજમાં સવારે વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બીભત્સ હાલતમાં ઝડપાયાં હતાં ત્યારે કોલેજમાં પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓના કેમ્પસમાં ટોળેટોળાં એકઠાં થયાં હતાં. ત્યાર બાદ કોલેજમાં હંગામો થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બીભત્સ હાલતમાં ઝડપાતાં ચકચાર મચી ગઇ હતી તેમજ શિક્ષણ આલમમાં હોબાળો મચી ગયો હતો.

   -----------------------------------------------------------------------

  રિક્ષાચાલકોનો એલઆરડી જવાન  પર હુમલો

  અમદાવાદ, સોમવાર - મણિનગર રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાક વખતથી બેરોકટોક રિક્ષા પાર્ક કરી અડ્ડો જમાવતા રિક્ષાચાલકોએ ત્રાસ વર્તાવ્યો છે. આજે સવારે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહેલા એક એલઆરડી જવાને એક રિક્ષાચાલકને ટપારતાં ઉશ્કેરાયેલા રિક્ષાચાલકોએ એલઆરડી જવાન પર હુમલો કરી ઈજા પહોંચાડતાં રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. રેલવે સ્ટેશનનાં મુખ્ય પગથિયા પાસે આડેધર રિક્ષા પાર્ક કરતા રિક્ષાચાલકોને એલઆરડી જવાને રિક્ષાઓ વ્યવસ્થિત પાર્ક કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ જવાનને એક રિક્ષાચાલક સાથે રિક્ષા પાર્ક કરવા બાબતે ઉગ્ર બોલાચાલી થતાં અન્ય રિક્ષાચાલકો એકત્ર થઈ ગયા હતા અને જવાન ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઘટનાને પગલે રેલવે સ્ટેશન નજીક અફરાતફરી મચી જતાં ટ્રાફિક પોલીસ દોડી આવી હતી. પોલીસે અંગે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

   -----------------------------------------------------------------------

 •  હેલ્થ ઈન્ડિયાના મેનેજર અને તેમની પત્ની વિરુદ્ધ રેપની ફરિયાદ

  અમદાવાદ, સોમવાર - નારણપુરા પોલીસ સ્ટેશનમાં યુવતી અને તેના પિતરાઈ ભાઈઓ વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરનાર મેનેજર અને તેની પત્ની સામે યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવતીએ પોતાની મેનેજરે લગ્નની લાલચ આપી ઓફિસમાં એક્લતાનો લાભ લઈ પોતાની બળાત્કાર ગુજાર્યો હતો. બાબતે પોતે ભાઈઓ સાથે મળી મેનેજરને સમજાવવા ગઈ હતી. તે સમયે મેનેજરની પત્નીએ ફોન કરી ફરિયાદ કરવાની ધમકી આપતાં તે આરોપી મેનેજરને લઈને નવરંગપુરા પોલીસ સ્ટેશન જઈ રહી હતી. તે સમયે મેનેજરે ચાલુ કારે નદીમાં ઝંપલાવી પોતાની અને તેના ભાઈઓ પર ખોટી ફરિયાદ કરી હતી.

  પોલીસ તપાસમાં પ્રાપ્ત વિગત મુજબ પાલડી વિસ્તારમાં શાંતિવન ખાતે કોમલ એવન્યુમાં રહેતો ઉદિત ગિરીશકુમાર પંડયા (ઉં..૨૮) હેલ્થ ઈન્ડિયા કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. કંપનીમાં ફરજ બજાવતી યુવતીને ઉદિતે મેસેજ કરી લગ્નની ઓફર મૂકી હતી. ઉદિતે યુવતીને હું તને પ્રેમ કરું છું, મારી પત્નીથી કંટાળી ગયો છું તેનાથી છુટાછેડા લઈ હું તારી સાથે લગ્ન કરીશ તેવી વાત કરી હતી.

  ઉદિત પરિણીત હોવાથી યુવતીએ તેને પોતાની નજીક આવવાની સ્પષ્ટ ના પાડી હતી તેમ છતાં પણ ઉદિતે ઓફિસના કામનાં બહાના હેઠળ યુવતીને અવારનવાર પોતાની ચેમ્બરમાં બોલાવતો અને હવસ સંતોષવા માટે પ્રયાસ કરતો હતો. ગત માર્ચ માસમાં ઉદિતે યુવતીને તેની ઓફિસમાં બોલાવી અને બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે ઓફિસમાં કોઈ કર્મચારી હાજર ના હોવાથી યુવતીની એકલતાનો લાભ ઉદિતે માર્ચ એન્ડિંગનું બહાનું કાઢી તેને રોકી હતી.

  ઉદિતે પોતાની પર રેપ કર્યાે બાદથી હેબતાઈ ગયેલી યુવતીએ તેના ભાઈઓને બાબતે વાત કરી હતી બીજી તરફ ઉદિતે પણ યુવતીને હું તારી સાથે લગ્ન નહીં કરી શકું તેમ જણાવ્યું હતું. મુદ્દે યુવતી અને તેના ભાઈઓ ઉદિતને સમજાવવા ગયા હતા તે દિવસે ઉદિતને પત્નીએ ફોન કરી યુવતીને ફરિયાદ કરવાની ધમકી આપી, આથી યુવતી અને તેના ભાઈઓ ઉદિતને લઈને ફરિયાદ કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશને લઈ જઈ રહ્યા હતા. બાબતે ડરી ગયેલા ઉદિતને ચાલુ કારે નદીમાં ઝંપલાવ્યું જેના કારણે તેને ઈજા થઈ હતી. યુવતી અને તેના ભાઈઓ ઉદિતને ૧૦૮ એમ્બ્યુલન્સમાં બેસાડીને જતા રહ્યા હતા પરંતુ ઉદિતે મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં યુવતી અને તેના ભાઈઓ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હતી. પોલીસે અંગે યુવતીની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી ઉદિત ગીરીશ પંડયા અને તેની પત્ની આરતીની શોધખોળ હાથ ધરી છે.

   -----------------------------------------------------------------------

  નિવૃત્ત એસીપીના નશામાં ધૂત પુત્રએ બેફામ સ્પીડે કાર ચલાવી

  દારૃ પીને ડ્રાઈવિંગ કરતા એસીપીના પુત્રને તત્કાલ જામીન મળી જતાં ચર્ચા

  અમદાવાદ, સોમવાર - કાયદાનો કડક અમલ સામાન્ય માણસ પર થાય, વગદાર અને શ્રીમંત નબીરાઓ કાયદાની ચુંગાલમાંથી છટકી જતા હોવાની વાતને સમર્થન આપતી ઘટના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં બની છે. સેટેલાઈટની સહજાનંદ કોલેજ પાસે ગઈ કાલે રાત્રે નશામાં ધૂત થઈ બેફામ કાર ચલાવનાર નિવૃત્ત એસીપીના પુત્રને પોલીસે ઝડપી કાર્યવાહી કરી, પરંતુ દબાણને કારણે પોલીસે આરોપીને તત્કાળ જામીન આપી દેતા લોકોમાં ચર્ચા શરૃ થઈ હતી.

  સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ .એસ.પંડ્યા ગઈ કાલે ડીસીપી ઝોન-૧ના ત્યાંથી મિટિંગ પૂરી કરી પરત પોલીસ સ્ટેશને આવી રહ્યા હતા. તે સમયે રાત્રીના સહજાનંદ કોલેજ પાસે લોકોનું ટોળું જોઈ મોબાઈલ ઊભી રાખી હતી, દરમિયાનમાં ટોળાંએ એક વ્યક્તિને પોલીસને સોંપી તે દારૃ પીધેલો હોવાનું જણાવ્યું હતું.

  આરોપીને પોલીસ સ્ટેશને લાવી તેની પૂછપરછ કરવામાં આવતાં તે બફાટ કરતો હતો. પોલીસ તપાસમાં દારૃ પીને બફાટ કરતો શખસ સેટેલાઈટ વિસ્તારમાં રામદેવનગર ખાતે રાજસૂર્યા બંગલોમાં રહેતા જિજ્ઞેશ રમણભાઈ વીસાણી હોવાનું જાણવા મળ્યું હતું. જિજ્ઞેશના પિતા આર. એલ. વીસાણી નિવૃત્ત ડીવાયએસપી હતા જેઓનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું.

  પોલીસ તપાસમાં આરોપીએ દારૃ પીને બેફામ કાર ચલાવી અને ડિવાઈડર કુદાવી અકસ્માત કર્યો હતો. પોલીસે અંગે ગુનો દાખલ કરી જિજ્ઞેશની ધરપકડ કરી હતી, પરંતુ કોઈ દબાણને પગલે પોલીસે આરોપીને જવા દીધો હતો. આરોપી પાસે દારૃની પરમિટ હોવાનું કારણ આગળ ધરી તેને છોડી દેવામાં આવ્યો હતો.પોલીસે જિજ્ઞેશને જામીન પર મુકત કરતાં લોકોમાં અવનવી ચર્ચા શરૃ થઈ હતી.

   -----------------------------------------------------------------------

     હિટ એન્ડ રનઃ બિહારી યુવાનનું મોત

  અમદાવાદ, સોમવાર - બેફામ ઝડપે વાહનચાલકોએ તાજેતરમાં અનેક અકસ્માત સર્જી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે અને હિટ એન્ડ રનની ઘટનાનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે  વધુ એક હિટ એન્ડ રનની ઘટના ચાંગોદર નજીક બનતાં આ ઘટનામાં વધુ એક બિહારીએ જીવ ગુમાવ્યો છે. ચાંગોદર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેપોલીસના જણાવ્યા અનુસાર આ અંગેની વિગત એવી છે કે મૂળ બિહારનો વતની અને હાલ લોદરિયાળ ગામે રહેતો બાલચંદ્ર નામનો ૩ર વર્ષીય યુવાન બાવળા નજીક આવેલ અશ્વિની કંપનીમાં નોકરી કરતો હતો. રાતે આઠ વાગ્યે નોકરી પરથી છૂટી આ યુવાન પોતાના ઘરે જવા બાવળાથી કોઈ વાહનમાં બેસી ચાંગોદર આવ્યો હતો અને ત્યાંથી ચાલતો સાણંદ-બાવળા હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે પસાર થયેલા કોઈ વાહને આ બિહારી યુવાનને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. યુવાનની લાશ મોડી રાત સુધી રોડ પર રઝળતી પડી રહી હતી. આ ઘટનાના પગલે સાણંદ-બાવળા રોડ પરનો ટ્રાફિક જામ થઈ ગયો હતોબનાવની જાણ થતાં ચાંગોદર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ લાશને બાવળાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી. મોડી રાત્રે આ ઘટના બની હોઈ અકસ્માત સર્જનાર વાહન અંગે પોલીસને આ  અંગે કોઈ માહિતી મળી નથી.

   -----------------------------------------------------------------------

    માતાજીના પ્રસંગમાં ફાળો આપવાના ટેન્શનમાં યુવાન સળગી મર્યો

  અમદાવાદ, સોમવાર સાસરીમાં યોજાનારા માતાજીના એક પ્રસંગમાં ફાળો આપવાના ટેન્શનમાં એક યુવાને જાતે સળગી જઈ આત્મહત્યા કરતાં સાબરમતી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છેપોલીસના જણાવ્યા અનુસાર અંગેની વિગત એવી છે કે સાબરમતી ભીલવાસ ખાતે આવેલા કૈલાસનગરમાં રહેતા રમેશભાઈ પટણીની સાસરીમાં એક માતાજીનો પ્રસંગ યોજાવાનો હતો અને પ્રસંગમાં રમેશભાઈને પૈસા આપવાના હતા, પરંતુ પૈસા હોવાથી યુવાન ટેન્શનમાં હોઈ બપોરના સુમારે તેેણે પોતાના શરીર પર કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતાં તેને ગંભીરપણે દાઝેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાતે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઉપરાંત એલિસબ્રિજ નીચે રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાંથી ઈસનપુર ખાતે રહેતા ભાથીભાઈ ચંપાજી ચુનારા નામના યુવાનની લાશ મળી આવી હતી. યુવાનનું મોત અકસ્માતે થયું કે આત્મહત્યા કરી તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

   -----------------------------------------------------------------------

    યુવકને બચાવવાનો પ્રયાસ કરનાર બે સામે ગુનોઃ એકની ધરપકડ

  અમદાવાદ, સોમવાર - મેઘાણીનગરમાં ગર્ભવતી મહિલાનું મોત નીપજાવનાર આરોપીને બચાવવાના પ્રયાસમાં પોલીસ સમક્ષ અન્ય આરોપીને રજૂ કરનાર સામાજિક કાર્યકર તેમજ ખોટી રીતે હાજર થયેલા આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર હોવાનું બહાર આવ્યું છેમેઘાણીનગર વિસ્તારના ઘનશ્યામ ફલેટ પાસે ગઈ કાલે ગર્ભવતી મહિલા જશીબહેનનું કારની ટક્કર મારી મોત નીપજાવનાર કારચાલક પ્રજ્ઞેશ પટેલને બચાવવાનો પ્રયાસ નીલેશ ઉર્ફ દિનેશ પટેલ અને અરવિંદભાઈ પટેલે કર્યો હતો. પ્રજ્ઞેશ પાસે લાઈસન્સ ના હોવાને કારણે તેના સંબંધી નીલેશ ઉર્ફે દિનેશ ભીખાભાઈ પટેલે પોલીસ સમક્ષ એવી જાહેરાત કરી હતી કે, ' અકસ્માત પોતે કર્યો હતો, જેના કારણે મહિલાનું મોત નિપજ્યું છે.' પોલીસે મામલે નીલેશ પટેલની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. દરમિયાનમાં ડીસીપી ઝોન- .એમ.મુનિયાની ઊલટતપાસમાં ભાંગી પડેલા નીલેશે પોલીસ સમક્ષ સાચી વાત રજૂ કરી હતી. મામલે પોલીસે અકસ્માતના કેસમાં પ્રજ્ઞેશ હરગોવિંદભાઈ પટેલની ધરપકડ કરી હતી.

  મુદ્દે પ્રજ્ઞેશને બચાવવાનો પ્રયાસ કરનાર દિનેશ ઉર્ફે નીલેશ ભીખાભાઈ પટેલ અને અરવિંદભાઈ ભોળાભાઈ પટેલ વિરુદ્ધ પુરાવાનો નાશ કરવાનો ગુનો દાખલ કરી આરોપી દિનેશની ધરપકડ કરી હતી. ગુનામાં અરવિંદભાઈ પટેલ ફરાર થઈ ગયા છે.

   -----------------------------------------------------------------------

  ટ્રકે બાઈકને અડફેટે લેતાં બે યુવાનનાં મોત

  અમદાવાદ, સોમવાર - જૂનાગઢ નજીક ચોકી વડાર રોડ પર ટ્રકે બાઈકને અડફેટમાં લેતાં  બે યુવાનના ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે મોત થયા હતા. પોલીસે અંગે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અંગેની વિગત એવી છે કે ચોકીથી જૂનાગઢ તરફ પૂરઝડપે આવી રહેલ ટ્રકે જૂનાગઢથી જેતપુર તરફ જઈ રહેલ બે બાઈકસવારને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં  બાઈક પર સવાર બંને યુવાનો રોડ પર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. બંનેના યુવાનનાં મોત થયાં હતાં યુવાનો જેતપુરની ડાઈંગ કંપનીમાં કામ કરનાર આકાશ રામજનમ પાસવાન અને મનોજ નરેન્દ્ર ચૌધરી હોવાનું અને બિહારના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ ટ્રકચાલક ટ્રક સાથે ભાગી ગયો હતો. પોલીસે આગળની કાર્યવાહી શરૃ કરી છે.

   -----------------------------------------------------------------------

  નકલી ચેઈનને અસલી સમજી તોડવા આવેલો ચેઈન સ્નેચર રોડ પર પટકાયો

  અમદાવાદઃ નકલી ચેઈન પહેરીને પણ ચેઈન સ્નેચરથી છુટકારો નહીં મળતો હોવાની ઘટના ગઈ કાલે માણેકબાગ વિસ્તારમાં શાંતિનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધા અને તેમના પુત્ર સાથે બની હતી. પ્રાપ્ત વિગત મુજબ જૈન દેરાસરમાં દર્શન કરવા માટે જઈ રહેલા માતા-પુત્રને ચેઈન સ્નેચરે લો ગાર્ડન વિસ્તારમાં આવેલા નળ સર્કલ પાસે ટાર્ગેટ બનાવ્યા અને વૃદ્ધાના ગળામાં નકલી ચેઈન તોડવાનો પ્રયાસ કર્યો હતો. નકલી ચેઈન ના તૂટી પરંતુ માતા-પુત્ર અને આરોપી ત્રણેય રોડ પર પટકાયા હતા. પોલીસે અંગે ગુનો દાખલ કરી બાઈક નંબરના આધારે ચેઈન સ્નેચરને ઝડપી લીધો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

  સેટેલાઈટની માણેકબાગ સોસાયટીની પાસે આવેલી શાંતિનગર સોસાયટીમાં રહેતા જિગરભાઈ રાજેન્દ્રભાઈ શાહ (ઉં..૩૪) તેમની માતા કોકિલાબહેનને ગઈ કાલે સવારે પોતાના એક્ટિવા પાછળ બેસાડીને પતાશાની પોળમાં આવેલા મહાવીર સ્વામી જૈન દેરાસરમાં પૂજા કરવા માટે લઈ જતા હતા. દરમિયાનમાં ગઈ કાલે સવારે ૧૦.૧૫ વાગ્યાના સુમારે માતા-પુત્ર લો ગાર્ડન નળ સર્કલ પાસે પેન્ટાલૂનના શો રૃમ નજીક પહોંચ્યા હતા.

  તે સમયે પલ્સર બાઈક પર આવેલા એક શખસે કોકિલાબહેનનો ચેઈન ખેંચ્યો હતો. ચેઈન ના તૂટતા ૈૈજિગરભાઈએ બેલેન્સ ગુમાવ્યું, જેના કારણે કોકિલાબહેન અને જિગરભાઈ રોડ પર પટકાયા સાથે પલ્સર બાઈકનો ચાલક પણ રોડ પર પટકાયો હતો. જિગરભાઈએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બાઈક મૂકીને ભાગી છુટયો હતો. બનાવની જાણ થતાં નવરંગપુરા પોલીસે સ્થળ પર જઈ જિગરભાઈની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી ઝડપાઈ ગયાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું જોકે, પોલીસે અંગે કોઈ જાહેરાત કરી હતી. ચેઈન તોડવાનો પ્રયાસમાં ઝડપાઈ ગયેલા આરોપીની પૂછપરછમાં અનેક ચેઈન સ્નેચિંગના ભેદ ઉકેલાય તેવી પોલીસને આશા છે.

   -----------------------------------------------------------------------

  મ્યુનિ. શાળાના નિવૃત્ત શિક્ષક અને પાડોશી વચ્ચે તકરાર

  અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાં આવેલા મુખીવાસમાં ગઈ કાલે રાત્રે બે પાડોશી વચ્ચે થયેલી તકરારમાં પોલીસે બે પક્ષની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. મ્યુનિસિપલ શાળાના નિવૃત્ત શિક્ષકે પોતાના ઘરે પાડોશીએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. નવરંગપુરા ગામમાં આવેલા મુખીવાસમાં રહેતા દેવગીરીએ જોયું તો પાડોશમાં રહેતા રામી પરિવારની મહિલાઓ તેમના ઘરમાં ઘૂસી આવી હતી. આ મહિલાઓ દેવગીરીભાઈની પત્નીને પકડીને બહારની તરફ ખેંચી રહી હતી. બીજી તરફ પાડોશમાં રહેતા હિમાંશુ રામી, સંજય રામી, પરેશ અને પથિક રામી અપશબ્દો બોલી મારો કાપોની બૂમો પાડતા હતા. દેવગીરીભાઈના પુત્ર મહેશે પોલીસને ફોન કર્યો હતો.

   -----------------------------------------------------------------------

  અપહરણનો સિલસિલોઃ વધુ પાંચનાં અપહરણ

  અમદાવાદ, સોમવાર શહેરના જુદા જુદા વિસ્તારમાં સગીરાના અપહરણનો સિલસિલો જારી રહ્યો છે. વધુ પાંચનાં અપહરણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસના જણાવ્યા અનુસાર અંગેની વિગત એવી છે કે સરદારનગરમાં મહાદેવની ચાલી ખાતે રહેતા મહેશભાઈ તિવારીની સગીર વયની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. જ્યારે નરોડામાં જય અંબે એપાર્ટમેન્ટમાં રહેતા રાજુભાઈ સોનીના પુત્ર આનંદનું અપહરણ કરવામાં આવ્યું હતું. વિસ્તારમાં સ્પર્શ રેસિડેન્સી ખાતે રહેતી એક સગીરાનું પંકજ નારાયણ નામના શખ્સ દ્વારા ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ થવા પામી છે. ઉપરાંત મેઘાણીનગરમાં પ્રતાપનગર ખાતે રહેતા મૂકેશકુમાર હવાલદાર શર્માના પુત્રનું તથા વટવામાંથી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

   -----------------------------------------------------------------------

  બાઈકચાલકને ઢોર માર મારી લૂંટી લીધો

  અમદાવાદ, સોમવાર - નરોડા વિસ્તારમાં કૃષ્ણનગર ચાર રસ્તા પાસે બે આવારાં તત્ત્વોએ એક બાઈકચાલકને આંતરી ઢોરમાર મારી તેને લૂંટી લેતાં  પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર અંગેની વિગત એવી છે કે નરોડાના કૃષ્ણનગર ખાતે આવેલ પાયલપાર્ક સોસાયટીમાં રહેતો ભાવિન પ્રવીણચંદ્ર શાહ નામનો યુવાન રાતના ૧૧-૦૦ વાગ્યે કૃષ્ણનગર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વિસ્તારના માથાભારે શખ્સો વિજય ઝાલા અને જેકી લાલવાણીએ ભાવિનને આંતરી ઊભો રાખી વિના કારણે ગાળો આપી માર માર્યો હતો ત્યાર બાદ તેનો મોબાઈલ અને અન્ય ચીજવસ્તુઓની લૂંટ ચલાવી બંને શખ્સ ફરાર થઈ ગયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

   -----------------------------------------------------------------------

  વીજળી પડતાં અને વીજકરંટથી ચારનાં મોત

  અમદાવાદ, સોમવાર - લુણાવાડા અને ધોરાજી પંથકમાં વીજળી પડતાં અને વીજકરંટ લાગતાં ચાર વ્યકિતના મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે. પોલીસે અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી તપાસ હાથ ધરી  છે. અંગેની વિગત એવી છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી કમોસમી વરસાદ અને વાવાઝોડાનો માહોલ છે. પંચમહાલ જિલ્લાના લુણાવાડા પંથકમાં વીજળી પડતાં બે યુવાનોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે ધોરાજી નજીક સુપેડી ગામે કૂવો ગાળવાનું કામ ચાલતું હતું ત્યારે અચાનક વીજકરંટ લાગતાં કૂવો ગાળી રહેલા બે મજૂરોના મોત થયા હતા. પોલીસે બંનેની લાશ પીએમ માટે ધોરાજીની હોસ્પિટલમાં મોકલી આપી હતી. મરનારના નામ જાણવા મળ્યાં નથી. પોલીસે આગળની કાર્યવાહી શરૃ કરી છે.

   -----------------------------------------------------------------------

  કિશોરને તલવારના ઘા મારી કુખ્યાત સ્પાઈડરમેન સહિત ચાર જણા ફરાર

  અમદાવાદ, સોમવાર - સોથી વધુ ઘરફોડ ચોરીના ગુનાનો કુખ્યાત આરોપી વિજય ઉર્ફે સ્પાઈડરમેન જૂના વાડજ ખાતે ગઈ કાલે બનેલી ઘટનામાં ફરી ચર્ચામાં આવ્યો છે. સ્પાઈડરમેન અને તેના સાગરીતોએ ભેગા મળીને ૧૪ વર્ષના કિશોરને તલવારના ઘા માર્યા હતા. લોકોનાં ટોળાં એકત્ર થઈ જતાં આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. સ્પાઈડરમેને કિશોરના કાકાની કારનો કાચ પથ્થર મારીને તોડી નાંખ્યો હતો. મામલે કિશોરે સ્પાઈડરમેનને સાથે વાત કરતાં ઉશ્કેરાયેલા આરોપીએ હુમલો કર્યો હતો. જૂના વાડજ ખાતે આવેલી ગોવિંદ મુખીની ચાલીમાં દેવસીભાઈ રામજીભાઈ ચાવડા (ઉં..૪૧) પોતાના પરિવાર સાથે રહે છે. દેવસીભાઈને ગઈ કાલે સવારે તેમની ભત્રીજીએ જાણ કરી કે, મયૂરને કેટલાક લોકો ચાલીના નાકે જાહેર રોડ પર મારમારી રહ્યા છે. તેઓએ મયૂરને તલવારના ઘા પણ માર્યા છે. બાબતે જાણ થતાં દેવસીભાઈ અને અન્ય શખસો ચાલીના નાકે દોડ્યા હતા. તે સમયે મયૂર પર હુમલો કરનાર કુખ્યાત આરોપી વિજય સ્પાઈડરમેન અને તેના બે સાગરીત ફરાર થઈ ગયા હતા. દરમિયાનમાં બે આરોપી ઝડપાઈ ગયા હતા પરંતુ તેઓ પણ તકનો લાભ લઈને જતા રહ્યા હતા.

  દરમિયાનમાં મયૂર પર હુમલો કરનાર શખસોમાં આર.આર.શુકલાની ચાલીમાં રહેતો વિજય ઉર્ફે સ્પાઈડરમેન ચૌહાણ અને ભૂરો તેમજ ગોપાલનગરમાં રહેતા ગૌતમ અને નરેશ હોવાની જાણ થઈ હતી. બાબતે દેવસીભાઈએ હુમલાનું કારણ પૂછતાં મયૂરે જણાવ્યું હતું કે, ' વિજયે ગઈ કાલે તેના કાકાની કારનો કાચ પથ્થર મારીને તોડી નાંખ્યો હતો. બાબતે વિજયને કહેવા જતાં તે ઉશ્કેરાયો હતો.' અદાવતમાં વિજયે તેના સાગરીતો સાથે મળીને પોતાની પર હુમલો કર્યો હતોપોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ સ્પાઈડરમેન અગાઉ સોથી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે તેમજ ક્રાઈમ બ્રાંચે એક વર્ષ અગાઉ તેને હથિયારો સાથે ઝડપ્યો હતો.
   
  -----------------------------------------------------------------------

 

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License