23-04-2013

-----------------
 
 
 
 
 
 
 

---------------------

 

 •  યુવક ૫૦૦ના દરની દસ ડુપ્લિકેટ નોટ સાથે ઝડપાયો

  અમદાવાદ, મંગળવાર - ડીસીપી ઝોન- સ્ક્વોડના સ્ટાફે ગઈ કાલે રાત્રે નારણપુરાના આશ્રય અને પાલડીના નવજીવન એપાર્ટમેન્ટમાં સાગમટે દરોડા પાડી આઈપીએલની ટ્વેન્ટી-૨૦ મેચ પર સટ્ટો રમાડી રહેલા બે બુકીને ઝડપી લીધા છે. પોલીસે આરોપી પાસેથી એક લાખથી વધુની મતાનો મુદ્દામાલ કબજે લીધો છે. બે સ્થળે પાડેલા દરોડામાં પોલીસે કુલ ૧૧ મોબાઈલ ફોન, બે ટીવી, રિમોટ, ડાયરી વગેરે કબજે લઈ તપાસ હાથ ધરી છે.

  ડીસીપી ઝોન-૧ના સ્કવોડના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ, પદ્યુમનસિંહ તેમજ કોન્સ્ટેબલ વિક્રમસિંહને મળેલી બાતમીને પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એન.ભાચકને સ્ટાફના માણસો સાથે નારણપુરાના ગોપાલનગર પાસે આવેલા આશ્રય એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી. પોલીસ તપાસમાં આશ્રય એપાર્ટમેન્ટમાં આઈપીએલની રાજસ્થાન રોયલ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રહેલી ટ્વેન્ટી-૨૦ મેચ પર આરોપી જિજ્ઞાસુ ઉર્ફે પપ્પુ નરેશભાઈ શાહ (ઉં..૪૩) ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યા હતાજિજ્ઞાસુ નવરંગપુરા વિસ્તારમાં યુનિવર્સિટી રોડ પર આવેલા અનિકા એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. તે અગાઉ પ્રકારની પ્રવૃત્તિમાં ઝડપાયો હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ, ટીવી, ડાયરી,રિમોટ વગેરે કબજે લઈ કુલ રૃ.૩૦.૦૫૦નો મુદ્દામાલ કબજે લીધો છે.

  ક્રિકેટ સટ્ટાની અન્ય રેડમાં પોલીસે ગઈ કાલે રાત્રે પાલડીના શાંતિવન પાસે આવેલા નવજીવન એપાર્ટમેન્ટમાં દરોડા પાડી આરોપી ચિરાગ સનતભાઈ શાહને ઝડપી લીધો હતો. તેમજ રોક્ડ રકમ વગેરે જમા લઈ કુલ રૃ. ૬૭.૩૬૨ની મતાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

  ------------------------------------------------------------------------

   પાલડીના ચંદનબાળા કોમ્પ્લેક્સમાંથી .૮૩ લાખની મતા ચોરી

  અમદાવાદ, મંગળવાર - પાલડી વિસ્તારમાં ફતેપુરા પોસ્ટઓફિસની બાજુમાં આવેલા ચંદનબાળા કોમ્પ્લેક્સમાંથી તસ્કરો રૃ. .૮૩ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. મકાનમાં રહેતું દંપતી પુત્રના ત્યાં ગયું હતું તે ગાળામાં ચોરીનો બનાવ બન્યો હતો. પોલીસે અંગે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છેપાલડી વિસ્તારમાં આવેલી ફતેપુરા પોસ્ટઓફિસની બાજુમાં આવેલા ચંદનબાળા કોમ્પ્લેક્સના -૨૦૨ નંબરના મકાનમાં રહેતા ભૂપેન્દ્રભાઈ મોહનલાલ ખત્રી (ઉં..૬૨) ગત શુક્રવારે તેમના પુત્રના ઘરે ગયા હતા. તેઓ ગઈ કાલે સવારે તેમના ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો હતો. મકાનની અંદરનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. ભૂપેન્દ્રભાઈએ તપાસ કરતાં તેમના મકાનમાંથી તસ્કરોએ રૃ.બે લાખની રોક્ડ અને દાગીના મળીને કુલ રૃ. .૮૩ લાખની મતાની ચોરી કરી હતી. ભૂપેન્દ્રભાઈએ ચોરીના બનાવ અંગે એલિસબ્રિજ પોલીસને જાણ કરી હતી. પીઆઈ જે.આર.રાવલે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે અંગે ભૂપેન્દ્રભાઈની ફરિયાદને આધારે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  ------------------------------------------------------------------------

    સિક્યોરિટી કંપનીના મેનેજરને ત્યાંથી .૭૮ લાખની ચોરી

  અમદાવાદઃ અમરાઈવાડી વિસ્તારમાં આવેલા જોગેશ્વરી રોડ પરના આદર્ર્શ એપાર્ટેમેન્ટમાંથી તસ્કરો .૭૮ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં સોમવારે બપોરે નોંધાઈ છે. પોલીસ તપાસમાં આરોપીઓએ ખાનગી સિક્યોરિટી કંપનીના મેનેજરને ત્યાં ગેલેરીમાં પડેલી તિજોરીનું લોક ડુપ્લિકેટ ચાવીથી ખોલી ચોરી કરી હતીનારણપુરામાં અંકુર ખાતે આવેલી ખાનગી સિક્યોરિટી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ભાર્ગવભાઈ શ્રીમાળી અમરાઈવાડી વિસ્તારમાં જોગેશ્વરી રોડ પર આવેલા આદર્શ એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહે છે. ગત તા. ૨૦મીના રોજ ભાર્ગવભાઈ તેમના મોટાભાઈના સાસુનું અવસાન થતાં બહારગામ ગયા હતા. તેઓ ગઈ કાલે પરત આવ્યા ત્યારે તેમના મકાનમાં ખુલ્લી ગેલેરીમાં મૂકેલી તિજોરીનો સામાન વેરવિખેર પડ્યો હતો. તપાસ કરતાં તિજોરીનું લોક ડુપ્લિકેટ ચાવીથી ખોલી કોઈ અજાણ્યા શખસોએ રૃ. .૭૮.૮૦૦ની મતાના દાગીનાની ચોરી કરી હતી. અંગે બનાવની જાણ અમરાઈવાડી પોલીસને કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

   -----------------------------------------------------------------------

    આઈપીએલની ટ્વેન્ટી-૨૦ મેચ પર સટ્ટો રમાડતા બે ઝડપાયા

  અમદાવાદ, મંગળવાર - મણિનગર વિસ્તારમાં આવેલા અપ્સરા થિયેટર પાસે આવેલી એસબીઆઈ બેેંકમાંથી પૈસા ભરવા માટે આવેલો યુવક ૫૦૦ના દરની દસ ડુપ્લિકેટ નોટ સાથે ઝડપાઈ જતાં પોલીસ સઘન તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં પાન પાર્લર ચલાવતો યુવક મિત્ર વર્તુળમાં ચાલતી વીશીની સ્કીમમાં સામેલ હતો. વીશીના મિત્રો તરફથી મળેલી હપતાની રકમ ભરવા તે બેંકમાં આવ્યો હોવાનું ખૂલ્યું છે. પોલીસે યુવકના અન્ય મિત્રોની પૂછપરછ હાથ ધરી ડુપ્લિકેટ નોટનું પગેરું મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

  નારોલ ખાતે આવેલા ફૈઝલનગરમાં રહેતો ઈકરારએહમદ નિશારએહમદ અંસારી (ઉં..૨૩) ગઈ કાલે બપોરે અપ્સરા સિનેમા પાસે આવેલી એસબીઆઈ બેંકમાં રૃ. ૪૦ હજારની રકમ ભરવા માટે ગયો હતો. કેશિયરે રૃ. ૪૦ હજારની રકમ લઈને પૈસા ભરવાની કાર્યવાહી શરૃ કરી દરમિયાનમાં ઈશરાર પાસેની કેશમાંથી રૃ. ૫૦૦ના દરની દસ નોટ નકલી હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

  બેંકના કર્મચારીઓએ ઈશરારને વાતોમાં રાખી બનાવની જાણ મણિનગર પોલીસને કરી હતી. મણિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.એસ. ખરાડીએ બનાવને પગલે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ઈશરાર પાસેની દસ નોટ ડુપ્લિકેટ હોવાની ખાતરી થયા બાદ તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ઈશરારની પૂછપરછમાં તેને પોલીસને જણાવ્યું હતું કે, ' તે અને તેના મિત્રો ભેગા મળીને વીશીની સ્કીમ ચલાવે છે. સ્કીમમાં દર મહિને દરેક મિત્ર અમુક રકમ હપતા પેટે ભરવાની હોય છે. ગઈ કાલે મિત્રો દ્વારા આપવામાં આવેલા હપતાની કુલ રકમ રૃ. ૪૦ હજાર લઈને તે બેંકમાં ભરવા માટે આવ્યો હતો.'  પોલીસને ઈશરારના જવાબને પગલે વીશીમાં સામેલ તેના અન્ય મિત્રોની તપાસ હાથ ધરી ડુપ્લિકેટ નોટોનું પગેરું મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

  ------------------------------------------------------------------------

  હાઈકોર્ટ જજની કાર લઈને નીકળેલા ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો

  અમદાવાદઃ સેટેલાઈટ વિસ્તારમાં આવેલા શિવરંજની ચાર રસ્તાથી શ્યામલ તરફ જવાના રોડ પર આવેલા આઈઓસી પંપ પાસે રવિવારે મધરાતે હાઈકોર્ટ જજની સરકારી કાર લઈને નીકળેલા ડ્રાઈવરે રિક્ષાને ટક્કર મારી અકસ્માત સજર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અકસ્માતના બનાવમાં એક વ્યક્તિને ઈજા થતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

  ગોમતીપુર વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ નાથાભાઈ રાઠોડ (ઉં..૪૬) તેમની રિક્ષામાં પેસેન્જર બેસાડી રવિવારે રાત્રે .૪૫ વાગ્યે શિવરંજની પાસે આવેલા આઈઓસી પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવી રહેલા હાઈકોર્ટ જજની કાર નંબર જીજે-૧૮-જી-૨૪૧૦ના ચાલકે રિક્ષાને ટક્કર મારી હતીઅકસ્માતની ઘટનામાં રિક્ષામાં બેઠેલા એક પેસેન્જરને ગંભીર ઈજા થઈ હતી. બનાવની જાણ નરેન્દ્રભાઈએ સેટેલાઈટ પોલીસને કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી અંગે ગુનો દાખલ કરી અકસ્માત કરનાર હાઈકોર્ટ જજના ડ્રાઈવર રોહિતભાઈ બદાભાઈ ડામોર (ઉં..૩૫)ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં રોહિતભાઈ ગાંધીનગર ખાતે એસઆરપી ગ્રુપ-૧૨ ખાતે રહે છે.

   -----------------------------------------------------------------------

  સોનાના દોરાની ચીલઝડપ

  અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છેઘાટલોડિયા વિસ્તારમાં નાગરિક બેન્ક પાસેથી પસાર થઈ રહેલ વિદ્યાબહેન સુરેન્દ્રભાઈ ઠક્કરના ગળામાંથી રૃ.૭૦,૦૦૦ની ક્િંમતના સોનાના દોરાની  ચીલઝડપ કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા.

  બિનવારસી લાશ મળી

  અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી એક આધેડની બિનવારસી લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. વટવા વિસ્તારમાં પીપળજ કેનાલ નજીકથી એક આધેડની લાશ બિનવારસી હાલતમાં મળી આવી હતી. મરનારનું નામ, સરનામું કે અન્ય કોઈ વિગત જાણવા મળી નથી. પોલીસે અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  ટ્રેકટર-રિક્ષા અને બાઈકની ઉઠાંતરી

  અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં એક ટ્રેકટર, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર અંગેની વિગત એવી છે કે ઓઢવમાંથી ટ્રેકટરની, દરિયાપુરમાંથી રિક્ષાની અને મેઘાણીનગરમાંથી બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  બાપુનગર-ચાંદખેડામાં ચોરી

  અમદાવાદઃ બાપુનગર અને ચાંદખેડામાં ચોરીના બનાવ બનતાં પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છેબાપુનગરમાં પ્રભુવીર સોસાયટીના એક મકાનમાંથી રૃ.,૧૦,૦૦૦ની મતાની ચોરી થઈ હતી. જ્યારે ચાંદખેડામાં રૃ.પ૦,૦૦૦ની કિંમતના મંગલસૂત્રની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

  હેલ્મેટ વગરના ૮૫૬ દંડાયા

  અમદાવાદ ટ્રાફિક પોલીસે કસૂરવાર વાહનચાલકો સામે ૩૧૯૯ કેસ કરી આશરે રૃ.,૩૦,૮૦૦ના દંડની વસૂલાત કરી હતી. ઉપરાંત  પોલીસે ર૭ વાહન ડિટેઈન તેમજ ૯ર વાહન ટોઈંગ કરી રૃ.,ર૦૦નો દંડ વસૂલ કર્યો હતો. ટ્રાફિક પોલીસે વગર હેલ્મેટે ફરતા વાહનચાલકો સામે ૮પ૬ કેસ કરી રૃ.૪ર,૮૦૦ના દંડની વસૂલાત કરી હતી.

  દારૃ-જુગારના અડ્ડા પર દરોડા

  અમદાવાદ શહેર પોલીસે જુદા જુદા વિસ્તારમાં નશાબંધી અને જુગારના અડ્ડા પર દરોડા પાડી ૬૭ લિટર દેશી દારૃ, ૧૦ બોટલ ઈંગ્લિશ દારૃ, એક સ્કૂટર, એક કાર, જુગારનાં સાધનો અને રૃ.,૦૦૦ની રોકડ રકમ સાથે ૩૧ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૃ કરી છે. પોલીસે તકેદારીનાં પગલાંરૃપે શહેરમાંથી પર ઈસમની અટકાયત કરી છે.

  ------------------------------------------------------------------------

  કારનો કાચ તોડી તસ્કરો .૭૫ લાખના દાગીના ચોરી ગયા

  અમદાવાદ, મંગળવાર - મેગાસિટી અમદાવાદમાં કારના કાચ તોડી ચોરી કરતી સક્રિય ગેંગને રોકવાના પોલીસના પ્રયાસ સતત નિષ્ફળ જઈ રહ્યા છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલા લો ગાર્ડન પાસેના હેન્ડલૂમ હાઉસ પાસે  ગઈ કાલે સાંજે કારનો કાચ તોડી .૭૫ લાખની મતાના દાગીનાની ચોરી થવા પામી છેસેટેલાઈટમાં રહેતા મહિલા કાર પાર્ક કરી મોલમાં ખરીદી કરવા ગયાં હતાં, તેઓ પરત આવ્યાં ત્યારે તસ્કરો કારનો કાચ તોડી દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. સેટેલાઈટ વિસ્તારમાં ૧૩૨ ફૂટ રિંગરોડ પર પી એન્ડ ટી કોલોની પાસે આવેલા આરોહી બંગલોમાં રહેતાં ઉષાબહેન રવજીભાઈ પટેલ (ઉં..૫૬) ગઈ કાલે સાંજે પોતાની કાર લઈને ખરીદી કરવા માટે લો ગાર્ડન વિસ્તારમાં આવ્યાં હતાં. તેઓ કાર પાર્ક કરીને હેન્ડલૂમ હાઉસમાં ખરીદી કરવા માટે સાંજે પાંચ વાગ્યે ગયા બાદમાં દોઢ કલાકે પરત આવ્યાં ત્યારે તેમની કારની આગળની સાઈડની ડાબી બાજુનો કાચ તૂટેલો હતો.

  ડ્રાઈવર સાઈડની બાજુની સિટમાં ઉષાબહેને દાગીના ભરેલી થેલી મૂકી હતી, જે જોવા મળી હતી. બનાવને પગલે ઉષાબહેને નવરંગપુરા પોલીસને અંગે જાણ કરી હતી. નવરંગપુરા પોલીસે ઉષાબહેનની ફરિયાદને પગલે .૭૫ લાખની મતાના દાગીનાની ચોરી અંગે ગુનો દાખલ કરી ચોરી કરનાર અજાણ્યા શખસની તપાસ હાથ ધરી છે.

  ------------------------------------------------------------------------

  સળિયો પેટમાં ઘૂસી જતાં યુવાનનું મોત

  અમદાવાદ નારોલ વિસ્તારમાં આવેલી એક ફેકટરીમાં કામ કરતા એક યુવાનના પેટમાં લોખંડનો સળિયો ઘૂસી જતાં ગંભીર ઈજાઓ થવાને કારણે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.દાણીલીમડા વિસ્તારમાં બેરલ માર્કેટ પાસે આવેલ ફૈઝલ ડુપ્લેકસમાં રહેતો ફૈઝલ પીરમહંમદ શેખ નામનો યુવાન નારોલ વિસ્તારમાં તુલસી હોટલના ખાંચામાં આવેલ શાહીન બંકિંગ નામની ફેકટરીમાં બપોરના સુમારે કામ કરતો હતો ત્યારે લોખંડનો સળિયો અકસ્માતે પેટમાં ઘૂસી જતાં તેને ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
  ------------------------------------------------------------------------

 •  


  ------------------------------------------------------------------------

 

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License