26-06-2013

-----------------

-----------------

------------------

 

 • આઈસક્રીમ પર સર્વિસ ટેક્સ લાગતાં ઓગળશે આઈસક્રીમ ઈન્ડસ્ટ્રીઝ

  આઈસક્રીમ ઈન્ડસ્ટ્રીઝ પર પહેલેથી વેટ અને સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવે છેઃ ઈન્ડસ્ટ્રીઝના નફાના માર્જિનમાં ઘટાડો થશે

  નવી દિલ્હી, કેન્દ્ર સરકાર તેમની કરવેરાની આવકમાં વધારો કરવા માટે કોઈને કોઈ નવા નુસખા અપનાવતી હોય છે. તેથી હવે કેન્દ્ર સરકાર આઈસક્રીમ ઈન્ડસ્ટ્રીઝ ઉપર સર્વિસ ટેક્સ નાંખવાનું વિચારી રહી છે. સરકારના મત પ્રમાણે આઈસક્રીમ વેન્ડર તમને કોઈ પ્રોડક્ટ નથી વહેંચી રહ્યો, પરંતુ સર્વિસ આપી રહ્યો છે. તેથી હવે આગામી સમયમાં આઈસક્રીમ વેન્ડર તમારી પાસેથી સર્વિસ ટેક્સના પૈસા વસૂલે તો ચોંકી જતા. સૂત્રોના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા આગામી ટૂંક સમયમાં આઈસક્રીમ પર સર્વિસ ટેક્સ લગાવવામાં આવશે.

  કરવેરા વિભાગના અગ્રણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અમૂલ, વાડીલાલ, ક્વોલિટી વોલ, બાસ્કિન રોબિન્સ, હેવમોર જેવી આઈસક્રીમ કંપનીઓ અને રિટેલ વેન્ડર ગ્રાહકોને સર્વિસ આપે છે. તેથી પ્રમાણેની કંપનીઓ પાસેથી ટેક્સ વસૂલવો જોઈએ. ટેક્સના અગ્રણી અધિકારી પાસે વિષે દલીલ પણ છે. તેઓ કહે છે કે આઈસક્રીમ એર કન્ડિશન  સુવિધામાં વેચવામાં આવે છે અને વર્ષે બજેટમાં એર કન્ડિશન અથવા સેન્ટ્રલ એર હિટિંગ સુવિધા વાળા રેસ્ટોરાં અને ખાણીપીણીના સ્થળ પર સર્વિસ ટેક્સ લગાવવામાં આવે છે. આઈસક્રીમ એર કન્ડિશન સાધનોમાં રાખવામાં આવતી હોય છે તેથી તેના ઉપર સર્વિસ ટેક્સ લાગવામાં આવે તે સામાન્ય બાબત છે.

  સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સલ એન્ડ કસ્ટમ દ્વારા બજેટ પ્રોવિઝન પર કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિભાગ પર ટેક્સ એકત્રીકરણનું લક્ષ્યાંક પૂરો કરવા માટે દબાણ જોવા મળી રહ્યું છે. તેથી સંજોગોમાં ફિલ્ડ ઓફિસર કોઈ ચાન્સ લેવા માગતા નથી, પરિણામે કરવેરા વિભાગ દ્વારા હવે આઈસક્રીમ ઈન્ડસ્ટ્રીઝને દબાણમાં લેવામાં આવી રહ્યું છે. સર્વિસ ટેક્સ લાગવાના કારણે આઈસક્રીમ ઈન્ડસ્ટ્રીઝ પર ડબલ ફટકો પડશે. પહેલેથી આઈસક્રીમ ઈન્ડસ્ટ્રીઝ પર રો-મટીરિયલ પર ભાવ વધવાનું દબાણ છે. પરિસસ્થિતિમાં કંપનીઓ પર ડબલ ટેક્સનું ભારણ ઉઠાવવાનું મુશ્કેલ થવાનું છે. આઈસક્રીમ ઈન્ડસ્ટ્રિઝ પર હાલ મેન્યુફેક્ચરિંગ ગુડ્ઝ હોવાના કારણે વેલ્યુ એડેડ ટેક્સ અને એક્સાઈઝ ડ્યૂટી પહેલી લગાવવામાં આવે છે.

  આઈસક્રીમ સામાન છે કે સર્વિસ? વિશેની સ્પષ્ટતા કરવા માટે ઈન્ડસ્ટ્રીઝના અગ્રણી અધિકારીઓ કરવેરા વિભાગને મળ્યા હતા. આઈસક્રીમ પર સર્વિસ ટેક્સ લગાવવાથી ઈન્ડસ્ટ્રીઝ પર શી અસર થઈ શકે છે? તેની તપાસ નાણાં વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે. હવે કરવેરા વિભાગ દ્વારા જોવાનું બાકી રહે છે વિષેમાં સ્પષ્ટીકરણ જાહેર કરવાની જરૃર છે કે નહીં. આઈસક્રીમ ઈન્ડસ્ટ્રીઝ મુદ્દાને નાણાં વિભાગ સામે પણ ઉઠાવવાનું વિચારી રહ્યા છે. ઈન્ડિયન આઈસક્રીમ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના સેક્રેટરી સુધીર શાહે જણાવ્યું છે કે આઈસક્રીમ પર સર્વિસ ટેક્સ લાગશે તો ઈન્ડસ્ટ્રીઝને ડબલ ફટકો પડશે. આઈસક્રીમ એવી ઈન્ડસ્ટ્રીઝ છે કે જે એસી પ્લાન્ટ અથવા સ્ટોરેજ વગર ચાલી શકે તેમ નથી. શાહના મત પ્રમાણે આઈસક્રીમ પાર્લરવાળા આઈસક્રીમની કુલ વેચાણ કિંમત પર વેટ ચૂકવી રહ્યા છે અને એસેસમેન્ટ માટે વેટ રિટર્ન કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ જમા રાખે છે. સુધીર શાહના મત પ્રમાણે આઈસક્રીમનું વેચાણ સર્વિસ નહીં પરંતુ ટ્રેડિંગ એક્ટિવિટી છે. આઉટલેટ્સ પર વેચવામાં આવતી આઈસક્રીમ પર પહેલેથી સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી લગાવવામાં આવે છે, પરિણામે જો સર્વિસ ટેક્સ આઈસક્રીમ પર લાગુ કરવામાં આવશે તો ઈન્ડસ્ટ્રીઝના માર્જિન ખૂબ ઘટી જશે.

  ----------------------------------------------------------------------

  સોનામાં રૃ.૬૫૦, જ્યારે ચાંદીમાં રૃ.,૨૦૦નો ઘટાડો

  અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી પાછલાં ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયાં છે ત્યારે સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીમાં આજે ગાબડાં પડેલાં જોવા મળ્યાં છે. ૧૦ ગ્રામ શુદ્ધ સોનું રૃ. ૬૫૦ના ઘટાડે રૃ. ૨૭,૦૦૦ની સપાટી તોડી રૃ. ૨૬,૬૦૦, જ્યારે ચાંદી રૃ. ૪૦,૦૦૦ની નજીક રૃ. ૪૦,૨૦૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી છે.

  બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે લગ્નસરાની નવી ખરીદીનો અભાવ, સરકારને આરબીઆઇની સોનાની નવી ખરીદી સામે વધતી જતી ધોંસના પગલે તથા આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસની સુધરતી જતી ઇકોનોમીના પગલે સ્થાનિક બજારમાં પણ નરમાઇ તરફી ટ્રેન્ડ જોવા મળ્યો છે.

  દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં નરમ કારોબારના પગલે એમસીએક્સના કારોબારમાં પણ ગાબડાં પડેલાં જોવા મળ્યાં છે. એમસીએક્સમાં સોનું . ટકાના ઘટાડે રૃ. ૨૬,૧૫૦, જ્યારે ચાંદીમાં . ટકાના ઘટાડે રૃ. ૪૦,૦૦૦ની નીચે રૃ. ૩૯,૫૮૯ના મથાળે ટ્રેડિંગમાં કારોબાર જોવા મળ્યો છે.

  હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ,૨૫૦ ડોલર પ્રતિઔંસની સપાટીની આસપાસ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યું છે. ,૧૮૦ ડોલર મહત્ત્વનું સપોર્ટ લેવલ છે. સપાટી જ્યાં સુધી ના તોડે ત્યાં સુધી સ્થાનિક બજારમાં ભાવ રૃ. ૨૫,૦૦૦ની નીચે આવે તેવી શક્યતા ખૂબ ઓછી જોવાઇ રહી છે. દરમિયાન એમસીએક્સના વાયદા કારોબારમાં પણ કારોબારીઓનો સોના અને ચાંદીમાં નવી ખરીદદારીની કોશિશ નહીં બનાવી રોકાણ હળવું કરવાનો ટ્રેન્ડ જોવા મળ્યો.

  ----------------------------------------------------------------------

  વિદેશમાં ગાર્મેન્ટની માગ સુધરતાં સ્થાનિક ક્ષેત્રે નિકાસમાં વધારો

  અમેરિકા-યુરોપના ઓર્ડર વધતાં અને બાંગ્લાદેશની નિકાસ સ્થિતિ નબળી હોવાથી ભારતના ગાર્મેન્ટ સેક્ટરની નિકાસ વધશે

  મુંબઈઃ અમેરિકાની નાણાકીય વ્યવસ્થામાં સુધારો થયો હોવાથી છેલ્લા કેટલાક મહિનાથી ગાર્મેન્ટ સેક્ટરની માગમાં સુધારો થયો છે અને તેને પરિણામે ભારતીય ગાર્મેન્ટ ઉદ્યોગમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગાર્મેન્ટની માંગમાં વધારો જોવા મળે છે. હાલની અને આગામી સમયની માગ પૂરી કરી શકાય તે માટે દેશની સ્થાનિક કંપનીઓને વિદેશથી ઓર્ડર મળવાના શરૃ થયા છે. ગાર્મેન્ટના નિકાસકારોને અમેરિકા સિવાય યુરોપથી પણ ઓર્ડર મળવાના શરૃ થયા છે. ભારત દ્વારા ગાર્મેન્ટની મોટા ભાગની નિકાસ અમેરિકા અને યુરોપમાં થતી હોય છે તેથી દેશોમાંથી ઓર્ડરમાં સુધારો થતો હોવાથી આગામી ટૂંક સમયમાં ભારતીય ગાર્મેન્ટ ઉદ્યોગની પરિસસ્થિતિ બદલાય તેવી શક્યતા છે.

  બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા પ્રતિસ્પર્ધીઓના કારણે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ગાર્મેન્ટ ઉદ્યોગની હાલત ખરાબ જોવા મળતી હતી. ભારતને ગાર્મેન્ટ ઉદ્યોગમાં નિકાસ અંગે સૌથી વધુ ચીન સાથે સ્પર્ધા કરવી પડે છે, પરંતુ બાંગ્લાદેશની નાણાકીય વ્યવસ્થા થોડી નબળી પડી હોવાથી વર્ષે ભારતીય ગાર્મેન્ટ ઉદ્યોગમાં નિકાસ અંગે ધીમે ગતિએ ગ્રોથ જોવા મળી રહ્યો છે અને હેતુથી કેન્દ્ર સરકારના કપડા વિભાગ દ્વારા ગાર્મેન્ટ સેક્ટરમાં નિકાસ લક્ષ્યાંક ૫૦ અબજ ડોલર રાખવામાં આવ્યો છે. જે નાણાકીય વર્ર્ષ ૨૦૧૩ દરમિયાન ૩૨ અબજ ડોલર જોવા મળ્યો હતો.

  દેશના કાપડ વિભાગના પ્રધાન એસ. રાવના જણાવ્યા પ્રમાણે ભારતીય ગાર્મેન્ટ ઉદ્યોગ નવા બજારો જેવા કે જાપાન, લેટિન અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં નવા બજારો શોધી રહ્યા છે ઉપરાંત અમેરિકા અને યુરોપીય સંઘ તરફથી દર વર્ષની જેમ વર્ષે પણ ઓર્ડરો મળી રહ્યા છે, પરિણામે દેશનો ગાર્મેન્ટ ઉદ્યોગ મજબૂત થવાની સ્થિતિમાં છે. વર્ષ ૨૦૧૨-૧૩માં કપડાની નિકાસ ટકા ઘટીને ૩૨ અબજ ડોલર નોંધવામાં આવી હતી. જે તેનાથી પાછળના વર્ષે ૩૪ અબજ ડોલર હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં ગાર્મેન્ટ સેક્ટરની કુલ નિકાસ વધીને . અબજ ડોલર થઈ ગઈ છે. જે પાછલા વર્ષે બે અબજ ડોલર થઈ હતી.

  ગાર્મેન્ટ સેક્ટરમાં કુશળ કારીગરોની જરૃર છે કારણ કે તે પ્રમાણેના કારીગરોથી ઉત્પાદન કિંમતમાં ઘટાડો લાવી શકાય છે. ગાર્મેન્ટ ઉદ્યોગમાં આઠ કરોડ લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા છે. રાવે જણાવ્યું છે કે સરકારની અક્ષય ઊર્જા યોજના અંતર્ગત ગાર્મેન્ટ ઉદ્યોગને સૌર ઊર્જાના સાધનો પૂરા પાડવા માટે સબસિડી આપવામાં આવશે.

  ----------------------------------------------------------------------

  કોર્પોરેટ કરન્ટ

  ભારતી એરટેલે રૃ. ૬૫૦ કરોડનો દંડ ચૂકવવો પડશે

  નવી દિલ્હીઃ ટેલિકોમ વિભાગ દ્વારા રોમિંગના નિયમો તોડવા માટે ભારતી એરટેલ પર રૃ. ૬૫૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપનીને પર દંડ વર્ષ ૨૦૦૩થી ૨૦૦૫ સુધીમાં ૧૩ સર્કલમાં રોમિંગની સેવા આપવા માટે કરવામાં આવ્યો છે. ટેલિકોમ વિભાગના અગ્રણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે લોકલ ડાયલીંગ એટલે કે એસએલડીના વિષયમાં વિભાગ દ્વારા કંપનીને રૃ. ૬૫૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટેલિકોમ વિભાગની એક આંતરિક સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ભારતી એરટેલે એક યોજના અંતર્ગત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોલ બનેંના સ્થાનિક કોલ પ્રમાણે વર્ષ ૨૦૦૫ સુધી ચાલુ રાખવામાં આવી હતી. સર્વિસને વર્ષ ૨૦૦૩માં બંધ કરી દેવામાં આવી હતી, તેમ છતા કંપની દ્વારા તે સર્વિસ બે વર્ષ સુધી ચાલુ રાખવામાં આવી હોવાથી ટેલિકોમ વિભાગ દ્વારા પ્રમાણેનો દંડ કરવામાં આવ્યો છે. ટેલિકોમ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ભારતી એરટેલ દ્વારા કરવામાં આવેલા ગુનાને કારણે જાહેર સાહસની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડને ઘણું નુકસાન થયુ છે. ટેલિકોમ વિભાગ દ્વારા માટે એક સપ્તાહ પહેલા નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. જોકે કંપની દ્વારા વિશે કોઈ ટીપ્પણી કરવામાં આવી નથી.

  નારિયેળની નિકાસમાં ૨૬ ટકાનો વધારો થયો

  નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩માં નારિયેળ અને નારિયેળની ઉત્પાદક ચીજ વસ્તુઓની નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સમયમાં નારિયેળ અને તેની ઉત્પાદક ચીજવસ્તુઓની નિકાસ કિંમત રૃ.,૦૫૦ કરોડની સપાટીએ પહોચી ગઈ છે. ભારતમાં નારિયેળની નિકાસમાં પ્રથમ વખત આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે. નિકાસમાં નારિયેળના ઉત્પાદકો અને તેના રેસામાંથી બનતી વસ્તુઓનો પણ સમાવેશ થયો છે. નારિયેળ નિકાસ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વર્ષે નારિયેળ અને તેની ઉત્પાદ ચીજ વસ્તુઓની નાણા પ્રમાણેની નિકાસમાં ૨૬ ટકા અને જથ્થા પ્રમાણેની નિકાસમાં ૩૨ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. દેશમાંથી રૃ. ૫૫૦ કરોડના ૫૮,૦૦૦ ટન એક્વિટેડ કાર્બનની નિકાસ કરવામાં આવી છે. સારી ગુણવત્તાની પ્રોડક્ટની માગ ઉત્તર અમેરિકા, પૂર્વી યુરોપ, દક્ષીણ-પૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયામાં માગ સારી જોવા મળતી હોય છે. અમેરિકાની આર્થિક સ્થ્િતિમાં સુધારો થતો હોવાથી ભારતના અમેરિકા સાથેના નિકાસ વેપાર વધી રહ્યા છે. જાન્યુઆરી ૨૦૧૩ સુધીમાં નિકાસમાં બે ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

  ----------------------------------------------------------------------

  દેશમાં સારા ચોમાસાએ શેરબજારમાં સુધારો જોવાશે?

  પાછલા વર્ષે નોર્મલ કરતાં ઓછો વરસાદ છતાં જૂનથી માર્ચના સમયગાળામાં ૧૬.૧૪ ટકાનો સુધારો જોવાયો જ્યારે અગાઉ વર્ષ ૨૦૧૦-૧૧માં પણ બજારમાં સમયગાળામાં ૧૪.૭૬ ટકાનો સુધારો નોંધાયો

  અમદાવાદ, દેશના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જૂન મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક અપેક્ષા મુજબનો વરસાદ થઈ ચૂક્યો છે. જેના પગલે માર્કેટ એનાલિસ્ટ શેરબજારમાં આગામી દિવસોમાં બુલિશ ટ્રેડિંગ દર્શાવી રહ્યા છે. એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે પાછલા પાંચ વર્ષમાં દેશમાં સૌથી  સારું ચોમાસું જોવાઈ રહ્યું છે. દેશમાં જૂન મહિનાનો વરસાદ નોર્મલ કરતાં સારો છે. એટલું નહીં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ સારો રહે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેથી ડાંગર, સોયાબીન, કોટન અને મકાઈના પાક માટે વરસાદ આશીર્વાદરૃપ સાબિત થયો છે. દેશના ૬૦ ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદને લઈને વાવેતર થઈ ચૂક્યું છે.

  સારા વરસાદની પોઝિટિવ ઈમ્પેક્ટ દેશની ઈકોનોમી ઉપર પડે છે. તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તેની ખાસ હકારાત્મક અસર જોવાય છે. સારા વરસાદને લઈને સારા પાક ઉતારાએ ગ્રામ્ય વિસ્તારોમાં નાણાકીય એક્ટિવિટી વધતી જોવા મળે છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વખતે પણ સારા ચોમાસાએ ઈકોનોમી સુધરવાની સાથે શેરબજારમાં પણ સુધારો જોવાવવાની શક્યતા છે.

  દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પાછલાા કેટલાક સમયથી નીતિગત વ્યાજના દરોમાં ઊંચા ફુગાવાને લઈને કોઈ ઘટાડો નહીં કરવાનું મુનાસીબ માન્યંુ છે. આવા સંજોગોમાં અપેક્ષા કરતાં સારા વરસાદના કારણે આરબીઆઈ આગામી દિવસોમાં નીતિગત વ્યાજના દરોમાં પણ ઘટાડો કરી શકે છે. તેવી આશા જોવાઈ રહી છે.

  ----------------------------------------------------------------------

  આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ત્રણ વર્ષની નીચી સપાટીએ

  યુએસના ઈકોનોમી ડેટા સારા આવતાં તથા ડોલરની મજબૂતાઈએ સોનું ,૨૫૦ ડોલરની સપાટીએ

  અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પાછલા એક સપ્તાહથી સતત નરમ જોવા મળી રહ્યું છે. પાછલા સપ્તાહમાં યુએસ ફેડરલ રિઝર્વે ૨૦૧૪ના મધ્ય ભાગમાં બોન્ડ ખરીદીનો પ્રોગ્રામ બંધ કરવાના આપેલા સંકેતો બાદ ગઇ કાલે ઇકોનોમી ડેટા અપેક્ષા કરતાં સારા આવતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં વધુ એક ટકાથી વધુનો કડાકો જોવા મળી ,૨૫૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યું છે. દરમિયાન વૈશ્વિક બ્રોકરેજ હાઉસોએ પોતાના એક વર્ષનો સોનાનો ટાર્ગેટ ઘટાડી દીધો છે. અગ્રણી યુબીએસએ એક વર્ષનો ટાર્ગેટ ઘટાડી ,૦૫૦ ડોલર કરી દીધો છે. સોનાની પાછળ ચાંદીમાં પણ બે ટકાનો ઘટાડો જોવાયો છે અને ટેક્નિકલ ૨૦ ડોલરની સપાટી તોડી ૧૯ ડોલરની સપાટીએ કારોબારીમાં જોવા મળી છે.

  યુએસ જૂન મહિનાના કન્ઝ્યુમર્સ કોન્ફિડન્સ ડેટા પાછલાં પાંચ વર્ષની ઊંચી સપાટીએ જોવાયા છે. યુએસ હાઉસિંગ ડેટામાં પણ સુધારો જોવા મળ્યો છે. હાઉસિંગના ભાવમાં એપ્રિલ મહિનાના પૂરા થયેલા એક વર્ષમાં અંદાજ કરતાં વધુ વધારો જોવા મળ્યો છે. ભાવમાં પાછલાં સાત વર્ષમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ વધારો નોંધાયો છે. યુએસના હાઉસિંગ બજારમાં ઓછો પુરવઠો, હોમ લોનના વિક્રમજનક નીચા ભાવ તથા જોબ માર્કેટના જોવા મળેલા સુધારાના પગલે યુએસ હાઉસિંગ પ્રાઇસ પાછલાં સાત વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. આવા સંજોગોમાં સુધરતી જતી ઇકોનોમીના પગલે તથા ડોલરની મજબૂતાઇના સપોર્ટે સોનામાં નવી ખરીદદારીના અભાવે ભાવ તૂટી રહ્યા છે.

  પાછલાં આઠ સેશનમાંથી સાત સેશનમાં આંતરરાષ્ટ્રીય બજારના સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જે સપ્ટેમ્બર-૨૦૧૦ બાદ સૌથી નીચી સપાટીએ જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્ટોકિસ્ટો તથા બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે દુનિયાના સૌથી મોટા ખરીદદાર ભારતમાં સોનાની આયાતમાં ઘટાડો થવાની શક્યતા છે. સરકાર વધતી જતી આયાતને રોકવા માટે આયાત ડ્યૂટીનું ભારણ લાદે તથા સ્થાનિક બજારમાં પણ સોનાની રોકાણરૃપી ખરીદીનું આકર્ષણ ઘટે તેવાં વધુ કડક પગલાં ભરે તેવી શક્યતાઓ પાછળ નવી ખરીદદારીના અભાવે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ તૂટી રહ્યા છે.

  ----------------------------------------------------------------------

  બેન્ક નિફ્ટીની મૂવમેન્ટ મહત્ત્વની સાબિત થશે

  આવતી કાલે જૂન એફ એન્ડ ઓની એક્સપાયરી છે. તે પૂર્વે બજારમાં રોલ ઓવરને લઇને ગઇ કાલે વોલેટાલિટી વધતી જોવા મળી હતી. નિફ્ટી છેલ્લે ૧૮.૮૫ પોઇન્ટના સુધારે ,૬૦૯ પોઇન્ટના મથાળે બંધ જોવાયો છે. નિફ્ટી ,૬૦૦ ઉપરનો બંધ એક સારા સંકેતો ગણાવી શકાય.

  દરમિયાન એશિયાઇ બજાર સાત મહિનાની નીચી સપાટીથી ઊંચકાયાં હતાં. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૧૧૧ પોઇન્ટ, હેંગસેંગ ઇન્ડેક્સ ૧૪૮ પોઇન્ટ, તાઇવાન ઇન્ડેક્સમાં ૮૦ પોઇન્ટનો સુધારો જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં પણ વોલેટાલિટી વધવાની સાથે સાધારણ સુધારા તરફી માહોલ જોવા મળશે.

  બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે બેન્ક નિફ્ટીની મૂવમેન્ટ પર બજારની નજર રહેશે. જો બેન્ક નિફ્ટીમાં પુલબેક તેજી જોવા મળે તો બજારમાં સુધારો જોવાશે, નહીં તો આગામી દિવસોમાં એપ્રિલનું લો નિફ્ટી ,૪૯૦ની સપાટીએ જોવાઇ શકે છે.

  બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વખતે ચોમાસું અપેક્ષા કરતાં સારું છે. દેશભરના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઇ ચૂક્યો છે તેથી પાક પણ સારો ઊતરે તેવી આશા વધી ગઇ છે. આવા સંજોગોમાં ફુગાવો ઘટે તો બજારમાં તેની સારી અસર જોવાઇ શકે છે.

  દરમિયાન વૈશ્વિક બજારમાં વોલેટાલિટી વધી ગઇ છે. ચીનમાં પાછલા બે દિવસમાં વધતી વોલેટાલિટીએ સ્થાનિક બજાર પણ છેલ્લે સુધારે બંધ થયું હતું. નોંધનીય છે કે અગાઉ જાપાનના નિક્કી શેરબજાર ઇન્ડેક્સમાં પણ મોટા પ્રમાણમાં વધ-ઘટ જોવા મળી હતી, જેની સ્થાનિક શેરબજાર ઉપર પણ અસર જોવા મળે છે. સ્થાનિક બજારમાં આવા સંજોગોમાં નાના રોકાણકારો દૂર થઇ રહ્યા છે.

  ેરબજારની ટેક્નિકલ ચાલ કેવી રહેશે?

  ગઇ કાલે દિવસના અંતે બીએસઇ સેન્સેક્સ ૮૮.૨૬ પોઇન્ટના સુધારે ૧૮,૬૨૯.૧૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૮.૮૫ના સુધારે ,૬૦૯.૧૦ની સપાટીએ બંધ જોવાયા છે. આજે વૈશ્વિક અને સ્થાનિક બજારનું સેન્ટિમેન્ટ જોતાં બજારમાં વોલેટાલિટી વધવાની શક્યતા છે. આવતી કાલે જૂન એફ એન્ડ ઓની એક્સપાયરી છે.

  ટાટા મોટર્સ (રૃ. ૨૮૧.૭૦)

  શેર વેચો. વધુ ૩થી પોઇન્ટ સુધીનો ઘટાડો જોવાઇ શકે છે. બાવન સપ્તાહની ઊંચી સપાટી ૩૩૭.૦૫ છે, જ્યારે નીચી સપાટી ૨૦૨.૯૫ છે.

  એશિયન પેઈન્ટ્સ (રૃ. ૪૩૬૩.૫૦)

  શેર ખરીદો. ટાર્ગેટ રૃ. ,૦૦૦ મુકાય. બાવન સપ્તાહની ઊંચી સપાટી ૫૦૪૭.૦૦ છે, જ્યારે નીચી સપાટી ,૪૪૭.૯૦ છે.

  ----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License