22-04-2013

--------------------------------------
 

  •   સેહવાગના બેટમાં રિચર્ડ્સે પ્રાણ ફૂંક્યા

    નવી દિલ્હીઃ દિલ્હી ડેરડેવિલ્સે સતત પરાજય પછી ગઈ કાલે વિવિયન રિચર્ડ્સના ટીમ સાથે જોડાયા પછી આઈપીએલની વર્તમાન સિઝનમાં પહેલી જીત નોંધાવી તથા સિનિયર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પણ મુંબઈ ઇન્ડિયન્સ પર મળેલી જીતનો શ્રેય વિન્ડીઝના મહાન બેટ્સમેનને આપ્યો. અણનમ ૯૫ બનાવનારા સેહવાગે દિલ્હીની નવ વિકેટથી જીત બાદ કહ્યું કે, ''રિચાર્ડ્સની સલાહ પછી મારો આત્મવિશ્વાસ વધ્યો. મને લાગ્યું કે હું બહુ સારા ફોર્મમાં છું. રિચર્ડ્સે કહ્યું હતું કે જો બેટ્સમેન ભીતરથી પણ ડરેલો હોય તો પણ તેણે દેખાડવું જોઈએ કે તે આત્મવિશ્વાસથી ભરપૂર છે. આનાથી મને ઘણી મદદ મળી.''

    સેહવાગે મેચ અંગે કહ્યું કે, ''જ્યારે હું સારી બેટિંગ કરું છું ત્યારે મેચ પર નિયંત્રણ મેળવવાની કોશિશ કરું છું. ગઈ કાલની હવા દિલ્હી તરફ હતી. પરાજય છતાં અમે સખત પ્રેક્ટિસ અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.''

    ઉલ્લેખનીય છે કે વિવિયન રિચર્ડ્સને દિલ્હી ડેરડેવિલ્સનો સલાહકાર નિયુક્ત કરાયો છે. દિલ્હીની ટીમમાં ખેલાડી હતા, ટીમ હતી, જે એક પછી એક મેચ સતત હારી રહી હતી. વીરેન્દ્ર સેહવાગ, માહેલા જયવર્દને, ડેવિડ વોર્નર જેવા વિસ્ફોટક ખેલાડી હોવા છતાં દિલ્હીની ટીમ પોઇન્ટ ટેબલમાં ખાતું ખોલાવવા મથી રહી હતી. આઈપીએલ-૬માં સતત મેચ હાર્યા બાદ એકાએક દિલ્હીની ટીમમાં નવું જોમ ઉમેરાયું. પાછલી મેચમાં ચેન્નઈ સામે ૮૩ રનમાં તંબુભેગી થઈ જનારી ટીમ હતી, જેની ઓપનિંગ જોડીએ ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સના પહાડ જેવા લક્ષ્યાંકને વામણો કરી નાખ્યો.

    સતત ફ્લોપ ચાલી રહેલી ઓપનિંગ જોડી એકાએક ફોર્મમાં આવી ગઈ. છેવટે આવું કેવી રીતે બન્યું, જેણે દિલ્હીની ટીમનું નસીબ પલટી નાખ્યું. આવું શક્ય બન્યું, કારણ કે એક જમાનામાં દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન ગણાતો વિવિયન રિચર્ડ્સ દિલ્હી ડેરડેવિલ્સ સાથે એમ્બેસેડર અને સલાહકારના રૃપમાં જોડાઈ ગયો. રિચર્ડ્સ જાણતો હતો કે ટીમ સતત મેચ હારી રહી છે અને ખેલાડીઓ પર માનસિક દબાણ પણ છે. તેથી તેણે ખેલાડીઓને એક ગુરુમંત્ર આપ્યો. ગુરુમંત્ર બાદ દિલ્હીની ટીમ જીતના ટ્રેક પર આવી ગઈ.

    રિચર્ડ્સે કહ્યું કે, ''હું જાણું છું કે દિલ્હીની ટીમમાં પ્રતિભાસંપન્ન ખેલાડી છે, જે ઉચ્ચ સ્તરે સફળ થવા ઇચ્છે છે. મારા માટે એક અલગ અનુભવ છે કે હું ખેલાડીઓને સુંદર પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરી શક્યો.''

    કદાચ રિચર્ડ્સના ગુરુમંત્રની કમાલ હતી કે સદંતર ફ્લોપ રહેલા વીરેન્દ્ર સેહવાગના આક્રમક ૯૫ રનની મદદથી દિલ્હીએ મુંબઈને નવ વિકેટથી પરાજય આપ્યો. ખુદ વીરુએ પણ વાતનો સ્વીકાર કર્યો કે તેને સર વિવિયન રિચર્ડ્સની સલાહથી ઘણી મદદ મળી. દિલ્હીના કેપ્ટન જયવર્દનેએ પણ કહ્યું કે, ''નિશ્ચિત રીતે સર રિચર્ડ્સના આવ્યા બાદ ટીમમાં નવું જોમ ઉમેરાયું છે.''

    -----------------------------------------------------------------------

     ધોની બન્યો ભગવાનઃ હાથમાં ચપ્પલ પકડ્યું ને સર્જાયો વિવાદ!

    તરનતારનઃ એક બિઝનેસ મેગેઝિનના કવર પેજ પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ભગવાન વિષ્ણુના રૃપમાં રજૂ કરી તેને ગોડ ઓફ બિગ ડીલ્સનું નામ આપીને હાથમાં ચપ્પલ પકડાવાતા ઘણાં હિન્દુ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી. ધોનીની તસવીરના વિરોધમાં ગઈ કાલે વિભિન્ન સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યાં અને બોહડી ચોક વિસ્તારમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓની માગણી હતી કે મેગેઝિન અને ધોની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાય. ઉલ્લેખનીય છે કે મેગેઝિનના કવર પેજ પર ધોનીને ભગવાન વિષ્ણુના રૃપમાં રજૂ કરાયો છે. માથા પર મુગટ અને આઠ હાથમાં મોબાઇલ, કોલ્ડ ડ્રિન્ક, વેફર, ચ્યવનપ્રાશ, ઓઇલ ઉપરાંત એક હાથમાં બ્રાન્ડેડ જૂતા દેખાડાયાં છે. આનાથી હિન્દુ સંગઠનોનો ગુસ્સો ભડકી ઊઠ્યો હતો. તેઓએ ધોનીના પોસ્ટરને આગ લગાવી હતી. લોકોએ કહ્યું કે હિન્દુ સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ધોનીએ માફી માગવી જોઈએ.

    -----------------------------------------------------------------------

       બોસ્ટન વિસ્ફોટને ભૂલી લંડનવાસીઓ ખૂબ દોડ્યા

    લંડનઃ બોસ્ટન મેરેથોનમાં થયેલા બોમ્બ વિસ્ફોટથી જરા પણ ડર્યા વિના ગઈ કાલે યોજાયેલી લંડન મેરેથોનમાં લંડનવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. લગભગ ૩૬,૦૦૦ લોકો આ મેરેથોનમાં સામેલ થયા હતા અને તેને સફળ બનાવી હતી. બોસ્ટન વિસ્ફોટમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની યાદમાં ઘણા લોકોએ હાથ પર કાળી પટ્ટી ધારણ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. લંડન મેરેથોન પર પણ વિસ્ફોટની આશંકાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવાઈ હતી. ,૦૦૦ અને ૧૦,૦૦૦ મીટર દોડના ઓલિમ્પિક ચેમ્પિયન બ્રિટિશ દોડવીર મુહમ્મદ ફરાહે પણ મેરેથોનમાં ભાગ લીધો હતો. જોકે તે અડધી મેરેથોન બાદ હટી ગયો હતો. ફરાહે કહ્યું કે, ''જે રીતનું જોમ અને સમર્થન લોકોએ દેખાડ્યું તે અદ્ભુત હતું.''  લંડન મેરેથોનના પુરુષ વર્ગમાં ઇથોપિયાના સેગાયે કેબેડેએ બાજી મારી હતી, જ્યારે મહિલા વર્ગમાં કેન્યાની પ્રિસ્કાહ જેપટુ જીતી હતી. કેબેડેએ કુલ ૦૨ઃ૦૬ઃ૦૪ સેકન્ડનો કુલ સમય લેતા ૨૦૧૧ના ચેમ્પિયન એમેન્યુએલ મુતાયને પાછળ છોડી દીધો હતો.

    -----------------------------------------------------------------------

      યુવીએ તરછોડેલી પ્રીતિનું દિલ મિલરે જીતી લીધું!

    મોહાલીઃ આઈપીએલ અને કિંગ્સ ઇલેવન પંજાબની વાત નીકળતાં પ્રીતિ ઝિન્ટા અને યુવરાજસિંહની તસવીરો યાદ આવી જાય છે. કિંગ્સ ઇલેવનના કેપ્ટન રહી ચૂકેલા યુવરાજ અને ટીમની માલિક પ્રીતિ ઝિન્ટા વચ્ચે એક જમાનામાં ગ્રાઉન્ડ અને આઈપીએલની નાઇટ પાર્ટીઓમાં ઘણું સારું ટ્યુનિંગ દેખાતું હતું. કહેવાય કે સમયની સાથે બધું બદલાઈ જાય છે. ગઈ કાલે પણ કંઈક આવા ફેરફારનું સાક્ષી બન્યું મોહાલીનું ક્રિકેટ સ્ટેડિયમ. મેદાન પર પ્રીતિ ઝિન્ટા પણ હતી અને યુવરાજ પણ હતો, પરંતુ નહોતું ફક્ત અગાઉ જેવું ટ્યુનિંગ, જે યુવરાજ એક જમાનામાં કિંગ્સ ઇલેવન માટે પસીનો વહાવતો હતો યુવરાજ પુણે વોરિયર્સ તરફથી કિંગ્સ ઇલેવન વિરુદ્ધ રમી રહ્યો હતોએટલું નહીં યુવીના બેટમાંથી નીકળી રહેલો એક એક પ્રીતિની સાથે મોહાલીમાં હાજર હજારો રમતપ્રેમીઓ પર ભારે પડી રહ્યો હતો. સમયે પ્રીતિનો ચહેરો પણ તેના દિલની ભાવનાઓની સાબિતી આપી રહ્યો હતો. વોરિયર્સની ઇનિંગ્સ પૂરી થયા બાદ પ્રીતિ સંપૂર્ણપણે નિરાશ થઈ ચૂકી હતી, પરંતુ જ્યારે મેચ પૂરી થઈ ત્યારે પ્રીતિ ગ્રાઉન્ડ પર ખુશખુશાલ દેખાતી હતી.

    મેચ દરમિયાન એકાએક પ્રીતિ એક હેન્ડસમ પર ફિદા થઈ ગઈ હતીવોરિયર્સે ૧૮૩ રનનો પહાડ જેવો સ્કોર ખડકતા પંજાબના પ્રશંસકો નિરાશ થઈ ગયા હતા, પરંતુ મિલરની તોફાની ઇનિંગ્સે પંજાબના પ્રશંસકો અને પ્રીતિના ચહેરા પરનું હાસ્ય લાવી દીધું. મિલરે ઓવરના પાંચમા બોલે છગ્ગો ફટકાર્યો સાથે પંજાબે વર્તમાન ટૂર્નામેન્ટમાં સૌથી મોટો રનચેઝ ટોટલ હાંસલ કર્યો હતો. પ્રીતિ બહુ ખુશખુશાલ દેખાઈ રહી હતી, કારણ કે મિલર છેલ્લી ઓવરમાં બે છગ્ગા ફટકારીને પ્રીતિનું દિલ જીતી ચૂક્યો હતો.

    -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright © 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License