\/ reader pratisad

11-02-13

----------------------------------

  • -----------------------------------------------------------------------

    ભ્રષ્ટાચાર એક સામાજિક અને આર્થિક સમસ્યા

    ક્યારેક માત્ર સામાજિક બદી ગણાતો ભ્રષ્ટાચાર હવે દેશની સામાજિક, રાજકીય અને આર્થિક સમસ્યા બની ગયો છે. વર્ગ અને વર્ણના બેવડાં વલણ ધરાવતા આપણા ત્રણ ચતુર્થાંશ હિસ્સાને પેટ ભરીને ભોજન પણ મળતું નથી. આ એક સત્ય હકીકત છે. આવા લોકોને સ્વચ્છ અને સુઘડ વ્યવસ્થા આપવાની વાત ક્યાંથી પચવાની? દેશમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. દરરોજ વર્તમાનપત્રો, સામયિકો વગેરેમાં ભ્રષ્ટાચારના સમાચારો જ વાંચવા મળે છેે. લાંબા સમય સુધી સત્તા પર કબજો કરીને બેઠેલા લોકોના ભ્રષ્ટાચારને સત્તાથી વંચિત લોકોના ભ્રષ્ટાચારથી અલગ કરીને જોવાની જરૃર છે. કહેવાનો અર્થ એ નથી કે ઉપર બેઠેલા લોકો કરે લીલા અને બીજા કરે એ કૌભાંડો. છેલ્લા એકાદ બે વર્ષમાં તો દેશની પ્રજા સમક્ષ એટલા બધા ભ્રષ્ટાચારના મામલા સામે આવ્યા છે કે તે પોતાની સમસ્યા પણ ભૂલી ગઈ છે.  ભ્રષ્ટાચારીઓને વધુમાં વધુ છ એક મહિનામાં સજા થઈ જાય એવી અસરકારક વ્યવસ્થા ગોઠવવી પડશે. દેશમાં ભ્રષ્ટાચારના કેસ વર્ષોના વર્ષ ચાલતા રહે છે. ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા માટે આપણે આપણી ન્યાયિક પ્રક્રિયા પણ ઝડપી બનાવવી પડશે. આવી વ્યવસ્થા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભ્રષ્ટાચારીઓના મનમાં કાયદાનો ડર સ્થપાશે જ નહીં. કોઈ પણ  કોઈ પણ માણસ કાયદા કરતાં ઉપર નથી જ નથી. એ વાત જ્યાં સુધી ભ્રષ્ટ લોકોના મનમાં ઠસી જશે નહીં ત્યાં સુધી ભ્રષ્ટાચારનું ભૂત એક યા બીજા સ્વરૃપે ધૂણતું જ રહેવાનું. સરકાર અને ન્યાયતંત્રે આ વાત યાદ રાખવાની જરૃર છે.

    પોતાની પોલ ખૂલી જવાના ભયે ઉપલા વર્ગના અધિકારીઓ નાના લોકોના ભ્રષ્ટાચારને છાવરે છે અને આંખમિંચામણાં કરે છે, પરંતુ ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર જ છે તેને દેશમાંથી ભગાવવો જ પડશે. ઉપરનાંલોકો જ તેમનાથી નીચેના લોકોને ભ્રષ્ટાચાર કરવા પ્રોત્સાહન આપે છે. આ કારણે જ ભ્રષ્ટાદાર દૂર થઈ શકતો નથી.

    - નવીન પટેલ, રાણીપ

    સરકાર પ્રગતિવાદી છે પણ સમાજ પ્રતિક્રિયાવાદી

    આપણા સમાજમાં હંમેશા બળાત્કાર માટે યુવતીઓને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. આ પ્રકારના મોટાભાગના નિવેદન દક્ષિણપંથી સંગઠનોનાં જ છે. આપણા સમાજમાં મહિલા વિરોધી વિચારધારા અત્યંત પ્રબળ છે. ઘણીવાર આ વિચારધારા જુદા જુદા ધર્મના લોકોને પણ એકસાથે લાવી મૂકે છે. તાજેતરમાં જ સમાજવાદી નેતા અબુ આઝમીએ પોતાના સાંપ્રદાયિક વિરોધી સંઘ પ્રમુખ ભાગતના વિચારોનું સમર્થન કર્યું હતું. એના પરથી સ્પષ્ટ જાહેર થાય છે કે હિંદુ અને મુસ્લિમ- બંને સંપ્રદાયની પુરુષવાદી વિચારધારામાં જબરજસ્ત સમાનતા છે. આથી આપણા દેશમાં મહિલા વિરોધી માનસિક્તાની તપાસ કરવા માટે કોઈ ગહન રિસર્ચની આવશ્યક્તા નથી. જે દિવસે દિલ્હી ગેંગ રેપનો કેસ સામે આવ્યો ત્યારથી જ મહિલા વિરોધી માનસિક્તા ધરાવતા લોકો પણ પોતાના વાહિયાત વિચારો સાથે બહાર આવવા લાગ્યા. આવા લોકો જાહેરમાં મહિલાઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તથા મહિલાઓની ખામીઓ જણાવવા લાગ્યા. આ તત્ત્વો તો પુરુષો પર થતા અત્યાચાર જેવા વાહિયાત મુદ્દાઓ ઉછાળતા પણ અચકાતા નથી.

    વાસ્તવમાં ભારતીય પુરુષોને મહિલાઓ પર આધિપત્ય ગુમાવવું ગમતું નથી. આ લોકોને મહિલાઓની સ્વતંત્રતા અને બરોબરી દીઠિય ગમતી નથી. વાસ્તવમાં આપણા કહેવાતા સભ્ય સમાજને પોતાની રૃઢિગત વ્યવસ્થામાં કોઈ પરિવર્તન ગમતું નથી. સમાજની આ જડ પ્રકૃતિનો સ્વાર્થી તત્ત્વોએ બરાબરનો લાભ ઊઠાવ્યો છે. આવા લોકો કોઈ પણ સામાજિક હલચલની સંભાવનાથી ગભરાઈ જાય છે. દેશના યુવાનોએ હવે આવી માનસિક્તામાંથી અન્ય લોકોને બહાર કાઢવાનું કામ કરવું પડશે અને પરિવર્તનની આગેવાની લેવી પડશે.

    - રોનક પટેલ, મણિનગર

     

    -----------------------------------------------------------------------

 

About Us Disclaimer Subscribe Advertising Rates Contact Us
Feedback & Comments Code Of Conduct Corporate Governance

Copyright © 2013 SAMBHAAV MEDIA LIMITED.  Ahmedabad, India. All Rights Reserved.
Creative commons License