01-07-13

-----------------

---------------

 
 
 • નક્સલવાદને સહેલાઈથી નાબૂદ કરવો સહેલો નથી

  નકસલવાદ આંતકવાદ નથી. આતંકવાદી અને નકસલવાદીમાં ઘણો ફરક છે. નકસલવાદ સામાજિક અસમાનતામાંથી ઊભી થયેલી સમસ્યા છે.

  નકલસવાદની વિરુદ્ધનો જંગ કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે. જંગમાં અજીબગરીબ હાલત છે. તેમાં આપણે સફળતા કે નિષ્ફળતાની વાત નથી કરી શકતા. મહત્ત્વપૂર્ણ વાત તો છે કે દરેક સ્થિતિમાં હિંસાની ઘટનાઓ ઓછી થવી જોઈએ. છત્તીસગઢમાં થયેલ હુમલામાં પણ અનેક વાતો થઈ રહી છે. છત્તીસગઢના મુખ્યપ્રધાનનું કહેવું છે કે નકસલવાદને ખતમ કરવા માટે એક ખાસ ઈન્ટર સ્ટેટ પ્રોગ્રામની જરૃર છે. કેમકે સમસ્યા સાત-આઠ રાજ્યોની છે, પરંતુ દુર્ઘટનામાં તર્ક કોઈ પ્રાસંગિક લાગી રહ્યો નથી. હુમલાનું કારણ તપાસીએ.

  કોંગ્રેસના નેતાઓને એક સભા સંબોધન કર્યા બાદ પરત ફરવાનું હતું. કોઈ પણ સમારંભમાં લોકોના નીકળી યા બાદ તેનું વિસર્જન પણ એટલું મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ ઘટનામાં જોવા મળ્યું કે સભા પૂરી થયા બાદનું કોઈ પ્લાનિંગ થયું નહીં અને કુલ ૩૦ વિહિકલ્સને ૮૦ કિલોમીટરનું અંતર પૂરું કરવામાં પરેશાની ઊભી થઈ. અહીંયા ફકત સામાન્ય કોમનસેન્સ અને પોલીસવાળી યુકિતઓ અજમાવવાની જરૃર હતી.

  શું ૩૦ વિહિલકલ્સને એક સાથે મોકલવાં ઉચિત હતાં? એક સાથે બે અથવા પાંચ વિહિકલ્સ મોકલી શકાયાં હોત. જો રાજ્ય માત્ર ૮૦ કિલોમીટર સુધીના રોડની સુરક્ષા સુનિશ્ચિત નથી કરી શકતો તો પછી દરેક મોટી મોટી વાતો બેઈમાની છે. એક બાજુ તો આપણે આધારભૂત માળખું ઊભું કરવામાં અસફળ રહ્યા છીએ અને બીજી બાજુ આપણે નકસલવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવાના સોગંદ ખાઈએ છીએ. પંજાબમાં તો કેટલાક ખાસ રસ્તા તો કાયમ માટે પેટ્રોલ રોડ ઘોષિત કરી દેવામાં આવ્યા છે. એવામાં જો કોઈને એસ્કોર્ટ માટે કહેવામાં આવતું તો ત્યાં કહેવાતું કે રસ્તા પર એવી કોઈ જરૃરત નથી કેમ કે રસ્તો એકદમ સલામત છે.

  આવી સમસ્યાઓને નિવારવા માટે આવા વિચારની જરૃર છે. કેસમાં આવો વિચાર સામેલ નહોતો. જો રેલી ત્યાં આયોજિત થઈ તો તેનો મતલબ થયો કે રાજ્ય સરકારના મત મુજમ જગ્યા  સલામત હતી. જો જગ્યા સલામત નહોતી તો રાજ્ય સરકારે બતાવવું જરૃરી હતું કે અહીં રેલીનું આયોજન કરવું જોઈએ નહીં. એવું કેમ થયું તેનો જવાબ આપણી પાસે નથી.

  અહીં સમજવાનું રહી ગયું કે વિદ્રોહ દરમિયાન સામાન્ય નેતાઓની સલામતી મહત્ત્વપૂર્ણ હોય છે. છત્તીસગઢમાં અને ભારતનાં અન્ય રાજ્યોમાં જે ચાલી રહ્યું છે તેને આપણે નકસલવાદ તરીકે ઓળખીએ છીએ. નકસલવાદ આંતકવાદ નથી. આતંકવાદી અને નકસલવાદીમાં ઘણો ફરક છે. નકસલવાદ સામાજિક અસમાનતામાંથી ઊભી થયેલી સમસ્યા છે. કોઈ તાત્કાલિક કારણમાંથી ઊભી થયેલી સમસ્યા છે નહીં. પ્રદેશના  અંતરિયાળ વિસ્તારોમાં રહેલા શોષીતો, વંચિતો અને કચડાયેલા વર્ગે બંદૂકના જોરે ગૌરવ પ્રાપ્ત કરવાની જે પ્રયાસ કર્યો તેને આપણે નકસલવાદ તરીકે ઓળખીએ છીએ. આતંકવાદ આનાથી સાવ અલગ છેજ્યારે કોઈ વ્યકિત કે સંસ્થા પોતાના વ્યાજબી કે ગેરવ્યાજબી ઈરાદાઓને પાર પાડવા માટે કોઈ જાતિ, દેશ કે સમુદાય સામે વિદ્રોહ છેડે તેને આતંકવાદ કહેવામાં આવે છે.

  અત્યાર સુધીની સરકારોની નિષ્ફળતાને લીધે નકસલવાદની સમસ્યા વકરી છેજો સમાજના  છેક છેવાડાના માનવીને રાષ્ટ્રીય વિકાસની મુખ્ય ધારામાં જોડવાના  પહેલેથી પ્રયાસ કરાયા હોત તો કદાચ નકસલવાદની સમસ્યાએ આજે આટલું બિહામણું રૃપ ધારણ કર્યું હોત અને આપણા સેંકડો જવાનો અને પોલીસ કર્મીઓના જીવ બચી ગયા હોત. હવે નકસલવાદનાં મૂળ એટલાં ઊંડે સુધી ખૂંપી ગયાં છે કે  તેને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવા સહેલાં નથી. માત્ર નેતાઓ નહીં પણ સામાન્ય માણસની સામાજિક-આર્થિક સલામતી પણ અગત્યની છે. વાત જો સરકાર સમયસર સમજી ગઈ હોત તો આજે નકસલવાદ આટલો વકર્યો હોત.

  ----------------------------------------------------------------------

  આજનાં દરેક સુખમાં ભૂતકાળના સાત રંગોનું મિશ્રણ છે

  તાજેતરમાં એંસી વર્ષના એક વૃદ્ધ મળ્યા. એંસી વર્ષના ગૃહસ્થે પેન્ટ, બુશર્ટ અને પગમાં ફેશનવાળાં બૂટ પહેર્યાં હતાં. તબિયત સારી હતી. ઘણા તડકા-છાંયા જોયા પછી સુખી થયેલા માણસ છે. તેમને જિંદગીએ બધું આપ્યાનો સંતોષ છે. ખાસ કોઈ ઇચ્છા નથી, પણ છતાં એક ઇચ્છા છે. પચાસ વર્ષ પહેલાં પોતે જે ગામમાં એક ગરીબ કારીગર તરીકે જીવતા હતા તે ગામ તેમને જોવું છે! તેમને પોતાના પિતા જ્યાં શિક્ષક હતા અને જ્યાં પોતાનો કિશોરકાળ વીત્યો હતો તે ગામ પણ જોવું છે! તેમને હવે નવા સંબંધો બાંધવામાં રસ નથી, પણ જૂના સમયના છૂટી ગયેલા સંબંધો ફરી તાજા કરવામાં રસ છે. તે જિજ્ઞાસાપૂર્વક પૂછે છેઃ આજથી પાંસઠ વર્ષ પહેલાં મારા પિતાના ગામમાં જે થાનેદાર હતા તેમના કુટુંબનું શું થયું? બધા ક્યાં છે? શું કરે છે? કિશોરકાળમાં જોયેલા અનેક ચહેરાઓ તે યાદ કરે છે. માત્ર માણસો પૂરતા સંબંધની વાત નથી. જે વાડીમાં પોતે એક કિશોર તરીકે નહાવા જતા હતા તે વાડીનું શું થયું? વાડીનો કૂવો હજુ છે? તેની પર એક પીપળો હતો તે પીપળો પણ છે કે નહીં?

  એંસી વર્ષના વૃદ્ધની બધી વાતો સાંભળનારા એક ભાઈએ કહ્યું, 'સુખી થયા છે તો સુખી થઈને રહેતાં કેમ આવડતું નથી? ભૂતકાળની નાની-મોટી વાતો સાથે કઈ જાતનો નેડો? સુખ અત્યારે અહીં તેમની પાસે એક મુગ્ધ કન્યાની જેમ ઊભું છે તે તેમને જોવાનું મન થતું નથી. શું કામ સુખની મુગ્ધ કન્યાની સાથે સંવાદ રચવાને બદલે દૂરના ભૂતકાળમાં ઊભેલી મૂંગી મૂર્તિઓને સાદ પાડ્યા કરે છે?'

  કોઈને આવો પ્રશ્ન થાય, પણ એને ખબર નથી કે આજની જે ક્ષણની વાત તે કરે છે તે ક્ષણને પેલા એંસી વર્ષના માણસને માટે તદ્દન અલગ અને સ્વતંત્ર રીતે જોવાનું શક્ય નથી. આજની ક્ષણની કોઈ સ્વતંત્ર મીઠાશ નથી. આજની ક્ષણ જે અનેક ક્ષણો પછી આવી છે તેમાં અગાઉની અસંખ્ય ક્ષણોનો રંગ છે. આજની ક્ષણને કોઈ સ્વતંત્ર રંગ નથી. આજના દરેક ઊજળા કિરણમાં ભૂતકાળના સાત રંગોનું મિલન છે. માણસને આજના દરેક ઊજળા કિરણમાં ભૂતકાળના સાત રંગો દેખાય છે. વીતી ગયેલા ચાર, પાંચ, કે સાત દાયકાઓને લીધે આંખમાં એવી કરામત ઊભી થઈ છે કે આજની ક્ષણ અલગ દેખાતી નથી. પાછળની અનેક ક્ષણો કતાર લગાવીને ખડી થઈ જાય છે.

  હકીકતે માણસની યાદદાસ્ત કુદરતે એવી બનાવી છે કે સ્મૃતિઓની પસંદગી આપોઆપ થતી હોય છે. ઘણીબધી યાદ આપોઆપ ખરી પડે છે. આમાં કોઈ માણસે પ્રયત્નપૂર્વક કોઈ ને કોઈ સ્મૃતિઓ છોડી દીધી હોય એવું બનતું નથી. આપણે અનુભવે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુને ભૂલવાનો રીતસર પ્રયાસ કરવામાં આવે તો તે બમણા જોરથી ઊછળતી હોય છે! છતાં વાત ખરી છે કે માણસ ધારે તો પોતાની સ્મૃતિઓને મનની પાટી પરથી ભૂંસી શકે છે, પણ એમ કરવા માટે કેટલીક વાર તેણે સ્મૃતિઓની ઉપર નવી સ્મૃતિઓને આલેખવી પડે છે. સ્મૃતિ માત્ર છેકી શકાતી નથી. તેની ઉપર નવું આલેખન કરીને તેને દૂર કરી શકાય છે. સ્મૃતિની સાચી સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું તદ્દન સહેલું નથી. તેને માટે જીવનમાં નવા રસ-કસ સીંચવા પડે છે. માનો કે એક માણસે દસ વર્ષ પહેલાં તમારું હડહડતું અપમાન કર્યું હતું. અપમાનની ક્ષણની પીડાદાયક સ્મૃતિ તેમને સતત ડંખ દીધા કરે છે. કેટલીકવાર તમે સહેલો રસ્તો શોધશો. કોઈક તક મળે અને મારું અપમાન કરનારનું એવું અપમાન હું કરું કે ભોંઠો પડી જાય!

  અઘરો પણ સાચો રસ્તો કહેવાય કે તમે તમારી માનની પાત્રતા એટલી બુલંદ બનાવો, એટલી વધારો કે તમારું અપમાન કરનારાને પોતાના કૃત્યને માટે શરમાવું પડે. ભોંઠપ અનુભવવી પડે અને માફીનો મોકો શોધવો પડે! નવું માન શોધવાની વાત નથી. માન-સન્માનની તમારી યોગ્યતા વધારવાની વાત છે. કેટલાક માણસો જૂનાં અપમાનોના ભારમાંથી છૂટવા માટે પોતાના માટે નવા માન ગમે ત્યાં શોધે છે, રીતસર ખરીદવા નીકળે છે! પણ રીતે માન મળ્યાની લાગણી થતી નથી અને જૂના અપમાનની સ્મૃતિ ભૂંસાતી પણ નથી.

  માણસની જિંદગી માત્ર મીઠી દવાઓની દુકાન નથી. દવાઓ બધી મીઠી હોઈ શકે. મોટા ભાગે તે કડવી હોવાની. દવાની કસોટી તેનો સ્વાદ નથી. દવાની કસોટી તેનો ગુણ છે. તે કેટલી રોગનાશક અને હિતકર છે તે તેની કસોટી છે.

  ----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License