14-02-13

-----------------

---------------

 
 
 • પ્રથમ પ્રેમનાં પ્રતીક રાધા કૃષ્ણ

  ભગવાન શ્રીકૃષ્ણ યાદ આવે એટલે રાધાજી યાદ અવશ્ય આવે. ભગવાન રાધાને ખૂબ ચાહતા. રાધાજી તો શ્રીકૃષ્ણને પોતાનો જીવ જ માનતાં. તેથી રાધાજીનું નામ આગળ આવે છે. શ્રીકૃષ્ણનું નામ પાછળ. આ બાબત બતાવે છે કે તે બંને વચ્ચે કેટલો દિવ્ય પ્રેમ હતો? તે આદિ કવિ ભક્ત શ્રી નરસિંહ મહેતા પોતાના ઈષ્ટ શ્રીકૃષ્ણનું નામ લેતાં પહેલાં રાધાજીને યાદ કરી રાધેકૃષ્ણ પાછળ એટલાં તલ્લીન થઈ જતાં કે તેઓ ખાવા પીવાનું પણ ભૂલી જતાં. તેઓ આગળ તેમનાં દેહની જરૃરિયાત હંમેશાં ગૌણ રહેતી. આવો દિવ્ય પ્રેમ રાધાજીને શ્રીકૃષ્ણ માટે છે.

  ૧ ૪ ફેબ્રુઆરી ભલે સંત વેલેન્ટાઈન ડે તરીકે ઓળખાતી હોય. જગતના લોકો ભલે આ દિવસે પોતાનાં પ્રિયજન સમક્ષ પ્રેમનો એકરાર કરતા હોય, પરંતુ આ સકળ સૃષ્ટિમાં દિવ્ય પ્રેમનું અદ્ભુત યુગલ હતું રાધા કૃષ્ણનું.

  ભગવાન શ્રીકૃષ્ણ યાદ આવે એટલે રાધાજી યાદ અવશ્ય આવે. ભગવાન રાધાને ખૂબ ચાહતા. રાધાજી તો શ્રીકૃષ્ણને પોતાનો જીવ જ માનતાં. તેથી રાધાજીનું નામ આગળ આવે છે. શ્રીકૃષ્ણનું નામ પાછળ. આ બાબત બતાવે છે કે તે બંને વચ્ચે કેટલો દિવ્ય પ્રેમ હતો? તે આદિ કવિ ભક્ત શ્રી નરસિંહ મહેતા પોતાના ઈષ્ટ શ્રીકૃષ્ણનું નામ લેતાં પહેલાં રાધાજીને યાદ કરી રાધેકૃષ્ણ પાછળ એટલાં તલ્લીન થઈ જતાં કે તેઓ ખાવા પીવાનું પણ ભૂલી જતાં. તેઓ આગળ તેમનાં દેહની જરૃરિયાત હંમેશાં ગૌણ રહેતી. આવો દિવ્ય પ્રેમ રાધાજીને શ્રીકૃષ્ણ માટે છે.

  રાધાજી ગોકુળના યાદવ વૃષભાનુની પુત્રી. જે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રેમ જ કરતી. રાત દિવસ તેમનું જ તે ચિંતન કર્યા કરતી. મથુરાના રાજા કંસને જ્યારે જાણ થાય છે કે દેવકીનું આઠમું સંતાન ભગવાન શ્રીકૃષ્ણ છે ત્યારે તે ભયથી બેબાકળો બની જાય છે. તે શ્રીકૃષ્ણને મારવા મથુરા બોલાવે છે. આ કામ તે અક્રૂરજીને સોંપે છે. અક્રૂરજી ગોકુળ આવે છે. શ્રીકૃષ્ણને તે કંસનો સંદેશ સંભળાવે છે.  શ્રીકૃષ્ણ જાણે છે કે અક્રૂરજી આ કામ માટે ગોકુળમાં પધાર્યા છે. એમ જાણી શ્રીકૃષ્ણે મારામાં કંસને મારવાનું સામર્થ્ય છે તેમ જણાવતા હોય છે. તેઓ તેમનાં ચક્રના ચિહ્નવાળો જમણો હાથ લંબાવી અક્રૂરજીને ભેટે છે. શ્રીકૃષ્ણ બલરામ તથા અક્રૂરજી મથુરા જાય છે. ગોકુળ તેમના શોકથી વ્યથિત થઈ જાય છે. નંદ, યશોદા, જમુનાજીનાં જળ, કદંબ વૃક્ષનાં પાન ગોપીઓ, બાળકો, ગાયો શોકાતુર થઈ જાય છે. તમામ દેહસુધ વિસરી જાય છે. જાણે તમામનો પ્રાણ ચાલ્યો ગયો ન હોય તેમ બધા ફરવા લાગ્યાં.

  સૌથી વસમી સ્થિતિ રાધાજીની થઈ. તે તો જાણે જીવતી લાશ બની ગયાં. નારદજી તે ક્ષણે ગોકુળમાં પધાર્યા. તે ફરતા ફરતાં નંદજીના નેસ તરફ ગયા ત્યાં તો યમુના તરફથી એક ભયંકર શોરબકોર સંભળાવા લાગ્યો. નારદજી નંદ યશોદાને સાંત્વન આપવાનું પડતું મૂકી દોડ્યા. યમુનાજીનાં તટ તરફ. શું થયું તે સાંભળવા પૃચ્છા કરે તે પહેલાં કોઈ બોલ્યું રાધા જમુનામાં પડ્યાં. લોકોએ તેમને બચાવ્યાં. રાધાજીને ભા આવતા બોલ્યા. ક્યાં છે કાનો?

  રાધાજીને ભાનમાં આવેલાં જોઈ નારદજી બોલ્યા, ''રાધા મને ઓળખ્યો? હું બ્રહ્મદેવનો પુત્ર નારદ.'' રાધાજી જાણે ત્રીજી જ દુનિયામાં હોય તેમ નારદજી સામે જોઈ ફિક્કું, માંદલંુ કરી નારદજીને ફાટી આંખે પૂછે છે, 'કોણ નારદ?'' તમે શ્રીકૃષ્ણને જોયા? પેલો અક્રૂર તેમને તેડી ગયો છે. ક્યાં છે મારા શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ, શ્રીકૃષ્ણ, શ્રીકૃષ્ણ ત્રણ વખત બોલીને વળી રાધાજી પાછાં બેભાન થઈ જાય છે. શ્રીકૃષ્ણના જવા માત્રથી રાધાજીની આ દશા હતી.

  જ્યારે શ્રીકૃષ્ણ કંસનો વધ કરી બળરામજી સાથે પાછા ગોકુળમાં આવે છે ત્યાં સુધી રાધાજી જાગતી લાશ સમાં રહ્યાં હતાં. ગોકુળનો વાયરો, જમુનાજીનાં જળ, કદબનાં પાન, ગાયો, ગોવાળિયા બધા જ સ્તબ્ધ થઈ જાણે નિષ્પ્રાણ થઈ ગયા હતા. શ્રીકૃષ્ણ પાછા આવતાં જ તમામ ચેતનવંતા બની જાય છે. સૌથી પહેલું ચેતન રાધાજીમાં તો બીજું ચેતન નંદ યશોદામાં આવી ગયું. રાધા કૃષ્ણને પ્રેમ આ જગતમાં સૌપ્રથમ હતો. તેમના જેવો દિવ્ય પ્રેમ આજ સુધી કોઈને જોયો નથી કે થયો પણ નથી તેવું છે.*

   -----------------------------------------------------------------------

  રાધાજીના પ્રત્યેક શ્વાસ સાથે શ્રીકૃષ્ણ રાસલીલા રચતા જોવા મળ્યા છે. આજે પણ વૃંદાવનની ગલીઓમાં મધરાત પછી ગોપીઓ, રાધાજી તથા ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે રાસ રચાય છે

  ભગવાન શ્રીકૃષ્ણ નામ સાંભળતાં જ શ્રીકૃષ્ણના પર્યાય એવાં શ્રી રાધાજી યાદ અવશ્ય આવે જ. એ એટલાં એકમેકમાં ઓતપ્રોત હતાં કે ભલે બંનેના દેહ જુદા હતા, પરંતુ તેમનો જીવ એક જ હતો. એટલે તો રાધેકૃષ્ણ કહેવાય છે. જ્યારે જ્યારે ગોકુળમાં ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડતાં ત્યારે યમુનાજીનાં જળ થંભી જતાં, વૃંદાવનની કુંજગલીઓનાં પવન રોકાઇ જતાં, ગાયો કાન ફફડાવવાનું ભૂલી જતી, ગોપીઓ નહાવા બેઠી હોય તો વાંસળીનો નાદ સાંભળતાં જ નહાતી નહાતી કૃષ્ણ તરફ દોડતી. શ્રીકૃષ્ણની વાંસળીનો નાદ એટલો મધુરો હતો કે જગત આખું સ્તબ્ધ થઇ જતું. આવા ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રચતા ત્યારે ત્યાં હાજર તમામ જીવ મંત્રમુગ્ધ થઇ જતા હતા.

  શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણની જિંદગીનો એક મહાન અધ્યાય એટલે રાસલીલા. રાસલીલા એ શ્રીકૃષ્ણ અને ગોપીઓની લીલા છે. ભાગવતનો આ ભાગ એટલે રાસ પંચાધ્યાયી. આ અધ્યાય ભગવાન અને તેમના ભક્તોના સંબંધને સૂચવે છે. ગોપીઓ રાસલીલા દ્વારા ભગવાન શ્રીકૃષ્ણમાં સંપૂર્ણ ખોવાઇ જતી. એક વાર ભક્ત ભગવાનની શરણમાં ચાલ્યો જાય પછી તમામ જવાબદારી ભગવાનની. આ એક અહંકાર નિર્મૂળનો માર્ગ છે. રાસ પંચાધ્યાયી પુષ્ટિમાર્ગ અંગેની સમજ આપે છે. કળા અને સાહિત્યમાં તેનો નિર્દેશ વારંવાર થાય છે. રાસલીલાનું મહત્ત્વ તેના સાચા જાણકારોનું સાવ સીધી સરળ ભાષામાં ઊંડા આધ્યાત્મિક અર્થ સાથે સમજાવે છે. રાસ પંચાધ્યાયી કૃષ્ણની વાંસળી સાંભળીને ગોપીઓ પોતાના ઘરમાંથી કેવી રીતે બહાર દોડી આવે છે? તેમજ શરદપૂર્ણિમા એટલે પૂર્ણ ચંદ્રની રાત્રિએ વંૃદાવનમાં યમુના નદીને કિનારે કેવી રીતે ભેગાં થાય છે? તેની સાથે સંબંધિત છે. રાસલીલામાં ભગવાન ગોપીઓ સાથે લીલા કરે છે. ગોપીઓ સાથે વર્તુળાકારે નૃત્ય કરે છે. ગોપીઓને અહંકાર જન્મે છે. તે માને છે કે તેમણે શ્રીકૃષ્ણનું દિલ જીતી લીધું છે. તેમના વિચારનું ખંડન કરવા શ્રીકૃષ્ણ એકાએક ત્યાંથી અદૃશ્ય થઇ જાય છે. તેમને દુઃખની ગર્તામાં ધકેલી દે છે.

  રાધાજી શ્રીકૃષ્ણને અતિપ્રિય છે. શ્રીકૃષ્ણના વિચારમાં જ રાધાજી નિશદિન રહેતાં. રાધાના પ્રત્યેક શ્વાસમાં શ્રીકૃષ્ણનું નામ રહેતું. તેમના લોહીમાં શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ રાધાજીની નજીક જનારને સંભળાતું. આવા રાધાજીને પણ અહંકાર જન્મે છે. તેઓ કૃષ્ણને પોતાની સાથે રાસ રમવા કહે છે. જેવાં રાધાજી કૃષ્ણ તરફ હાથ લંબાવે છે કે શ્રીકૃષ્ણ અદૃશ્ય થઇ જાય છે. રાધાજી એકલાં પડી જાય છે. રાધા કૃષ્ણને દરેક ઝાડની પાછળ શોધે છે. આ દરમિયાન રાધાજી અન્ય ગોપીઓને મળે છે. અન્ય ગોપીઓ રાધાજી સમક્ષ પસ્તાવો કરે છે. રાધાજી ગોપીઓને આશ્વાસન આપે છે. તે કૃષ્ણની મહાનતાના ગુણ ગાય છે. તેમની હાજરીમાં થતા આનંદનું વર્ણન કરે છે. તેમનું અભિમાન નમ્રતામાં ફેરવાઇ જાય છે. શ્રીકૃષ્ણ તરત દરેક સમક્ષ પ્રગટ થાય છે. પાછાં સૌ વર્તુળાકારે રાસલીલામાં ગુંથાઇ જાય છે. રાધાજીના પ્રત્યેક શ્વાસ સાથે શ્રીકૃષ્ણ રાસલીલા રચતા જોવા મળ્યા છે. એમ કહેવાય છે કે આજે પણ વૃંદાવનની ગલીઓમાં મધરાત પછી રાસલીલા ગોપીઓ, રાધાજી તથા ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે રચાય છે, પરંતુ કળિયુગનો કોઇ જીવ ત્યાં જઇ શકતો નથી. કારણ જો કોઇ એક વખત પણ તેનો એકાદ અંશ જોઇ જાય તો તેનો બેડો પાર થઇ જાય છે, પરંતુ આ લોકમાં તે પછી ગાંડા તરીકે ખપી જાય છે. રાસલીલા જોનારને આ દુનિયા દુન્યવી લાગે છે. આથી જ વૃંદાવનવાસીઓ આજે પણ કહે છે કે રાધાજી ખેલે છે રાસલીલા કૃષ્ણ સાથે.       * 

  -----------------------------------------------------------------------

  બુદ્ધિ સતેજ કરે છે સરસ્વતી પૂજન

  વસંત પંચમીના દિવસે નિત્યકર્મ પતાવી મા સરસ્વતી સમક્ષ ઘટઃસ્થાપન કરવું. નિત્ય પૂજનનો સંકલ્પ કરવો. તેમને સફેદ કે પીળાં પુષ્પ ચડાવવાં. ખીર, દૂધ, માખણ, તલ, ઘી, નાળિયેર જે મળે તે પ્રસાદ તરીકે ચડાવવો. વેદાધ્યન, સરસ્વતી મંત્રથી કરવું. તેમનો ઈપ્સિત મંત્ર ઁ શ્રી સરસ્વત્યૈ નમઃ છે

  મા સરસ્વતી બુદ્ધિ તથા સંગીતનાં અધિષ્ઠાત્રાં દેવી છે. તેમનું નિત્ય પૂજન કરનાર ખૂબ બુદ્ધિશાળી બને છે. તેના જીવનમાં તે જો સંગીત પાછળ મહેનત કરે તો મહાન સંગીતકાર બની ઘણી ખ્યાતિ મેળવી શકે છે કારણ છે મા સરસ્વતી. સરસ્વતી માતા તો બુદ્ધિ તથા સંગીતનાં અધિષ્ઠાત્રાં દેવી છે.

  મહા સુદ-પાંચમનું એક નામ છે વસંત પંચમી. તેને જ તો આપણે શ્રીપંચમી કહીએ છીએ. આ દિવસને જ સરસ્વતી ઉપાસકો સારસ્વતોત્સવ કહે છે. મા સરસ્વતી આપણા ધર્મમાં વિદ્યાદાત્રી ગણાય છે. જેમ દરેક શુભ-અશુભ કાર્યમાં શ્રી ગણેશજી અગ્રસ્થાન પામ્યા છે તેમ વિદ્યાગ્રહણ કરતાં પહેલાં મા સરસ્વતીનું પૂજન અર્ચન અગ્રસ્થાન પામ્યું છે.

  વેદોમાં જે પવિત્રમ્ નદી તરીકેનું સ્થાન ધરાવે છે તે સરસ્વતી નદી વાક્ના રૃપમાં, જ્ઞાનના અક્ષય સ્ત્રોત બન્યાં છે. મા સરસ્વતીના પરમ આગ્રહથી જ મનુષ્ય જ્ઞાન વિજ્ઞાનનો અધિકારી બની શકે છે. આવાં અનુપમ તથા ખૂબ માનવતાં સરસ્વતી માનો આવિર્ભાવનો દિવસ એ જ વસંત પંચમી.

  જૈન ધર્મમાં પણ મા સરસ્વતી અગ્રસ્થાન પામ્યાં છે. જૈન ધર્મ તથા બૌદ્ધ ધર્મમાં પણ તેઓ ખૂબ માનસભર સ્થાન ધરાવે છે. ગ્રીક તથા રોમન પુરાણકથાઓમાં પણ મા સરસ્વતીની સમકક્ષ દેવીનો ઉલ્લેખ જોવા મળે છે.

  મા સરસ્વતીના હાથમાં જે પુસ્તક છે તે એકાગ્રતાનું પ્રતીક છે. આ આદ્યાત્મિક દૃષ્ટિથી આ માતૃકાવર્ણ શકિત છે. વીણા સ્થૂળરૃપે જીવન સંગીતનું પ્રતીક છે. તો આદ્યાત્મિક દૃષ્ટિએ સાધકોને સિદ્ધિ અને નિર્વાણ પ્રદાન કરે છે. કમળ સૃષ્ટિનું પ્રતીક છે. શ્વેત હંસ મા સરસ્વતીનું વાહન છે. ક્યારેક ક્યારેક મા સરસ્વતી મયૂર ઉપર પણ બેસતાં જોવાં મળે છે.

  મા સરસ્વતી શુભ્ર વર્ણાં, શુભવસ્ત્રાધારિણી છે. કુંદ, ચંદ્ર, હિય, તુષાર જેવો તેમનો શુભ વર્ણ છે. શ્વેત પદ્મ તેમનું આસન છે. તેઓ હરહંમેશ વીણા પોતાના હાથમાં ધારણ કરી રાખે છે. તેથી તેઓ સંગીતનાં અધિષ્ઠાત્રાં દેવી તરીકે પણ ઓળખાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશનાં પણ તે વંદનીયાં છે. તેઓ જગતની તમામ જડતાનો નાશ કરે છે.

  મા સરસ્વતીનો અર્થ ગતિમતિ (વેગવાન બુદ્ધિ) સાથે છે. આધ્યાત્મિક દૃષ્ટિથી નિષ્ક્રિય બ્રહ્મનું સક્રિય સ્વરૃપ મા સરસ્વતી છે. તેથી જ ત્રિદેવ તેમને ગતિમતિ માનીને સદૈવ પૂજે છે.

  સ્કંદપુરાણમાં મા સરસ્વતીનું વર્ણન શિવની શકિતના રૃપમાં હોવાથી તેમુનં રૃપ શિવ જેવું બતાવવામાં આવ્યું છે તો ઘણાં શિલ્પોમાં તેમને બે હાથવાળાં દર્શાવાયાં છે. કોઈ કોઈ સ્થાને તેમને ચતુર્ભુજા સ્વરૃપે દર્શાવાયાં છે.

  જ્યારે તે બે હાથવાળાં દર્શાવાય છે ત્યારે તેમને વિષ્ણુ પત્ની તરીકે પૂજવામાં આવે છે. કેટલાંક પુરાણમાં તે બ્રહ્મદેવની પુત્રી તરીકે તો ક્યાંક ક્યાંક બ્રહ્મદેવનાં પત્ની તરીકે દર્શાવાયાં છે. ખરેખર આ સરસ્વતી ગોપનીય તથા રહસ્યમય તથા સર્વજન જેને પૂજવા ઈચ્છે છે તે તો છે.

  -----------------------------------------------------------------------

  વસંત પંચમીના દિવસે જે કોઈ

  મનુષ્ય તેમનું પૂજન અર્ચન શુદ્ધ ભાવે કરે છે તે મનુષ્ય પોતાના દરેક કાર્યક્ષેત્રમાં ખૂબ આગળ વધે છે. તે બુદ્ધિશાળી બનતાં ક્યાંય પણ પાછો પડતો નથી. તેમનો સાધક ખૂબ ચેતનવંતો બને છે. તેનામાં ક્યાંય જો જડતા હોય તો તે નાશ પામે છે.

  વસંત પંચમીના દિવસે નિત્યકર્મ પતાવી મા સરસ્વતી સમક્ષ ઘટઃસ્થાપન કરવું. નિત્ય પૂજનનો સંકલ્પ કરવો. તેમને સફેદ કે પીળાં પુષ્પ ચડાવવાં. ખીર, દૂધ, માખણ, તલ, ઘી, નાળિયેર જે મળે તે પ્રસાદ તરીકે ચડાવવો. વેદાધ્યન, સરસ્વતી મંત્રથી કરવું. તેમનો ઈપ્સિત મંત્ર ઁ શ્રી સરસ્વત્યૈ નમઃ છે. કમળ અને પુસ્તકની પૂજા કરવી.    *

  તા.૧૪-૦૨-૨૦૧૩, ગુરુવાર - સંત વેલેન્ટાઈન

  વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનું પર્વ. આ દિવસે જગતનાં  તમામ પ્રેમી પંખીડાં એકમેકને તેમને વફાદાર રહેવાના સોગંદ ખાય છે તો જે બીજી વિજાતીય વ્યક્તિને પ્રેમ કરે છે તેની સમક્ષ પોતાના પ્રેમની કબૂલાત કરે છે

  આ સકળ સૃષ્ટિનું અતૂટ બંધન છે પ્રેમ. જગતને જોડી રાખે છે પ્રેમ. અઢી અક્ષરનો શબ્દ પ્રેમ આપણને જીવતાં રાખવા આપણને આશા પૂરે છે. આશા જીવતા મનુષ્યનું ઉત્તમ સ્વપ્ન છે. આ સૃષ્ટિમાં જો પ્રેમનું સામ્રાજય કે આધિપત્ય ન હોય તો જગતનો પ્રત્યેક જીવ એકમેકને ખાઈ જવા ક્યારનોય તલપાપડ થઈ ગયો હોય. આ જગતમાં કેટલાંય પ્રેમી પંખીડાં થઈ ગયાં છે. જેમાં સૌપ્રથમ નામ રાધા કૃષ્ણનું આવે છે. જગતનાં પ્રત્યેક પ્રેમી પંખીડાંમાં સૌ પ્રથમ નામ તેની માશુકાનું આવે છે. આ તો છે પ્રેમની અદ્ભુત કવિતા. દા.ત. હીર રાંઝા, લયલા મજનૂં, શિરી ફરહાદ વગેરે વગેરે.

  પ્રેમ શબ્દ સાંભળતાં જ આપણને સંત વેલેન્ડાઈન યાદ આવે જ. કોણ હતા આ સંત વેલેન્ટાઈન? જેમના નામથી ૧૪ ફેબ્રુઆરીને સંત વેલેન્ડાઈન ડે તરીકે ઉજવાય છે. તમામ ખ્રિસ્તી લગ્નમાં વરવધૂ હાજર આમંત્રિતોની તથા ચર્ચના ફાધરની સન્મુખ એકબીજાંને માટે મરતાં સુધી પ્રેમ રાખવાના સોગંદ ખાય છે. આ બાબત ખૂબ દૃઢતાથી માનનાર એક પાદરી એટલે કે ફાધર આજથી લગભગ સત્તરસો વર્ષ પૂર્વે થઈ ગયા. તેઓ ખ્રિસ્તીઓના પવિત્ર ધર્મગ્રંથ બાઈબલ પ્રમાણેની લગ્ન વ્યવસ્થાને આદર આપતા. તેમનું નામ હતું સંત વેલેન્ટાઈન.

  વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનું પર્વ. આ દિવસે જગતનાં તમામ પ્રેમી પંખીડાં એકમેકને તેમને વફાદાર રહેવાના સોગંદ ખાય છે તો જે બીજી વિજાતીય વ્યક્તિને પ્રેમ કરે છે તેની સમક્ષ પોતાના પ્રેમની કબૂલાત કરે છે.

  વેલેન્ટાઈન ડે જોકે પશ્ચિમના દેશોનું પર્વ છે. છતાં છેલ્લાં થોડાં વર્ષથી તે ભારતમાં વિદેશો કરતાં પણ ખૂબ ધામધૂમથી ઊજવાય છે.

  આ પર્વ આપણા ભારતની નવી પેઢીને ખૂબ ઘેલું લગાડ્યું છે. પ્રેમમાં પડનારા આ દિવસે તો પોતાના પ્રેમની કબૂલાત કરી પ્રેમના શ્રીગણેશ કરે છે. વેલેન્ટાઈન ડે એટલે એકમેકને વહાલ કરવાનો દિવસ. આ દિવસે બે પ્રેમી વચ્ચે ગમે તેવા અબોલા હોય તો પણ તે તોડી નાખવાના હોય છે. કારણ અબોલા તોડવાનો શુભ દિવસ તો આ જ છે. જીવનને પ્રેમની પવિત્ર દીક્ષા આપવાનું મંગલ પર્વ છે. વેલેન્ટાઈન ડે. એક સમયની વાત છે. તે વખતે રોમમાં રોમન બાદશાહ કલાઉડિયસ બીજાનું રાજ્ય તપતું હતું. આ બાદશાહ માનતો કે જો મારી સૈનાના સૈનિકો પરણેલા હશે તો તેઓ તેમની ફરજ નિષ્ઠાથી નહીં બજાવે. જેટલી નિષ્ઠા અપરિણીતોમાં હોય છે. તેટલી નિષ્ઠા પરિણીતોમાં નથી હોતી.  આ  બાદશાહ યુદ્ધખોર હતો. યુદ્ધ કરવા તેને ખૂબ ગમતાં. તેની આ મહત્ત્વાકાંક્ષાને કારણે તેણે રોમમાં ઢંઢેરો પિટાવ્યો કે તમામ નાગરિકોએ અમુક વર્ષ સુધી પરણવું જ નહીં. આથી સામાજિક અસમતુલા ઊભી થઈ. સ્ત્રીઓને પતિ મળતો નહીં. પોતાની ચાહત સાથે પરણવું યુવકો માટે ખૂબ અઘરું થઈ ગયંુ. આ સમયે સંત વેેલેન્ટાઈન આગળ આવ્યા. તેમણે બાદશાહના ફરમાનની સરેઆમ અવગણના કરી લોકોના લગ્ન કરાવવાનું ચાલુ કર્યું. જેથી બાદશાહ ખૂબ ગુસ્સે થયો. તેણે સંતને પકડીને કેદમાં નાખ્યા. જેલમાં રહેલા સંતે પત્રો દ્વારા લોકોને પ્રેમનો સંદેશો આપવા માંડ્યો. જેલમાં તેમનાથી આકર્ષાઈને જેલરની અંધ પુત્રી તેમના પ્રેમમાં પડી. સંત તેના પ્રેમથી પીગળી ગયા. તેમણે તેમની દિવ્ય શક્તિથી દેખતી કરી. બાદશાહ આ બાબતથી ખૂબ  ગુસ્સે થયો. તેણે સંતના શિરચ્છેદની સજા કરી. જેલરની પુત્રી તેમને દરરોજ મળતી સંતને જેલરની પુત્રી ૧૪મી ફેબ્રુઆરીએ અંતિમ પત્ર આપે છે. જેના જવાબમાં સંત પોતાની સહી સાથે લખે છે. ફ્રોમ યોર વેલેન્ટાઈન. આ વાક્ય અમર થઈ ગયંુ. સંતનો તે દિવસે શિરચ્છેદ  થયો પણ ખ્રિસ્તીઓએ તે દિવસ અમર બનાવી દીધો.  તેમની શહાદતના માનમાં ઈ.સ.

  ૪૯૬માં નામદાર  પોપ ગેલાસિયસે ૧૪ ફેબ્રુઆરીને સંતની શહાદત દિવસ ગણાવ્યો. *

  ----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License