26-06-2013

-----------------
 
 
 
 
 
 
 

---------------------

 

 • જાસપુર ગામ પાસેની ઘટના

  સરપંચના પુત્રએ નર્મદા કેનાલમાં ઝંપલાવી કરેલી આત્મહત્યા

  પોલીસે આત્મહત્યાનું કારણ શોધવા તપાસ હાથ ધરી

  અમદાવાદ, જાસપુર ગામ પાસે આવેલ નર્મદા કેનાલમાં ઝંપલાવી ગઈ કાલે મોડી રાત્રે ૨૯ વર્ષના યુવકે આત્મહત્યા કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છેમૃતક યુવક ગામના સરપંચનો પુત્ર હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. પોલીસે યુવાનની આત્મહત્યાનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.

  જાસપુર ગામના પ્રજાપતિ વાસમાં રહેતા દિનેશભાઈ પ્રજાપતિ ગામના સરપંચ છે. ગઈ કાલે રાત્રે ૧૧ વાગ્યા પહેલા રાત્રે દિનેશભાઈનો પુત્ર પરાગ નર્મદા કેનાલ પાસે પહોંચ્યો હતો. પરાગે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. બનાવને પગલે સ્થાનિક લોકોએ સરપંચ દિનેશભાઈને બનાવની જાણ કરી હતી.

  બનાવને પગલે કલોલ તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ તપાસમાં પરાગે કયા કારણસર આત્મહત્યા કરી? તેની વિગતો જાણવા મળી નથી. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ પરાગ છેલ્લા કેટલાક સમયથી તણાવમાં રહેતો હતો. પરિવારજનોના નિવેદન બાદ પરાગની આત્મહત્યાનું કારણ બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું છે. પરાગની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી અપાઈ છે. ગામના સરપંચના પુત્રએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ હતી. લોકોમાં તરેહતરેહની ચર્ચાએ જોર પક્ડયું હતું. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.કે.કારેલનો અંગે સપર્ક થઈ શક્યો હતો

  -----------------------------------------------------------------------

  ઘાટલોડિયાના કે.કે.નગર ખાતે સૌંદર્ય એપાર્ટમેન્ટની ઘટના

  પાણીના બોરના મુદ્દે થયેલી તકરારમાં રહીશો વચ્ચે મારામારી

  કે.કે.નગરમાં મારામારીનો મેસેજ મળતાં પોલીસ દોડતી થઈ ગઈ

  અમદાવાદ, ઘાટલોડિયાના કે.કે.નગર વિસ્તારમાં આવેલા સૌંદર્ય એપાર્ટમેન્ટના વિભાગ- અને ૨ના રહિશો વચ્ચે બોર બનાવવા માટે થયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. બંને વિભાગના રહીશો વચ્ચે જાહેરમાં છુટા હાથની મારામારી થઈ હતી. કે.કે.નગર રોડ પર મારામારી થયાનો મેસેજ મળતાં ઘાટલોડિયા અને સોલા પોલીસની મોબાઈલ સ્થળ પર પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે બંને વિભાગના રહીશો વચ્ચે સમાધાન થતાં ગુનો દાખલ થયો હતો.

  ઘાટલોડિયાના કે.કે.નગર રોડ પર આવેલા સૌંદર્ય એપાર્ટમેન્ટના વિભાગ- અને ૨ના રહીશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પાણીનો બોર બનાવવા બાબતે તકરાર થઈ રહી છે. ગઈ કાલે રાત્રે બોર બનાવવા માટે બંને વિભાગ વચ્ચે બનાવવામાં આવેલી કોટની કોમન દીવાલ હટાવવા મુદ્દે ચર્ચા થઈ હતી. માટે દીવાલ હટાવવી કે નહીં, તે મુદ્દે સોસાયટીના રહીશોની મિટિંગ ચાલી રહી હતી.

  તે ગાળામાં ઠરાવ પસાર થાય તે પહેલાં જે વિભાગના લોકો પાણી વગર ટળવળતા હતા, તેઓ ઉશ્કેરાયા હતા. રાત્રે ૧૦.૩૦ વાગ્યે ઠરાવ લખવાની કાર્યયાહી ચાલી રહી તે સ્થળ પર આવી ઉશ્કેરાયેલા લોકોએ મારામારી શરૃ કરી દીધી હતી. બનાવને પગલે વિભાગ- અને ૨ના રહીશો વચ્ચે જાહેરમાં મારામારી શરૃ થઈ ગઈ હતી.

  ઘાટલોડિયા પોલીસને અંગે કંટ્રોલરૃમ તરફથી મારામારીનો મેસેજ મળતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. કે.કે.નગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હોવાના મેસેજને પગલે કંટ્રોલરૃમે નજીકના પોલીસ સ્ટેશનનોની મોબાઈલ વાનોને પણ ઘાટલોડિયા પહોંચવા આદેશ આપી દીધા હતા.

  બનાવને પગલે ઘાટલોડિયા પીઆઈ .જે.ગોંડલિયાએ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર અંકુશ મેળવી લીધો હતો. પોલીસે મોડી રાત્રે અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૃ કરતા બંને વિભાગના રહીશોએ સમાધાન કરવાનો નિર્ણય લેતાં ફરિયાદ નોંધાઈ હતી.

  -----------------------------------------------------------------------

  ચોરીના બાઈક સાથે બે શખસો આબાદ ઝડપાયા

  એલિસબ્રિજ સહિતના પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા

  અમદાવાદ, એલિસબ્રિજ વિસ્તારમાંથી બે યુવકને ચોરીના બાઈક સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓની તપાસમાં ચારથી પાંચ જેટલી વાહન ચોરીના ભેદ ઉકેલવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી ચોરીનું બાઈક પોલીસને મળી આવ્યું છે. બંને આરોપીની પૂછપરછમાં એલિસબ્રિજ સહિતના પોલીસ સ્ટેશનના ચોરીના બનાવનો ભેદ ઉકેલવાની શક્યતા છે.ઝોન- ડીસીપી નિરજ બડગુર્જરના સ્કોડે બાતમીને આધારે શાહપુર ખાતે રહેતા મયુદ્દીન મહંમદઈસ્માઈલ કુરેશી અને ધોળકા ખાતે રહેતા યાસિન મુસ્તુફા મેમણને ગઈ કાલે બપોરે ચોરીના બાઈક સાથે ઝડપી લીધા હતા.આરોપી મયુદ્દીન અને યાસિન જે બાઈક લઈને પસાર થતાં હતા તેની માલિકીના કોઈ પુરાવા પોલીસ સમક્ષ રજૂ કરી શક્યા હતા. મયુદ્દીન અગાઉ બાઈક ચોરીના ગુનામાં જેલમાં જઈ આવ્યો હોવાથી પોલીસને તેની પર શંકા ગઈ હતી.

  પોલીસ તપાસમાં મયુદ્દીને પાસેથી મળી આવેલું બાઈક તેને એલિસબ્રિજ વિસ્તારમાંથી ચોરી કર્યાનું જાણવા મળ્યું છે. મયુદ્દીન અને યાસિનને એલિસબ્રિજ પોલીસને સોંપવામાં આવતાં બંનેની શકના આધારે અટકાયત કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

  -----------------------------------------------------------------------

  ` પોણા બે લાખના સોનાના દોરા તોડી ગઠિયા ફરાર

  વેજલપુર અને દાણીલીમડાની ઘટના

  અમદાવાદ શહેરના વેજલપુર અને દાણીલીમડામાં બે મહિલાની રૃ.પોણા બે લાખની કિંમતની સોનાની ચેઈન તોડી ગઠિયા ફરાર થઈ ગયા હતા. પોલીસે અંગે ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર અંગેની વિગત એવી છે કે વેજલપુરમાં જીવરાજપાર્ક પાસે આવેલ ગીરાપાર્ક સોસાયટીમાં રહેતી વસુલાબહેન નરેન્દ્રસિંહ નામની એક મહિલા સાંજના -૦૦ વાગ્યાના સુમારે ભાવિનપાર્ક સોસાયટી નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલ ગઠિયા મહિલાના ગળામાંથી રૃ.ર૧,૦૦૦નો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા. ઉપરાંત સેટેલાઈટ વિસ્તારમાં જીવનધામ સોસાયટી ખાતે રહેતી સુહાસિનીબહેન ઉમાકાંત બીજાપુર નામની મહિલા દાણીલીમડા વૈકુંઠધામ મંંદિર નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળના ભાગેથી બાઈક આવેલા બે ગઠિયા મહિલાના ગળામાંથી રૃ.,૩પ,૦૦૦ની કિંમતનું મંગલસૂત્ર અને સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

  -----------------------------------------------------------------------

  મણિનગરના કશ્યપ એપાર્ટમેન્ટ ખાતે બનેલો બનાવ

  બેકારીએ યુવાનનો જીવ લીધો

  અમદાવાદ, કારમી બેકારીના કારણે એક યુવાને ગળાફાંસો ખાઈ જીવત ટૂંકાવી નાખતાં મણિનગર પોલીસે અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર અંગેની વિગત એવી છે કે મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર મોહન શોપિંગ સેન્ટરની સામે આવેલ કશ્યપ એપાર્ટમેન્ટ ખાતે રહેતો વિશાલ ચંદ્રકાંત પટેલ નામનો ર૭ વર્ષીય યુવાન છેલ્લા કેટલાક વખતથી બેકાર હતો. યુવાને નોકરી મેળવવા માટે અનેક જગ્યાએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ કોઈ પણ જગ્યાએ તેને નોકરી મળતાં યુવાન નાણાંભીડ અને કારમી બેકારીમાં સપડાયો હતો. છેવટે બેકારીથી કંટાળી જઈ યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી નાખ્યું હતું. પોલીસે અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  -----------------------------------------------------------------------

  ઘર કંકાસના કારણે કેમિકલના વેપારીએ ગળાફાંસો ખાધો

  જીવરાજપાર્ક વિસ્તારમાં બનેલી ઘટના

  અમદાવાદ ઘરકંકાસના કારણે કેમિકલના એક વેપારીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વેજલપુર પોલીસે અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના જણાવ્યા અનુસાર અંગેની વિગત એવી છે કે વેજલપુરના જીવરાજપાર્કમાં આવેલ જગન્નાથ સોસાયટીમાં રહેતા ૪૩ વર્ષીય લીલાધર મૂળચંદ મંગેએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે કેમિકલનો વેપાર કરતા વેપારીએ ઘરકંકાસના કારણે પગલું ભર્યું હતું.

  -----------------------------------------------------------------------

 

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License